________________
૧૮૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
न ज्ञायते मदीयोऽस्ति, पूर्वनन्मरिपुः सुरः । अथवा तावकः कश्चि-द्योऽहरत्त्वां गुणालय!॥५५॥ पापिना तेन देवेन, त्वामपहृत्य वैरतः । मूलादुन्मूलितो माम-कीनो मनोरथद्रुमः ।।५६।। मनोमोहन रे नारी, स्तन्यपानमथादरात् । कारयिष्यति का पुत्र, भूत्वात्र जननी तव ॥५७॥ रे कुलदेवता युयमागच्छथ बलीच्छया। पुत्रशुद्धिविधानस्या-वसरे क्वाधुना गताः ॥५८॥ मया तेऽबलया देवाऽ-पराद्धं नास्ति सर्वथा । अपराद्धं च भवेत्तर्हि, प्रकटीमय मे वद॥५९॥ अंतर्दाह इव त्वं किं, जातमात्रेण सूनुना । विप्रयोगविधानेन, मुधा दहसि मा मृदुं ॥ ६ ॥ यद्वोदाय सखी कापि, पुत्रं मे कि वने गताखेलयितुं स्वगेहे वा जिनालये गताथवा ।। ६१ ॥ मम कृत्यविधानार्थ, सख्यः पश्यत पश्यत।अन्यथा कि सखीत्वेन,यौष्माकीनेन साधनं ॥ ६२ ॥ भाषमाणेति वैकल्यं, धरती मानसे भृशं अस्वास्थ्येन शरीरस्य, वार्तामप्यकरोन सा ।। ६३ ॥ साकुट्टयत्क्षणं वक्षः-स्थलं चापि ललाटकं हस्ततालान् क्षणं दद्यौ, जघर्ष क्रमयामलं ।। ६४ ॥ त्रोटयंति शिरःकेशान्, मोटयंती निजां तन।स्फाटयंती च वस्त्राणि, भांडानि स्फोटयंती च ॥६५॥ विलिपंती मृदा वक्त्रं, विलुठंती भुवस्तले।हसंती रुदती चापि, ग्रथिलेव बभूव सा ।। ६६॥ योगिनीव गृहं मुक्त्वा, विचरामि वने वने।भूत्वाहमथवा साध्वी, देशे देशे व्रजाम्यहं ॥ ६७ ॥ एवं चैव भ्रमंत्या मे, कदाचिन्मिलति स तु भवेत्तर्हि समीचीन-मित्यप्याशां बबंध सा ।। ६८ ॥
શરીરે સ્નાન, વેણ બંધ, સુંદર વોનું પરિધાન, આંખમાં અંજન વિગેરે કંઈ પણ કરતી નથી, કંઠમાં પહેરેલે હાર તેને પાશ જેવો લાગે છે, ભાલ પરનું તિલક તિલ જેવું, કાનનાં કુંડલ સર્ષના ગુંચડારૂપ અને મોતીની માળા નાગણ જેવી ભયંકર લાગે છે. ગળામાં પુષમાલા, પગમાં ઝાંઝર, શરીરે ચંદનનું વિલેપન, સ્તનયુગલ પરનું લેપન, કેડમાં કરે, હાથમાં કંકણ તેમજ તાંબૂલ ભક્ષણ તે સોળે શણગારથી રહિત બનેલી પુત્રના વિયેગથી દુઃખી બનેલી રૂક્િમણ ગિનીની જેમ વિરાગણ બની ગઈ. એક કવલ અધિક ખાવાથી પેટમાં પીડા થાય પરંતુ નવમહિનાથી અધિક પુત્રને પેટમાં રાખવા છતાં પીડા થતી નથી. પરંતુ માતાને વધુ આનંદ થાય છે. માતા બનેલી રૂક્િમણ પુત્રના દુઃખથી પાગલના જેવી ચેષ્ટા કરે છે - હે કૃષ્ણ, હે હે પુંડરી કાશ ! હે જનાર્દન ! હે માધવ! હે પ્રાણનાથ, મારો પુત્ર હમણાં તમારા હાથમાં જ હતો તે હે નાથ તમે જ્યાં સુધી તમારી પાસે રહેલા મારા પુત્રને નહી આપે ત્યાં સુધી તમને થાપણ ઓળવવાનું મહા ભયંકર પાપ લાગશે. ઉત્તમ પુરુષો કયારે પણ પારકી થાપણ ઓળવવાનું પાપ કરતા નથી. તે ગમે તે પ્રયને મારા પુત્રને લાવીને મને આપે. હે સ્વામિન્ શિશુપાલ જેવા પરાકમી દ્ધાઓને એક લીલામાત્રમાં તમે જીતી લીધા. તે તમારું બળ હમણું પુત્રના માટે કેમ બતાવતા નથી ?
જે સ્ત્રી એક ધ્યાનથી એક વખત તમારા ચરણની પૂજા કરે છે, તમારા નામનો મહામંત્ર જપે છે, તે સ્ત્રીનાં મનવાંછિત ફળે છે. તેને પુત્રની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારના પાપની