________________
૨૦૨
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
'
ध्यानलीनमनस्कानां सुधियां योगिनामपि । स्वकीयाभिः कलाभिः या, मोहयंति मनांसि च ॥९९॥ ताभिस्त्रिदशकांताभिः, कांताभिः सह लीलया । भुंजते विविधान् भोगान्, मग्नाः सुखपयोनिधौ । २०० ॥ पुण्यैर्द्रव्यं भवति भविका भूरिशोभा विभाकृत्, पुण्यैर्लीला सततमतुला मेदिनीपालयोग्या ।। पुण्यैः कीर्तिः स्फुरति जगति प्राज्यराज्यप्रदात्री, पुण्यैः स्वर्गः सकलसुखदः स्यात्क्रमेणापवर्गः ॥ १
इति पंडितचकचक्रवर्तिपंडितश्रीराजसागरगणिशिष्यपंडित श्रीरविसागरगणिविरचिते श्रीशांवप्रद्युम्नचरित्रे तृतीयभव - माणिभद्रपूर्णभद्र जिनधर्मश्रवण- सौधर्मगमनो नाम सप्तमः સમૅ समाप्तः || શ્રીસ્તુ ।।
શ્રેષ્ઠીપુત્રા મુનિના ચરણે નમસ્કાર કરી પેાતાના સ્થાને જઈ જૈનધર્મમાં તત્પર બન્યા. તે અને ભાઇએ, સભ્યપ્રકારે શ્રાવકધમ ની આરાધના કરી આ ભવનું આયુષ્યપૂર્ણ કરી, ત્યાંથી મરીને સૌધમ દેવલેાકમાં દેવરૂપે ઉત્પન્ન થયા, વાદળાથી ઘેરાયેલા અાકાશમાં જેમ ઈંદ્ર ધનુષ્ય ઉત્પન્ન થાય તેમ દેવલાકની ઉત્પાતશય્યામાં બંને દેવરૂપે પ્રગટ થયા. દેવાંગનાઓએ તેના મન:તુષ્ટિ માટે ગીતગાનપૂર્વક નૃત્ય શરૂ કર્યું. એક તદ્ભુત કાળમાં દેવયેાગ્ય પર્યાસ પૂરી કરીને તરૂણુપુરૂષ રૂપે સર્વાંગ આભૂષણેાથી અલંકૃત દેવા શય્યામાં પ્રગટ થાય છે. દૈવયેાનિમાં કેશ, હાડકાં, માંસ, મજ્જા, રૂધિર, રામ, રજ આદિ સાતે ધાતુથી રહિત અને ત્રિષ્ટા તથા મૂત્રથી રહિત વૈક્રિય શરીર હોય છે. દેત્રનાં નેત્રો સ્થિર હાય અને દેવા સંકલ્પ માત્રથી જ કામ કરનાર હાય છે. તેમજ તેમની પુષ્પની માળા કયારે પણ કરમાતી નથી. ભૂમિથી ચાર આંગળ અદ્ધર ચાલે છે. ધ્યાનમાં લીન એવા યેાગીપુરૂષોને તેમજ 'તિપુરૂષોને પેાતાની કલાથી ચિત્તમાં માહુ ઉત્પન્ન કરાવવાની શક્તિવાળા હોય છે. નીરતર મનેાહર એવી દેવાંગનાઓની સાથે વિધ વિધ પ્રકારના ભોગસુખાને ભેગવતા સુખ સમુદ્રમાં મગ્ન રહે છે. પુણ્યથી દ્રવ્ય તેમજ શેાભાસ્પદ એવી ઘણી ઘણી સામગ્રી મલે છે. પુણ્યથી જ ચક્રવતી વાસુદેવ આદિની રાજ્યસત્તા પ્રાપ્ત થાય છે. પુથી જગતમાં યશકીતિ ફેલાય છે, અને પુણ્યી જ સ્વગીય સુખા મળે છે. અનુક્રમે મેાક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. માટે પ'તપુરૂષોએ પુણ્યસ ચય માટે પ્રયત્ન કરવા જોઈ એ.
આ પ્રમાણે પતિામા ચક્રવતી સમા શ્રી રાજસાગરગણીના વિદ્વાન શિષ્ય શ્રી રવિ સાગર ગણીએ રચેલા શ્રી શાંખ પ્રદ્યુમ્ન ચરિત્રમાં ત્રીજે ભવ મણિદ્મદ્ર પૂર્ણ મદ્રના, જૈનધર્મ નુ શ્રવણુ તેમજ જૈનધર્મીની આરાધના, પ્રાતે સૌધમ દેવલાકમાં ગમન આદિનું વર્ણ ન કરતા ૨૦૧ શ્લોક પ્રમાણના સાતમા સગ સમાપ્ત,
ન