________________
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર प्रत्यहं वयसा तन्वा, प्रकृत्या कलहेन च । वर्धमानः प्रसिद्धोऽभू-स्वकीयैरेव लक्षणैः॥५७॥ यष्टिमुष्टिपटुर्गाली—लिकेऽसौ ददाति च । लाति पित्रोरुपालंभान् , रममाणः स सर्वदा ॥५८॥ बाल्यावस्थाप्रसंगेन, यादृग्वालवितीर्यते । पितृभ्यां तादृशं शोभा-दिकमासाद्यते यतः॥५९॥ सुभद्रो वसुदेवस्य, तत उद्विग्नमानसः । दशवर्षधरं कसं, सेवाकृत्याय दत्तवान् ॥६॥
નાની વયથી જ કંસનો સ્વભાવ કોધી અને કજીયાર હતો. પડોશી બાળકની સાથે રમતાં તે હંમેશા બીજા બાળકોને ગાળો દેતે. ધોલધપાટ કરે. મારામારી કરતો. આથી લેકો કંસને કજીયાખેર કહેતા બાળકના મા-બાપ રોજ તેની મારામારી અને ગાળાગાળીની ફરિયાદ કરતા. આથી સુભદ્ર વણિકને ખૂબ જ દુઃખ અને ચિંતા થતી. પુત્રને સુધારવા માટે એ જ્યારે દસેક વરસનો થયો ત્યારે પિતાએ તેને વસુદેવની સેવામાં મૂક્યો. કહ્યું છે કે બાળપણમાં પુત્રના જેવાં વર્તન અને વ્યવહાર હોય છે તે પ્રમાણે માતા-પિતાની આબરુ વધે-ઘટે છે. [ ૫૭, ૫૮, ૧૯, ૬૦]. सेवकेभ्योऽपि सर्वेभ्यो, विशेषावर्जनादिना । सततं प्रीणयामास, वसुदेवस्य मानसं ॥६१ ॥
વસુદેવની સેવામાં આવ્યા પછી કંસ, બીજા બધા સેવકો કરતાં વિશેષ પ્રકારે અને ખૂબ જ વિનયથી વસુદેવની સેવા કરવા લાગ્યા અને એમ કરીને વસુદેવને ખુશ રાખવા લાગે. [૬૧]. कंसेन सहितोऽप्येष, वसुदेवो महोदयात् । नित्यराताश्रितश्चंद्र, इव प्रीतिधरौ बभौ ॥ ६२ ॥
વસુદેવું અને કંસ વચ્ચે પરસ્પર એવો પ્રગાઢ પ્રેમ હતો કે એ બંને નિત્ય રાહુની સાથે જેમ ચંદ્ર શે તેમ શોભતા હતા. [૨] - आसीत्कंसानुजा राजी—मती राजीमतिद्युतिः। नेमिना नवजन्मालि-स्नेहपालनहत्सती ॥६३॥ ક કંસની એક નાની બહેન હતી. રૂપરૂપના અંબાર જેવી એ બહેનનું નામ રાજમતિ હતું. ભગવાન નેમિનાથ સાથે રાજમતીને નવ નવ ભવને રાગ-સંબંધ હતા. [૩] उग्रसेना द्विधाप्यत्र, राजीमतीलसत्पिता । प्रजां मोदयते न्यारी-मथुराराज्यपालनात् ॥६४ ॥
ઉગ્રસેન રાજા રાજીમતિ માટે પ્રેમાળ હતા. કંસના માટે તે પૂર્વભવના વૈરી પિતા હતા. મથુરાના રાજ્યનું તે ન્યાયપૂર્વક સંચાલન કરતા હતા. તેમના રાજ્યમાં પ્રજા સુખી હતી. [૬૪] दशस्वपि दशा षु, मुख्या ज्येष्टः सहोदरः । राज्यं शौर्गपरे पाति, समुद्रविजयो नृपः ॥६५॥ तस्य राज्ञी महाप्राज्ञी, भूरिसेवकसेविता । सुमुखी विदुषीमुख्या, प्रियास्ति नामतः शिवा ॥६६॥
આ તરફ દશદેશાઈમાં વડિલ બંધુ સમુદ્રવિજય શૌર્યપુર રાજ્યનું શાસન સંભાળે છે. તેમને શિવાદેવી નામે રાણી છે. આ રાણું ઘણું સેવકોથી સેવાતી બુદ્ધિશાલિની, શ્રેષ્ઠ વિદુષી અને સ્વભાવે મીઠી છે. [૫, ૬૬]