________________
સગ-૬
૧૮૭
શાંતિ થાય છે, અને ઘણા સુખની પરંપરા વધે છે. તે હું તો તમારું મન વચન અને કાયાથી નિરંતર ધ્યાન કરી રહી છું. છતાં મને પુત્રને વિયાગ કેમ થાય ? અરેરે, બધા કેમ મુંગા બની ગયા ? સત્યભામા, તમે મારી મોટી બેન છે, જાંબવતી, તું મારી નાની પ્રિય ભગિની છે, રે રે દાસીઓ, દૂતીઓ, ધાવમાતાઓ, અંગરક્ષિકાએ જે કઈ મારા પુત્રને રમાડવા માટે લઈ ગયા હોય તે મને જલદી લાવી આપો.
એક વખત પુત્રનું મુખ દેખાડે. પછી તમારે રમાડવા લઈ જ હોય તો લઈ જજે, વિલંબ ના કરે. મારા પુત્રને જલદી લાવી આપે. હે પુત્ર, મેં મારા મનમાં પૂર્વે વિચાર્યું હતું - પ્રથમ તને સ્તનપાન કરાવીશ ! ન જાણે મારા પૂર્વજન્મને કણ શત્રુ પાકો કે હે ગુણનિધિ તને જન્મતાં જ હરી ગયે. એ પાપી દેવે વૈરથી તારૂં હરણ કરીને મારા મનેરથરૂપી વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાંખ્યું. હે મનમોહન, એ કેણુ નારી હશે કે તારી માતા બની તને પ્રેમથી સ્તનપાન કરાવશે ? હે કુલદેવતા, તમે બલિની ઈચ્છાથી આવે. મારા પુરાની શોધ કરવાના અવસરે તમે કયાં જતા રહ્યાં? અબલા એવી મેં દેવને કોઈ અપરાધ કર્યો નથી. કદાચ કર્યો હોય તે પ્રત્યક્ષ થઈને મને કહે. હે કુલદેવી, જન્મતાની સાથે જ મારા પુત્રને વિયાગ કરાવીને અંતર્વાહની જેમ કેમલ એવી મને કેમ દઝાડી રહ્યા છે ? અથવા કોઈપણ સખી મારા પુત્રને ખેલાવા માટે વનમાં લઈ ગઈ હોય, કે રમાડવા માટે પિતાના ઘરે લઈ ગઈ હોય અથવા જિનમંદિરમાં દર્શન કરાવવા લઈ ગઈ હોયતો હે સખીઓ, તમે જાવ, જુઓ જુઓ, મારા પર આટલે ઉપકાર કરો. નહીતર તમારું સખી પણું લાજશે.” આ પ્રમાણે ગાંડાની જેમ જેમતેમ બોલતી મનમાં અત્યંત દુઃખને ધરતી રૂક્િમણ પિતાના શરીરની પણ ચિંતા કરતી નથી. એક ક્ષણમાં છાતી કૂટે છે, ક્ષણમાં કપાળ કૂટે છે. ક્ષણમાં તાલીઓ પાડે છે. ક્ષણમાં પગ પછાડે છે. તે કયારેક માથાના વાળ તેડે છે. શરીરને મચકોડે છે. વ ફાડી નાંખે છે. વાસણો ફાડી નાખે છે, ક્ષણે ક્ષણે નિઃશાસા નાખે છે. ભૂમિ ઉપર આળોટે છે, હસે છે, રડે છે. આ રીતે તે સાવ વિકલ બની ગઈ
ઘરને ત્યાગ કરી ગિનીની જેમ જંગલે જંગલે ફરું? અથવા સાધ્વી થઈને દેશદેશ વિચરૂં? આ પ્રમાણે ઘૂમતાં ઘૂમતાં કયારેક તે મારે પુત્ર કેઈક વખત મને મલશે. આ રીતે આશાઓ બાંધે છે. जातमात्रांगभूदुःखा-द्विकलां बहुदुःखिनीं।दासीभ्यो रुक्मिणी श्रुत्वा, मुकुंद इत्यचिंतयत् ।। ६९ ॥ या चास्ति महिषीमुख्या, सत्यभामा मम प्रिया।रूपलावण्यसंयुक्ता, साप्येतया विनिर्जिता ॥ ७० ॥ तस्या अपीदृशी चेष्टा-भवत्सूनोवियोगतः।गतस्य मम हस्ताभ्यां, किं करोम्यथ पातकी ।। ७१ ॥ अथ किं जीवितव्येन, राज्येनापि ममाथवा।सोऽपि शोकातुरो भूत्वा, चिंतामन इवाभवत् ।। ७२ ॥