________________
સર્ગ-૬
૨૩૧
वाचंयमस्तदाचख्यौ, ये भवंति मुमुक्षवः । समस्ति सर्वथा नैव, तेषां पणप्रयोजनं ॥९॥ यदा कदाग्रहग्रस्तौ, हठात्कथयथो युवां । एवमेवास्तु तद्विग्रौ, युवाभ्यामेव कथ्यतां ॥१०॥ इतः श्वेतांबरो याति, यथाऽयं विप्रतारकः । समक्षं सर्वलोकानां, पणस्तथा विधीयते ॥११॥ विमृश्येत्यूचतुर्विप्रौ, त्वं हारयसि चेन्मुने । तदा निर्भय॑मानोऽसि, निष्कास्यो गुरुणा सह॥१२॥ हारयावो यदावां वा जैनस्य पुरतस्तब । भवावो भवतो नूनं, शिष्यौ ब्राह्मणजावपि ॥१३॥ साधुः सागरवच्छश्व--द्रभीरो मतिवारिधिः । ऊरीचक्रे तयोर्वाक्यं, स्वं ज्ञानमप्रकाशयन् ॥१४॥
પિતાના ઉત્કર્ષની વાત કરતા રસ્તામા જતા તે બંનેની સાથે બાળકો આદિ ઘણા માણસ સાથે ચાલ્યા. અભિમાનમાં અંધ બનેલા તે બંને પરસ્પર વાત કરે છે – “છ અંગ, ચાર વેદ, મિમાંસા, આવી ફિકી, ધર્મશાસ્ત્ર અને પુરાણ આદિ આપણી પાસે મહાન ચૌદ વિદ્યાઓ છે. વળી આપણે ષડું દર્શનના પારંગત છીએ. તે આપણી સામે આ રાંકડે નંદીવર્ધન કયાં સુધી ટકી શકવાનો ? ક્ષણમાત્રમાં તો એને બોલતો બંધ કરી દઈશું.” આ પ્રમાણે વાર્તા વિનોદ કરતા અનુક્રમે એક વટવૃક્ષ પાસે આવ્યા. મનોરમ ઉદ્યાનની પાસે રહેલા તે વટવૃક્ષ નીચે શ્રીનંદીવર્ધન આચાર્યના મૃતકેવલિ જેવા જ્ઞાની, થાની, મૌની અને ક્રિયામાં તત્પર એવા સત્યકિ નામના શિષ્યને બેઠેલા જોયા જોઈને તે બંને બેલ્યા- “અરે, આપણી નજરમાં પ્રથમ જ આ મુંડી ક્યાંથી ભટકાઈ ગયે ? સાધુએ પૂછયું:–“તમે કેણ છે? કયાં જઈ રહ્યા છો ?” ત્યારે તેઓએ કહ્યું -“અમે આચાર્ય પાસે જઈએ છીએ.” સત્યવાણી, સત્ય વિચાર અને સત્ય કીતિવાળા સત્યકિ મુનિએ કહ્યું -“આચાર્ય ભગવંતની સાથે તમે વાદ કરવા માટે જતા હોય તો એક ક્ષણ ઊભા રહે. તમે શું ભણ્યા છો?” તેઓએ કહ્યું – હે તપોધન, અમે તે ચૌદ વિદ્યાના પારંગત છીએ. તેમજ બીજા પણ અનેક શાસ્ત્રોના જાણકાર છીએ.” ધન, યૌવન અને વિદ્યાથી ગર્વિત બનેલા તે બંનેને મુનિએ કહ્યું -“તમારે આચાર્ય ભગવંત સમીપે શા માટે જવું પડે ? જો તમે તમારી વિદ્યાચાતુરી બતાવવા માટે વાદ વિવાદ કરવાની ઈચ્છાથી જતા હે તે મારી સાથે જ વાદ કોને ? જે પ્રયજનની સિદ્ધિ નજીકમાં જ થતી હોય તે દૂર જવાની શી જરૂર? તમારા પ્રશ્નોના જવાબ મારી પાસેથી મળી શકશે. તો નાહક આચાર્ય ભગવંતને તકલીફ આપવાની શી જરૂર? તેથી તમારે જે જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછો. તેના બધા જવાબ હું આપીશ. નીતિશાસ્ત્ર પણ કહે છે:‘શિષ્ય છતાં ગુરૂને, પુત્ર હેતે છતે પિતાને, સૈન્ય હેતે છતે રાજાને અને વહુ હોતે છતે સાસુને તકલીફ આપવી જોઇએ નહી. માટે તમારા પ્રશ્નોનું નિરાકરણ હું કરીશ. તેથી શ્રી આચાર્ય પાસે જવાની જરૂર નથી.” મુનિના ઉપયુંકત વચન સાંભળીને મદાંધ બનેલા તે બંને ભાઈઓ હસીને મુનિને કહે છે:- “હે મૂહ, તું અમારી આગળ શું માત્ર છે? તારા ગુરૂના ગુરૂ ગમે તેવા બુદ્ધિશાળી હોય તો પણ અમારા એક પણ પ્રશ્નનો જવાબ આપવા