________________
२०४
શાંબ-કન ચરિત્ર
જેમ શોભે તેમ કહેલ કરતી દ્વારિકાનગરી પહેલાં હું આવે ત્યારે શોભતી હતી. પરંતુ અત્યારે તો વિધવા જેવી ઉદાસીનતાથી ભરેલી દ્વારિકા ઝાંખી કેમ લાગે છે?” દ્વારિકાનું આવું વિપરીત સ્વરૂપ જોઈને નારદમુનિએ કોઈ માણસને પૂછયું. નારદને પ્રશ્ન સાંભળી શકાતુર બનેલા માણસે ગદ્ગદ્ઘરે નારદજીને કહ્યું -સ્વામિન, કૃષ્ણના રૂકિમણીથી ઉત્પન્ન થયેલા તરતના જન્મેલા પુત્રને ન જાણે કોઈ હરણ કરી ગયું કે તેને મારી નાખે, ઘણું ઘણું શોધ કરવા છતા બાળકને ક્યાંયથી પત્તો મલ્યો નથી. તેથી આખી દ્વારિકા નગરી શોકાતુર બની ગઈ છે. એ સિવાય બીજું કોઈ જ કારણ નથી” તે માણસ પાસેથી નહી સાંભળવા લાયક સમાચાર સાંભળીને સ્થિર ચિત્તવાળા નારદ પણ અસ્થિર ચિત્ત (અસ્વસ્થ)વાળા બની ગયા. “અરેરે, મેં જેની મૈત્રી કરી છે, ‘તારા દુખે દુખી અને તારા સુખે સુખી.” એવું મેં જેને વચન આપ્યું છે. એવા મારા મિત્ર ધીરપુરૂષ કૃષ્ણને મારી હયાતીમાં પુત્ર હરણનું દુઃખ થાય? તે તો મારૂ જીવિત શા કામનું ? આપેલા વચનનું પાલન કરનારો, લોકાપવાદની શંકાથી રહિત અને નિર્ભય એવા મારા આ જીવિત વડે શું?” આ પ્રમાણે મનમાં અનેક પ્રકારની કલ્પના કરતા નારદ કૃષ્ણના રાજમહેલમાં ગયા. નારદને જોઈને કૃષ્ણ ઉભા થઈ નમસ્કાર કરી બેસવા માટે આસન આપ્યું.
अनेन पुनदुःखेऽपि, प्रदत्तं मम विष्टरं । अहो विनय एतस्य, महात्मपुरुषोचितः ॥७२॥ इति संतुष्टचित्तोऽसौ, संस्थितस्तत्र विष्टरे । मानी हि मानदातृणां, तुष्टो भवति चेतसि ॥७३॥ पूर्वमज्ञातवृत्तांत, इव भूत्वा स नारदः।पप्रच्छ श्रीपति विष्णो, दुःखी त्वं दृश्यसे कथं ? ॥७४।। अभीष्टे मिलिते मित्रे, सुखदुःखे वदेत्सुहृत् ।मिलितेऽपि वदेन्नो य-स्तन्मैत्री दंभतां भजेत् ।।७५॥ ततः स्वे सुखदुःखे त्वं, निशंकं पुरतो मम।कथय श्रीपतेऽभीष्ट-सख्येन स्वीकृतो मया ॥७६॥ नारदोक्तं समाकण्य, वचनं पुरुषोत्तमः । दुःखाद्विसंस्थूलीभूत-मानसः पर्यकल्पत ।।७७॥ तस्याने कथनीयं स्याद् , दुःखिना दुःखमात्मनः।यो दुःखं शमयेद्यद्वा, यस्य स्यात्तेन दुःखिता।।७८॥ स्तोऽस्मिन् द्वे अपि सामर्थे, दुःखितादुःखनाशने । ततोऽहं कथयाम्यस्य, दुःख विरहसंभवं ॥७९।। जनार्दनो विमृश्येति, नारदर्षे : पुरोऽब्रवीत् । विजितातुलसंग्रामो-ऽप्यभवं विरहाक्षमः ॥८॥ मुनीश भीष्मभूपाल-पुत्रीप्रसूतनंदनं । केनापि सोऽरिणा जरे, देवेन दानवेन वा ॥८१॥ ततो भूरितरं दुःखं, विद्यते मम मानसे।क्य व्रजामि प्रकुर्वे किं, दिङ्मूढतां गतोऽस्म्यहं ॥८२॥ त्वयि च मिलिते स्वामि-न्नेतावदपि जल्पितं।प्रोक्तमेवान्यथा नास्ति, वचसा सह केनचित ।।८३॥ धीरस्यापि मुकुंदस्य, श्रुत्वा दुःखमयं वचः।निःसंगोऽपि च नीरागो, दुःखी बभूव नारदः ॥८४॥ कथिते दुःखिना दुःखे, श्रोता स्याद्यदि दुःखभाकातदैव तन्मनो दुःखे-निवृत्तिर्भवति क्षणं ।।८५॥ सधर्मी त्वं कृतज्ञोऽसि, परोपकारकारकः । तव पुण्यप्रभावेण, शुभमेव भविष्यति ॥८६॥