________________
૨૨૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
બુદ્ધિશાળી એવા ચક્રવતીના કથનથી ભગવંતે કહ્યું: “રાજન, સંસારી જીને રાગષનું કારણ પ્રાયઃ પૂર્વજન્મના ઋણાનુબંધને અનુસરીને હેય છે, તે હવે પ્રધુમ્નના પૂર્વ જન્મના વૃત્તાંતને કહું છું તે તું સાંભળ.”
જબૂદ્વીપમાં પૃથ્વીતલને વિષે પ્રખ્યાત અને દેવો વડે આશ્રિત એવા ભરતક્ષેત્રમાં મગધ નામને દેશ છે. જેમાં શાલિ (ડાંગર-ચોખા)ની વધારે પ્રમાણમાં ઉત્પત્તિ છે અને લક્ષમીવંતને વાસ છે, તેમજ સદૈવ ગીતગાન વડે ઉલ્લસિત વાતાવરણ છે તેવું સુંદર શાલિગ્રામ નામનું નગર છે. તે શાલિગ્રામમાં “બ્રહ્માના બીજ સ્વરૂપ મારી ઉત્તમ જાતિ છે,” એવા પ્રકારના અહંકારને ધારણ કરતે એમદેવ નામને બ્રાહ્મણ રહે છે. પિતાના રૂપ વડે જગતની સ્ત્રીઓને તુચ્છ ગણનારી અગ્નિલા નામની તેની પત્ની છે, સાંસારિક સુખ ભોગવતા ભેગના ફલરૂપ અગ્નિલાએ ગર્ભ ધારણ કર્યો. તેણીએ પૂર્ણ સમયે અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે પુત્રોને જન્મ આપ્યો. “કિશુકવૃક્ષ (કેસુડા)ના નિર્ગધ પુષેિ જેમ શોભતા નથી તેમ જગતમાં વિદ્યા વિનાના પુરુષે શોભાને પામતા નથી. આ પ્રમાણે વિચારીને સેમદેવે પિતાના હાલસોયા બંને પુત્રને ઉપાધ્યાય પાસે ભણવા માટે મૂક્યા. પૂર્વજન્મના સંસ્કારથી તે બંને ભાઈઓએ અલ્પકાલમાં જ સઘળયે શાસ્ત્રો ભણી લીધાં. તેમાં વિશેષથી વેદોના પારંગત બન્યા. વિદ્યાધન પ્રાપ્ત કરી ઘેર આવેલા તે બંને યુવાન પુત્રનું બ્રાહ્મણ જ્ઞાતિની રૂપવતી કન્યાઓની સાથે માતાપિતાએ પાણિગ્રહણ કરાવ્યું. એક તે રૂપ, બીજી દ્રવ્યસંપત્તિ, ત્રીજી વેદાદિ શાસ્ત્રોની પારંગતતા, એથે ભાઈઓને પરસ્પર પ્રેમ, પાંચમું યૌવન, છઠ્ઠ બ્રાહ્મણ જ્ઞાતિ અને સાતમું લેકમાન્યપણું. આ સાતમાંથી એકેક વસ્તુ જેની પાસે હેય તેને અભિમાની બનાવે છે. વળી, આ બંનેમાં સાતે વસ્તુનું મિલન હેવાથી મદમત કેમ ના બનાવે ? મહેમન્ત બનેલા તે બંને ભાઈએ નગરમાં સર્વત્ર ઘૂમતા હતા. સ્વેચ્છાપૂર્વક ક્રીડ કરતા હતા. કેઈ તેને રોકી શકતું નહી.
वासुपूज्यजिनेंद्रस्य द्वादशस्य जिनेष्वपि । भ्राजमानं तदा तीर्थ, समभूत्पापनाशनं ॥२५॥ इतश्च महतस्तस्य, शालिग्रामस्य सन्निधौ । आस्ते मनोरमोद्यानं, हृद्यानंदप्रदं नृणां ॥२६॥ सृमना इति नाम्नाभूद्, यक्षो रक्षोपकारकः । तत्रैव समवासार्षी-दाचार्यों नंदिवर्धनः।।२७॥ याचित्वावग्रहं योग्यं, वनपालस्य सन्निधौ । विनेयैविनयाननै-स्तत्रोची? मुनीश्वरः ॥२८॥ शिक्षयाशिक्षितांगाना, शिष्याणां सौख्यशालिन अधीत्यध्यापने दृष्ट्वा, वनपालोऽप्यमृमुदत् २९॥ मोदमानेन नत्वा तं, श्री गुरुं भक्तिपूर्वकं । तेन पौरमनुष्याणां, तद्वर्धापनिका ददे ॥३०॥ तदाननात्समाकर्ण्य, श्रीगुर्वागमनं वरं । संमतं धर्मिलोकानां, श्राद्धवर्गों मुदं दधौ ॥३१॥ प्रभूतं वनपालस्य, दत्वा द्रव्यं पुरीजनाः । दाग विवंदिषवोऽभूवन भक्तिरागानुषंगतः ॥३२॥