________________
૨૫o
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
હોય છે. આપ તે મહાન વિભૂતિ છે. એમ જાણી અમે આપની પાસે યાચના કરીએ છીએ. કૃપા કરીને અન્યાય કરનારા એવા અમારા આ બાળકોને કષ્ટથી મુક્ત કરે.” આ પ્રમાણે રૂદન કરતા અને દિન ભાષાથી વિલાપ કરતા દંપતિને જોઈને સત્યકિ મુનિએ કાર્યોત્સર્ગ પાયે. પારીને સાધુએ સરલ ભાષાથી કહ્યું, “ભાઈ, મને કોઈને પ્રત્યે પણ દ્વેષ નથી. પરંતુ ઉત્તમ પુરૂષો પોતાના પ્રાણના ભાગે પિતાના સ્થાને રહેલા શત્રુનું પણ રક્ષણ કરતા હોય છે. એમ વિચારી આ વનના માલિક યક્ષે મારી રક્ષા માટે આ બે બ્રાહ્મણને થંભાવી દીધા લાગે છે.” આ પ્રમાણે સાધુ અને બ્રાહ્મણ પરસ્પર વાર્તાલાપ કરે છે ત્યાં દંડપાણિ યક્ષ પ્રત્યક્ષ થયે. ગુણના ભંડાર સાધુને નમસ્કાર કરીને બોલ્યા : “હે સાધુ, તમે ફેગટ ચિંતા શા માટે કરે છે? જે ન્યાયી માણસને દંડ કરવામાં આવે તે તમારે અને મારો લોકમાં અપવાદ થાય. પરંતુ અન્યાય કરનારા દુષ્ટોને શિક્ષા કરવામાં ઉલટુ પાપ નાશ થાય અને જગતમાં યશ ફેલાય છે તેથી આ પાપાત્માઓને શિક્ષા માટે હું હશ. માટે કૃપા કરીને વચમાં આવશે નહીં, અને મને કંઈ કહેશે નહીં. પહેલાં તે દુનીતિને કરનારા અપરાધી એવા આ ગામના રાજાને મારીશ. કેમકે સાધુઓના દ્વેષી મદેન્મત્ત આ બ્રાહ્મણને, અન્યાય કરતાં રાજાએ કેમ વાય નહીં? માટે પહેલે અપરાધ રાજાને છે.' એમ કહીને ક્રોધથી ધૂંઆપૂંઆ થયેલે યક્ષ ઈન્દ્રધનુષ્ય સમાન દંડ ઉપાડી રાજાને મારવા માટે દે. “રાજાને હણે નહીં, રાજાને હણે નહી, આ પ્રમાણે લેકેને કૈલાહલ થતાં યક્ષ ક્ષણમાત્ર સ્વસ્થ થયે, ત્યારે યક્ષને વિનયપૂર્વક રાજાએ કહ્યું: “સ્વામિન, આ વાદના સ્વરૂપને હું જાણતો નથી, જે જાણતા હતા અને તેમને વાય ના હેત તે મારે ગુન્હ હતું, પરંતુ આ બાબતમાં હું બિલકુલ અનભિજ્ઞ છું.' આ પ્રમાણે રાજા તેમજ ત્યાં રહેલા સમસ્ત લોકોના કહેવાથી યક્ષ રાજાને મારવા માટેના પ્રયત્નથી અટકી ગયો. રાજાને નિરપરાધી જાણી ત્યાંથી પાછા ફરે યક્ષ તે બંને બ્રાહ્મણને મારવા માટે દે. “મા, મા.” બોલતા સાધુએ યક્ષને કહ્યું: “યક્ષરાજ, આમાં તેઓને કોઈ દેષ નથી. બધે દેવ કર્મને છે.” યક્ષે કહ્યું: “આપ તે અપકારી ઉપર પણ ઉપકાર કરનાર છે, પરંતુ તમારી અવજ્ઞા કરનારા આ બંનેને તો હું મારીને જ જંપીશ. કરૂણાદ્ર હૃદયે મુનિ બેલ્યા: “ધક્ષરાજ મારા આચારને તમે શાંતિથી સાંભળો. સાધુએ કઈ બીજાને માટે જીવ હિંસા કરતે હોય તે પણ તેને અટકાવવો જોઈએ. આ તે મારા નિમિતે આ બંનેને ઘાત થાય, તે હું કેવી રીતે જોઈ શકું?
અમારા મોક્ષ માર્ગમાં અનંતા તીર્થકર ભગવતેએ કહ્યું છે. સાધુ જીવન પરમબ્રહ્મ સ્વરૂપના કારણરૂપ જીવરક્ષાને માટેનું જીવન, મોક્ષસુખ માટે મરણ અને કર્મનો નાશ કરવા માટે ઘોર ઉપસર્ગનું સહન છે. કસોટીના પત્થર ઉપર જ્યાં સુધી સુવર્ણ ઘસાય નહીં ત્યાં સુધી તેની શુદ્ધિપરીક્ષા થતી નથી. ઉપસર્ગો સહ્યા વિના નિર્ચથપણાની દ્રઢતા આવતી નથી, અને ઘાતી કર્મોનો નાશ થતું નથી. તો કેવલ્યની પ્રાપ્તિ માટે સહાયકરૂપ એવા આ બંને બ્રાહ્મણને કેવી રીતે મારી શકાય? મારા માટે ઉપકારી એવા આ બંનેને મુક્ત કરે.” “હે શ્રમણ, મેં