________________
૨૦૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
છે. તેનું મને ઘણું દુઃખ થાય છે. હું ક્યાં જઉં ! શું કરું? કોને કહું ! હું સાવ દિશાશૂન્ય બની ગયો છું. સ્વામિન્ ,તમે મને મલ્યા તે આટલું હું બોલ્યો, બાકી આજ સુધી કેઈની સાથે એક અક્ષર પણ હું બોલ્યો નથી. મને કેઈની સાથે વાત કરવી પણ ગમતી નથી. વૈર્યવાન એવા પણ કૃષ્ણના દુખપૂર્ણ વચન સાંભળીને નિઃસંગ અને નીરાગી હોવા છતાં પણ નારદ દુઃખી થયા. કહ્યું છે કે દુઃખી માણસનું દુઃખ સાંભળીને શ્રોતા જે દુઃખી થાય તે દુખી માણસનું દુઃખ થડી ક્ષણે માટે કંઈક હળવુ થાય છે” દુઃખી બનેલા નારદ કહ્યું – હરિ, તમે મારા સહધમી છો! કૃતજ્ઞ છે, પરોપકારી છે. તમારા પુણ્ય પ્રભાવે સહ સારું થશે. ચિંતા ના કરો.” બાકી, આ સંસારમાં જેને સંગ તેને વિગ છે જ જેનો જન્મ તેનું મરણ અને સંપત્તિની પાછળ વિપત્તિ પણ રહેલી છે. સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ, મોહ ત્યાં દ્રોહ અને દ્રોહ ત્યાં મોહ, આ રીતે સુખદુઃખ રાગદ્વેષ, આદિ દ્વન્દ્રોની પરંપરા દુઃખને આપનારી છે. આ સંસારના સર્વે પદાર્થો નાશવંત છે. અસ્થિર અને અનિત્ય છે, તે જે સુખી થવું હોય તો હંમેશા સંસારની અનિત્યતાનું ચિંતન કરવું. માણસે સનેહ (રાગ) થી વેદના ભોગવે છે, અને નેહથીજ દુઃખી થાય છે. જુઓને તલમાં પણ સ્નેહ (તેલ) હોવાથી જ તેને ઘાણીમાં પીલાવું પડે છે, ઋષિમુનિઓમાં પણ જ્યાં સુધી સ્નેહ હોય છે ત્યાં સુધી તેઓને નિર્વાણ (મેક્ષ)ની પ્રાપ્તિ થતી નથી. જુઓ તે ખરા, પેલે દીપક જ્યારે તેમાંથી સ્નેહ (તેલ) ચાલ્યું જાય છે ત્યારે જ તેનું નિર્વાણ (બુઝાઈ જવું) થાય છે ! આ સંસારમાં કેણ માતા? કોણ પિતા ? કેના બંધુઓ? કોની પુત્રીઓ? કોના પુત્રે? કોની સ્ત્રીઓ ? કોના મદોન્મત હાથીએ ? કોના વેગવંત અવો ? કેનું સૈન્ય? કોના રથ અને તેના ધનવૈભવ? હે ત્રિવિક્રમ. આ બધું ક્ષણભંગુર છે, ક્ષણિક છે. આપણી આંખ મીંચાયા પછી કંઈ જ નથી. છીપના ટુકડામાં જેમ રૂપાની બ્રાન્તિ થાય છે તેમ જીવ મારૂ મારૂ કરી કરીને બેટી ભ્રમણાઓમાં મુંઝાઈ રહ્યો છે. વાસ્તવિકતામાં આપણું કંઈ જ નથી માટે આટલે બધે શેક અને દુઃખ મૂકી પ્રજાને સનેહાળ દષ્ટિથી જુઓ ત્રણ ખંડના અધિપતિ હે કૃષ્ણ જે તમે શેક નહી મૂકે તો મારે પણ તમારા દુઃખે દુખી થવાનું રહેશે. કે માતા-પિતા પુત્ર-બંધુ–સ્ત્રીઓ વિગેરે, છેડયા પછી સર્વસંગના ત્યાગી સાધુઓ કોઈને પણ યાદ કરતા નથી, છતાં તમારા પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને હું તમારા જન્મજાત પુત્રની શોધ માટે બધે જ પ્રયત્ન કરીશ, અને બનશે ત્યાં સુધી તેની ભાળ મેળવીને જ રહીશ. પરંતુ તમે હવે શેક ના કરશો. પ્રસન્નચિત્ત બની જાઓ. ઇન્દ્રના ઐશ્વર્યથી વિભૂ ષિત બનેલા ઉપેન્દ્રની જેમ નારદના ઉપદેશથી કૃષ્ણનો શોક દૂર થયે. મનમાં પુત્રનું સ્મરણ હોવા છતાં પણ નારદના વચનથી શેકને દૂર કરી કૃષ્ણ વ્યવહારથી રાજ્યનું પાલન કરવા માટે તત્પર બન્યા.