________________
सा-६
२०५
संसारे यत्र संयोगो, वियोगस्तत्र संभवेतायस्य जन्म मृतिस्तत्र, यस्य संपच्च तद्विपत ॥८७।। यस्य सौख्यं भवेत्तस्य, महादुःखपरंपरा । यत्र मोहो भवेत्तत्र, द्रोहो दुःखविधायकः ।।८८॥ क इत्यनित्यताभावं, नितिमवधारयेत् । सर्वेषामपि भावानां, संसृत्यनित्यतां धर ॥८९।। स्नेहेन प्राप्यते पीडा, स्नेहेन दुःखसंभवः । तिलोऽपि स्नेहयोगेन, सहते लोकपीडनं ॥९०।। स्नेहयोगान्न निर्वाणं, योगींद्रे रपि लभ्यते । पश्य दीपोऽपि निर्वाणं, स्नेहक्षयादवाप्नुयात् ।।९।। कस्य माता पिता कस्य, कस्याथवा सहोदराः कस्य पुत्र्यः सुताः कस्य, कस्य कांता मनोहराः ॥९२।। प्रोत्तुंगाः कस्य मातंगा, जविनः कस्य वाजिनः कस्य पादातिकाः कस्य,रथाः कस्य धनानि च।।९३।। हे त्रिविक्रम निःशेष-मप्येतत्क्षणभंगुरं । दृशोर्मीलितयोः स्वीयं, वर्तते किमपीह न ।।९४।। मामकीनमिदं माम-कीनमेतत्स्वचेतसि । रूप्यभ्रांतिरिवाभाति, शुक्तिकाशकले दृशोः ।।९५।। तन्मुंच शोकमस्तोक-मनल्पकालदुःखदं । प्रजां स्नेहलया दृष्टया, निरीक्षस्व नरायण ! ।।९६॥ यावन्मुंचसि शोकं न, त्रिखंडभरताधिप ! । तावन्ममापि दत्तः स, तव दुःखेन दुःखिनः ॥९७॥ यतिष्ये जातमात्रस्य, त्वत्सूनोः शुद्धिनिर्मितौ । तथाहमपि गोविंद ! यथा शुद्धिर्भविष्यति ।।९८।। मातुः पितुश्च पुत्राणां, बांधवानां च योषितां । सर्वसंगपरित्यागी, कमपि स्मरतीह न ॥९९॥ इत्युपदेशदानेन, नारदप्रतिबोधितः । शोकान्न्यवर्ततोपेंद्र, इंद्रेश्वर्यविभूषितः ॥४००॥ मुनिनारदवाक्येन, त्यक्त्वा शोकं जनार्दनः । स्मरन्नपि सुतं चित्ते, व्यवहारमपालयत् ॥१॥
અહ, આને કેટલો વિનય છે? પોતે પુત્રવિયેગના દુઃખથી દુઃખી હોવા છતાં મને જાતે આસન આપ્યું. ખરે. કુળવાન પુરૂષોમાં જ આ વિનય હોય છે. ખરેખર, માની પુરૂષ માન આપનાર ઉપર પ્રસન્ન હોય છે. કૃષ્ણ આપેલા સન્માનથી સંતુષ્ટ થયેલા નારદ આસન ઉપર બેસીને જાણે જાણતા ના હોય તેમ અજાણ્યા થઈને કૃષ્ણને પૂછયું:- “અરે, વિષ્ણુ, તમે દુઃખી કેમ લાગો છે ? બંને પ્રિય મિત્ર મળે ત્યારે એકબીજાને પરસ્પર સુખ દુઃખની વાત કરવી જોઈએ, અને જે ના કરે તે એ મિત્રતામાં દંભ કર્યો કહેવાય. મેં તમને મારા પ્રિય મિત્ર બનાવ્યા છે. તે તમારા સુખદુઃખની જે વાત હોય તે મારા આગળ નિશંકપણે કહો.” નારદનું કથન સાંભળીને પુરૂષોત્તમ દુઃખથી વિવળ બની ગયા ને વિચારવા લાગ્યાઃ-દુઃખી માણસે પોતાનું દુઃખ તેની આગળ કહેવું જોઈએ કે જે આપણા દુઃખનું શમન કરે અથવા આપણા દુઃખે દુઃખી થાય.” “દુઃખી થવાની અને દુઃખને નાશ કરવાની આ બે શક્તિ નારદમાં છે, તેથી હું મારા દુઃખને કહું? આ પ્રમાણે વિચારી વિષ્ણુએ નારદજીને કહ્યું -“અરે ઋષિ, મેં ઘણું સંગ્રામો કર્યા, પરંતુ આ પુત્ર વિરહનું દુઃખ મારાથી સહી શકાતું નથી. ભીષ્મરાજાની પુત્રી રુકિમણના જન્મજાત પુત્રને કેઈ દેવ-દાનવ શત્રુ હરી ગયે