________________
૨૧૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કાળ હોય છે. તેમાં છ આરા અવસર્પિણીના અને છ આરા ઉત્સર્પિણીના- એમ બાર આરા વડે એક કાલચક્ર થાય છે. (અવસર્પિણીબલ, બુદ્ધિ, આયુષ્ય, શરીર વિગેરે દિનપ્રતિદિન ઘટતું ઘટતું જાય, ઉત્સર્પિણી-બલ-બુદ્ધિ-આયુષ્ય-શરીર વિગેરે દિનપ્રતિદિન વધતું વધતું થાય.) ૧. સુષમસુષમ-એકાંતે સુખ હોય તે ચાર કટાકેટિ સાગરોપમનો પહેલે આરે. ૨. સુષમ-સુખ હોય તે ત્રણ કોટાકેટિ સાગરોપમને બીજો આરે. ૩. સુષમદષમ સુખ વધારે અને દુઃખ ઓછું એ બે કટાકોટિ સાગરોપમને ત્રીજે રે. ૪. દશમસુષમજેમાં સુખદુઃખ સમાન હોય તે એક કટાકેટિ સાગરોપમને એથે આર. ૫. દુષમજેમાં દુઃખ વધારે અને સુખને કંઈક આભાસ હોય તેવો એકવીશ હજાર વર્ષને પાંચમે આર. ૬. દષમદુષમ–જેમાં નર્યું દુઃખ દુઃખને દુઃખ જ હોય, તે એકવીશ હજાર વર્ષને છઠ્ઠો આવે. આ પ્રમાણે અવસર્પિણીના છ આરા હેય. તેમાં પ્રથમ આરામાં મનુષ્પો ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, ત્રણ ગાઉ ઊંચાઈના શરીરવાળા અને ત્રણ દિવસે ભજન કરનારા હોય છે, એ રીતે બીજા આરામાં મનુષ્યો બે પલ્યોપમના આયુષ્યવાળા બે ગાઉના શરીરવાળા અને બે દિવસે ભજન કરનારા હોય છે ત્રીજા આરામાં મનુષ્ય એક પલ્યોપમ (અસંખ્યાત)ના આયુષ્યવાળા, એક ગાઉન શરીરવાળા અને આંતરે દિવસે ભજન કરનાર હોય છે. ચેથા આરામાં મનુષ્ય પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા (૭૦લાખને ૭૦ લાખથી ગુણતા જે સંખ્યા આવે તેને પૂર્વકોડવર્ષ કહેવાય છે.) પાંચસે ધનુષ્યની કાયાવાળા (પાંચ ધનુષ્ય-૦ ગાઉ) અને કલ્પવૃક્ષના ફળનું ભજન કરનારા હોય છે.
-ર૪ તીર્થકરેનું શરીર પ્રમાણુ અને આયુષ્ય૧-૦ષભદેવ ભગવાનનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય અને ૫૦૦ ધનુષ્યની ઉંચાઈનું શરીર. ૨-અજિતનાથ ભગવાનનું ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય અને ૪૫૦ ધનુષ્યનું શરીર. ૩--સંભવનાથ ભગવાનનું ૬૦ લાખપૂર્વનું આયુષ્ય અને ૪૦૦ ધનુષ્યનું શરીર. ૪-અભિનંદન સ્વામીનું ૫૦ લાખ પૂર્વનું આયુષ્ય અને ૩૫૦ ધનુષ્યનું શરીર. પ-સુમતિનાથ ભગવાનનું ૪૦ લાખ પૂર્વ નું આયુષ્ય અને ૩૦૦ ધનુષ્યનું શરીર. ૬-પદ્મપ્રભ સ્વામીનું ૩૦ લાખ પૂર્વનું આયુષ્ય અને ૨૫૦ ધનુષ્યનું શરીર. ૭–સુપાર્શ્વનાથ પ્રભુનું ૨૦ લાખ પૂર્વનું આયુષ્ય અને ૨૦૦ ધનુષ્યનું શરીર. ૮-ચન્દ્રપ્રભ સ્વામીનું ૧૦ લાખ પૂર્વનું આયુષ્ય અને ૧૫૦ ઘનુષ્યનું શરીર.
–સુવિધિનાથ ભગવાનનું ૨ લાખ પૂર્વનું આયુષ્ય અને ૧૦૦ ધનુષ્યનું શરીર, ૧૦-શીતલનાથ ભગવાનનું ૧ લાખ પૂર્વનું આયુષ્ય અને ૯૦ ધનુષ્યનું શરીર. ૧૧-શ્રેયાંસનાથ ભગવાનનું ૮૪ લાખ વર્ષનું આયુષ્ય અને ૮૦ ધનુષ્યનું શરીર, ૧૨-વાસુપૂજ્ય સ્વામીનું ૭૨ લાખ વર્ષનું આયુષ્ય અને ૭૦ ધનુષ્યનું શરીર.