________________
સગ૬
૨૩
अनुजोऽपि जगौ भ्रात--चेत्पापं न महीष्यसि । अहं कथं ग्रहीष्यामि, पापं तद्घातजं ननु ॥६१॥ પૂર્વ વિસનૌ તા-વાણ ઘનૈરિયત | વિવારનાં પ્રતિ, સારાશાનોતર ધરા शास्त्रभ्यासकरो मत्यों, विपक्षोऽपि वरो भुवि । हितकर्ता परं नूनं, माभून्मूखौं जनः क्वचित् ॥६३ प्रविधाय ततःप्रोच्चै--विचारणां परस्परं । आगत्य मुनिपार्श्वे तौ, युगपद्धतुमुद्यतौ ॥६४॥ तावूध्वीकृत्य कोदंडं, समाकृष्य च मार्गणं । प्रतिधेन मुनि हेतु--कामौ यावदधावतां ॥६५॥ तावत्तत्पुण्ययोगेन, रक्षां कर्तुमिवोधतः । क्षेत्रपालः समायातः, पुण्ये रक्षा ह्यचिंतिता ॥६६॥
આ બાજુ બ્રાહ્મણ પુત્રની સાથે વાત કરી, વિજય મેળવી વાદના સ્વરૂપને ગુરૂને કહેવા માટે સત્યકિ મુનિ ગુરૂ પાસે આવ્યા. ગુરૂના ચરણે મસ્તક ઝુકાવી વંદન કરીને વિનયપૂર્વક ગુરૂમહારાજને કહે છે :-“ભગવંત, બ્રાહ્મણપુત્ર સાથે આપની અનુમતિ લીધા વિના આજે વાદ કર્યો, તેનું આપ પ્રાયશ્ચિત્ત આપે.” ગુરૂદેવે મસ્તક ધૂણાવીને કહ્યું -“વત્સ, બ્રાહ્મણ સાથે તે જે વિવાદ કર્યો તે સારું ના થયું કારણકે તે બંને પાપાત્મા, દુરાત્મા અને દુષ્ટ આશયવાળા છે, સાધુની હત્યા કરવામાં તે નિ ય છે. તેના માતાપિતાએ તેઓને તિરસ્કાર કરીને કાઢી મૂક્યા છે, તેથી રાત્રિમાં આવીને સાધુઓને મરણાંત ઉપસર્ગ કરશે. ગુરૂના વચન ઉપર અડગ વિશ્વાસ ધારણ કરતા સત્યકિ મુનિ સાધુઓ ઉપર થનારા ઉપસર્ગથી ભયભીત બની ગયા. “અરે, મારા નિમિત્તે આ બધા સાધુઓને ઉપસર્ગ થશે તે ક્ષણભંગુર એવા આ જીવિતવડે શું ?, “ગુરૂભગવંત, કેઈ ઉપાય છે કે એ બે દુષ્ટોથી સાધુઓના ઉપસર્ગનું નિવારણ થઈ શકે?” “ગુરૂમહારાજે કહ્યું – “વત્સ, જે જગ્યાએ વાદ કર્યો હતો ત્યાં રાત્રિમાં તું જા એ જંગલમાં વડવૃક્ષ નીચે ત્યાના અધિષ્ઠાતા ક્ષેત્રદેવની અનુમતિ લઈને, ધ્યાનાવસ્થામાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં શ્રી નમસ્કાર મહામંત્ર જાપ કરજે. ક્રોધાંધ બનેલા તે બંને તને મારવા માટે આવશે. આ રીતે મારા વચન પ્રમાણે તું કરીશ તે ચતુર્વિધ સંઘની રક્ષા થશે.” આ પ્રમાણે ગુરૂભગવંતની આજ્ઞાથી સમસ્ત જીવરાશિને ખમાવીને ધર્મધ્યાનમાં તત્પર સત્યકિ મુનિ ત્યાંથી નીકળી એ જંગલમાં આવી ક્ષેત્રપાલની અનુજ્ઞા મેળવી વડવૃક્ષ નીચે વિધિપૂર્વક ધ્યાનમાં એકાગ્રચિતે રહ્યા. તેટલામાં મધ્યરાત્રિએ તે બન્ને દુષ્ટ બ્રાહ્મણે ત્યાં આવ્યા અને ધ્યાનમાં લીન સત્યક મુનિને જોઈને ખુશ થયા પછી પિતાના ઈષ્ટ શત્રુને એકલા જોઈ પોતાનું કાર્ય સિદ્ધ થયું માની, અતિષિત બની વિચારવા લાગ્યા:- “દુરાત્મા એવા આ સાધુને મારીને નગરજનો સમક્ષ આપણું અપમાન કરેલું, તેને બદલે બરાબર લઈશું. આ સારૂં થયું કે આપણી નજરમાં એ જ આવી ગયે. આપણું વૈર તે આ દુરાત્માની સાથે છે. પહેલા તેને મારીને પછી તેના ગુરૂને મારીશું? આ પ્રમાણે વિચારી ભ્રકુટિ ચઢાવી ધનુષ્ય ખેંચીને દુષ્ટ અધ્યવસાયવાળા તે બેલ્યા-રે પાવિષ્ઠ, હે દુરાત્મા, શિષ્ટાચાર વિનાના હે મુંડીયા, નગરજનની સમક્ષ અમારી સાથે વાદ કરીને જે તે અમારો અપરાધ કર્યો છે, તેને તું યાદ કર.” આ પ્રમાણે વારંવાર બોલવા છતાં સત્યકિમુનિને ધ્યાનમાં અવિ