________________
૨૧ર
શાંશ-દુખ ચરિત્ર
સમવસરણ ભૂમિનું વર્ણન વાસુકુમાર દેવ પિતાની ભક્તિથી સંવર્તક વાયુ વડે ચારે બાજુ એક જન સુધીની ભૂમિને સાફ કરે છે. મેઘમાર દેવો સુગથી જલને છંટકાવ કરે છે. વાસ્તુદેવો સુધી પુષોને વરસાવે છે. વ્યંતરદેવે મણિ રત્ન અને સુવર્ણના કાંગરાસહિત બહાર અંદર અને મધ્ય એમ રત્નના ત્રણ ગઢ બનાવે છે. તેમાં વૈમાનિક, જોતિષી અને ભવનપતિના દેવો ચાંદી સુવર્ણ અને રત્નની નવી નવી રચનાઓ કરે છે, ત્રીસ ધનુષ્ય બત્રીશ આંગુલ પહેલા અને પાંચસો ધનુષ્ય ચા ગળાકાર સમવસરણમાં છસો ધનુષ્યના પ્રમાણવાળા એકત્રીસ ધનુષ્યના અંતરવાળા રત્નમય ચાર દરવાજા બનાવે છે. બીજાથી ત્રીજા દરવાજાનું અંતર એકેક નાનું હોય છે. પહેલા અને ત્રીજા દ્વારનું સ્વરૂપ પહેલાની જેમ જાણવું, ચારે પ્રાકાર સે ધનુષ્યના અને અર્ધા ગાઉના અંતરવાળા હોય છે. પ્રથમ ગઢના દશ હજાર પગથિયાં હોય છે. તે જ ભવિઝવેને મેક્ષમહેલમાં ચઢવાની નિસરણી (સીડી)ને હોય! ત્યાંથી પાંચસો ધનુષ્ય જઈએ ત્યારે સમતલ ભૂમિ આવે છે. ત્યારબાદ બીજે ગઢ કિલો પાંચ હજાર પગથિાને હોય છે. ત્યારપછી પાંચસે ધનુષ્ય જઈએ ત્યારે પ્રતર આવે. ત્યારબાદ પાંચ હજાર પગથિઅને ત્રીજે ગઢ આવે છે. તેના ઉપર એક ગાઉ અને છસે ધનુષ્યના પ્રમાણવાળી અદ્દભુત અને સુંદર મણીય પીઠ રહેલી છે. તે પીઠની ચારે દિશામાં પગથિયાં સહિત ચાર દ્વાર (દરવાજા) હોય છે. તે મણીમય પીઠ અદ્ધ ગાઉ અને સે ધનુષ્ય લાંબી પહોળી અને મધ્યમાં જિનેશ્વર ભગવાનના શરીર પ્રમાણે ઉપસેલી હોય છે, તેના ઉપર જિનેશ્વર ભગવાનના શરીરથી બાર ગણું ઊંચુ અને એક
જનથી અધિક વિસ્તારવાળું અશોક વૃક્ષ હોય છે. તેમાં સિંહાસન અને પાદપીઠથી યુક્ત ચાર દેવદા વિરામગૃહ) તીર્થંકરભગવંતને રહેવા માટે હોય છે. તેના ઉપર ધ્વજ સહિત ત્રણ ત્રણ છત્ર ચારે દિશામાં રહેલા હોય છે. અને મુખ્ય સિંહાસન ઉપર ત્રણ દિશામાં તીર્થકર ભગવંતનાં ત્રણ પ્રતિબિંબ અને ચારે દિશામાં બે બે એટલે કુલ આઠ ચામરધારી હોય છે. તેની આગલા સોનાનું કમલ, ચાર ધર્મચક્ર, છત્રો, કલશે, ધજાઓ અને સુવર્ણરત્નમય શાલભંજિકા (પુતળીઓ) સુશોભિત હોય છે. અને સમવસરણના દરેક દરવાજે વ્યંતરદેવે મણિરત્નનાં ત્રણ ત્રણ તેણે અને ત્રણ ત્રણ ધૂપડાનીઓ મૂકે છે. વર્ધમાન, ગજ (હાથી) સિંહ અને કલશ આદિના ચિત્રોથી સુશોભિત એક હજાર વૈજનાના દંડવાળી ચાર ધજાપતાકા ચારે દિશામાં રહેલી હોય છે.
તીર્થંકરભગવંત ત્રણ પ્રદક્ષિણા દઈ પાદપીઠ ઉપર પગસ્થાપન કરી તીર્થાય નમ: કહીને શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજે છે અને બાર પષતામાં ધર્મદેશના આપે છે.
[બાર પર્ષદા] સાધુ, સાધ્વી અને વૈજ્ઞાનિક દેવીઓ અગ્નિખૂણામાં, ભવનપતિ, વ્યંતર અને જતિષી દેવીઓ નેત્રત્ય ખૂણામાં, ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવે વાયવ્ય ખૂણામાં, વૈજ્ઞાનિક અને મનુષ્ય અને મનુષ્યને સ્ત્રી વર્ગ ઈશાન ખૂણામાં આ પ્રમાણે બારે પર્ષદા પ્રથમ ગઢમાં હોય છે. તેમાં સાધ્વીજીઓ અને ચારે નિકાયની દેવીઓ ઊભી ઊભી ધર્મદેશના સાંભળે, સાધુઓ, મનુ, મનુષ્યની સ્ત્રીઓ અને દેવો બેઠા બેઠા ધર્મદેશના સાંભળે છે.