________________
સગ-૬
૨૦૩.
આ પ્રમાણે સગરચક્રવર્તીના સાઠહજાર પુત્રોનું એક સાથેના મરણનું દષ્ટાંત બતાવીને વૃદ્ધજનોએ વિષ્ણુને પ્રતિબંધ કરતા કહ્યું - “રાજન, આપને પુત્ર જીવે છે કે મરણ પામ્યા છે, તેને કોઈ નિર્ણય નથી, તો શા માટે શેક કરીને શરીરને વિડંબના આપવી? અને જે બાળક મરણ પામ્યો હોય તો તેનો મૃતદેહ તો અહીયાં હોયને? એનો મૃતદેહ નથી, તેના શરીરનો કોઈ અવશેષ નથી, માટે નક્કી થાય છે કે કેઈ પાપીએ તેનું હરણ કર્યું હેય. આથી ગમે તે પ્રયત્ન તેની શોધ કરી આપને બાતમી આપીશું, જે કે જૈનશાસનમાં જિનેશ્વર ભગવંતે સ્વાવાદ (અનેકાંત) નો સિદ્ધાંત કહે છે, એમ છતાં પણ અમે એટલું
કકસ કહીશું કે યદુવંશમાં ઉત્પન્ન થયેલા સ્ત્રી કે પુરૂષ અલ્પઆયુષ્યવાળા નિભંગી હેતા નથી. તેથી હે વિપશુ, અમે અનુમાનથી જાણીએ છીએ કે આપને પુત્ર થોડા સમયમાં ઘણું સમૃદ્ધિ સાથે આપને મલશે. આ રીતે ઘણે ઉપદેશ અને દષ્ટાંત આપીને પ્રધાન પુરૂએ પુત્રના વિયેગથી દુખી થયેલા વિષ્ણુને આશ્વાસ્ત કર્યા. મંત્રીઓના વચનથી કંઈક સ્વસ્થ થયેલા વિષ્ણુએ શૂન્યમનથી રાજ્યકાર્યમાં ચિત્ત પરોવ્યું.
तावत्समस्तलोकाना-मशर्मसंजिहीर्षया । द्वारवत्यां रमावत्यां, नारदर्षिरथागमत् ॥५९॥ वादित्रवादनैर्गीत-गानैरथिंप्रदेशनैः । सुवर्णभूषणैर्नव्य-वसनैरुपशोभिता ॥६॥ कन्यायाः पुण्यपुण्याया, धन्याया रूपसंपदा । पाणिग्रहणवेलेव, द्वारिकेयमभूत्पुरा ॥६१॥ सापि संप्रति संजात—विधवत्वसमन्विता। कथं कन्येव दृश्येत. मयका द्वारिकापुरी ॥६२॥ मत्वेति द्वारिकापुर्याः, स्वरूपं विपरीतकं । समीक्ष्य पुरुषं कंचित् , पप्रच्छ नारदो मुनिः ॥६३॥ नारदप्रश्नमाकर्ण्य, वाचा गद्दया भृशं । सोऽपि शोकातुरो भृत्वा, निजगाद मुनीश्वरं ॥६४॥ रुक्मिणीकुक्षिसंजातो, जातमात्रो हरेः सुतः । हृतो न ज्ञायते केना-पहृत्य मारितोऽथवा।।६५॥ ततः शोकमयी द्वार–वत्येषा वर्तते मुने ! । मया ज्ञातं परं नास्ति, किमप्यन्यन्निबंधनं ॥६६॥ निशम्य वचनं तस्य, श्रवणाश्रव्यमात्मनः । नारदः स्थिरचित्तोऽप्य-स्थिरात्मा समभूत्तदा।।६७॥ हा हा येन समं मैत्र्या, दुःखेन दुःखितानिशं । सुखेन सुखिता याव-ज्जीवमंगीकृता मया ॥६८॥ तस्यापि मम मित्रस्य, कृष्णस्य धीरताजुषः । पुत्रापहारजं दुःखं, जायते मयि सत्यपि ॥६९॥ तदा किं जीवितव्येन, वाङ्मात्रसारताभृतः । लोकापवादशंकातः, परिध्वस्तभयस्य मे ॥७॥ नारदः परिकल्पेत्या-गतो नारायणालये । प्रीत्या नारायणेनापि, तस्य प्रदत्तमासनं ॥७१॥
સમસ્ત લોકોના દુઃખોને દૂર કરવાની ઈચ્છાવાળા નારદજી ફરતા ૨ દ્વારિકામાં આવ્યા. ગીતગાન નાટક ચેટક અને વાજિંત્રોના નાદથી ભરી ભરી, હીરા મોતી અને સુવર્ણના અલંકાર તેમજ સુંદર રેશમીવાથી શોભતી રૂપ સૌન્દર્યવતી પુણ્યશાળી કુમારિકા પાણિગ્રહણની વેળાએ