________________
સગ-૬
૨૭ બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા આ કર્મચંડાળ આવ્યા છે. આવું ભયંકર દશ્ય જોઈને જન, સમુહમાં રહેલી કઈ ભીરૂ સ્ત્રીઓ ડરવા લાગી. તેને આશ્વાસન માટે બીજી સ્ત્રીઓ કહેવા લાગી કે ભય પામવાની કોઈ જરૂર નથી, આ પાપીઓની શું તાકાત છે કે મુનિની હત્યા કરી શકે. મને લાગે છે કે મુનિની હત્યા પ્રયાસ કરનાર આ બંનેને યક્ષે થંભાવી રાખ્યા છે. કહેવત છે કે “સ્ત્રીઓના મુખે ચઢેલી વાત કયારે પણ ગુપ્ત રહી શકતી નથી.” તે પ્રમાણે પુરૂષોને અને સ્ત્રીઓના સમુહમાં પ્રસરેલી વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા જેવા માટે ઉમટયાં. ફેલાતી ફેલાતી વાત રાજદરબાર સુધી પહોંચી ગઈ. રાજાએ સેવકને બેલાવી પૂછયું કેઃ “આ શું છે?” બધી માહિતી મેળવીને સેવકે કહ્યું – સ્વામિન, આપણા નગરની બહારના ઉદ્યાનમાં શ્વેતાંબરી સાધુઓ આવેલા છે. તેની સાથે ગઈ કાલે આપણા નગરના અગ્નિભૂતિ–વાયુભૂતિ બે બ્રાહ્મણે નગરલોકોની સમક્ષ વાદ કર્યો, ને તે વાદમાં બંને હારી ગયા. તેથી એ બંને નરાધમ સજીના રક્ષક મુનિની હત્યા કરવા માટે રાત્રિમાં ગયેલા. પરંતુ વનરક્ષક યક્ષે તે બંનેને તેમ ના તેમ થંભાવી રાખ્યા છે. તેઓને જોવા માટે નગરવાસી સ્ત્રી પુરૂષોના ટોળે ટોળાં આવે છે ને જાય છે. સેવકના મુખે વાત સાંભળીને રાજાએ કહ્યું-“ચાલે, આપણે પણ કૌતુક જોવા માટે ત્યાં જઈએ, રાજાની આજ્ઞા પ્રમાણે ચતુરંગી સેના તૈયાર થઈ ગઈ. ચતુરંગી સેના સાથે રાજા મુનિને નમસ્કાર કરવા માટે અને કૌતુક જોવા માટે વનમાં આવ્યા. રાજા તેમજ બીજા પણ પ્રમુખ માણસેએ તેવા પ્રકારનું દશ્ય જોઈને જૈનધર્મની મુક્તકંઠે પ્રશંસા કરી. “ખરેખર, સર્વધર્મોમાં આત ધર્મ એ જ શ્રેષ્ઠ છે. જિનેશ્વર ભગવંતે અહિંસા ધર્મને જ મુખ્ય ધર્મ કહ્યો છે. આ પ્રમાણે કેટલાક લોકો પ્રાણીમાત્ર પ્રત્યેના દયા ધર્મની પ્રશંસા કરે છે. કેટલાક ક્રોધાદિ કષાયથી રહિત સાધુધર્મની પ્રશંસા કરે છે. કેટલાક તે બંને બ્રાહ્મણના માતાપિતાની નિંદા કરે છે. તે વળી કેટલાક વિદ્યાભિમાની પાપિષ્ઠ એવા એ બંને દુષ્ટોને ધિક્કારે છે. તેમાં કેટલાક લેકે તેના માતાપિતા પાસે જઈને કહેવા લાગ્યા- “અરે, તમારા દીકરા કેવા ઉચ્છખંલ અને ઉદ્ધત છે? ગઈકાલે સાધુની સાથે વાદવિવાદ કર્યો તેમાં તેઓ હારી ગયા એટલે રાત્રિમાં ચરને વેષ કરી મુનિની હત્યા કરવા ગયા અને તલવાર ઉગામી જેવા મારવા દેડે છે તેવામાં મુનિના પુણ્ય પ્રભાવે વનરક્ષક યક્ષે આવીને બંનેને થંભાવી દીધા છે. સારું થયું કે હજુ માર્યા નથી. દુષ્ટોને સજા થવી જ જોઈએ. આ પ્રમાણે દુઃખદાયી સમાચાર સાંભળીને પિતા પુત્ર પ્રત્યે સ્નેહથી દુઃખી થયો. અને તરત જ ઘેરથી વનમાં આવીને સાધુની પાસે ખંભિત બની ઉભેલા પુત્રોને જોઈને કલ્પાંત કરવા લાગ્યો :- “હા હા પુત્ર, આ તપસ્વીની સાથે તમે વાદ વિવાદમાં કેમ ઉતર્યા? અને વાદવિવાદ કર્યા પછી રાત્રિમાં અહીયાં કેમ આવ્યા? અરે, દીકરાઓ, રાતદિવસ સુખશય્યામાં પોઢેલા એવા તમારી આ કેવા પ્રકારની દુર્દશા થઈ. અરેરે અમારાથી આ નજરે જોવાતું નથી” આ પ્રમાણે વિધ વિધ વાકયથી વિલાપ કરતા તેઓના માતાપિતા દુઃખથી જમીન ઉપર આળોટવા લાગ્યા. જાણે તેઓ મુનિને નમસ્કાર કરતા ના હોય, તેવા લાગતા હતા.