________________
સર્ગ-૧ सततं धनदानेन, दुःखविध्वंसनेन च । नीतिशिक्षाविधानेन, प्रजाः पाति पितेव सः॥६७॥
સમુદ્રવિજય રાજા ન્યાય અને નીતિથી પ્રજાનું પિતાની જેમ પાલનપોષણ કરે છે. તે દાન પણ આપે છે અને પ્રજાના દુઃખને પણ દૂર કરે છે. [૬૭] सूर्यायते प्रतापेन, भुवनव्यापिना भृशं । अक्षोभ्यरिपुविक्षोभ-कारिणा स्थौर्गधारिणा ॥६८॥
પિતાના અતિ સ્થિર પ્રતાપથી સમુદ્રવિજય બળવાન શત્રુઓને પણ ક્ષેભ પમાડનાર હેવાથી, તેમની કીર્તિ સૂર્યની જેમ વિશ્વભરમાં ઝગમગી રહી છે. [૬૮] आसमुद्रांतमुद्भूत-राजद्विजयधारणात् । समुद्रविजयेत्याख्या, सत्या तेन विनिर्मिता ॥६९॥
સાગરકાંઠા સુધી પૃથ્વીનું રાજ્ય કરતા હોવાથી તેમનું સમુદ્રવિજય નામ ખરેખર સાર્થક છે. [૬] . महानेमितनूजेना–परैरप्यतुलैः सुतैः । राज्यं प्रकुरुते प्राज्यं, समुद्रविजयः प्रभुः ॥७०॥
તેઓ મહાનેમિ આદિ પરાક્રમી પુત્રના સાથ-સહગથી રાજવહીવટ ખૂબ જ સફળતાથી સંભાળી રહ્યા છે. [૭૦] धर्मी युधिष्टिरो भीमो, भीमार्जुनाऽर्जुनोपमः। नकुलः सहदेवाख्यो, विद्यते भूरिविक्रमः ॥७१॥ મીમિઃ પંચમઃ પુસ્તિનાપુરે વારે 7 વડપ મુર્ણ મુંજે, નવઃ વંદિરિવ I૭૨
જેમ પાંચ ઇન્દ્રિય સાથે જીવ હોય તેમ, પાંડુરાજા-ધર્મનિષ્ઠ યુધિષ્ઠિર, શત્રુઓને માટે ભયંકર ભીમ, સુવર્ણ સમાન અર્જુન, નકુલ અને સહદેવ–આ પાંચ પુત્રો સાથે હસ્તિનાપુર નગરમાં રાજ્યસુખ ભોગવી રહ્યાં છે. [૭૧, ૭૨]. एवं क्षोणिपतित्रयी विलसति त्रैलोक्यसाधारणे । स्वद्रंगत्रितये नयेन निखिलाः संमेादयंती प्रजाः ॥ ऐशानी नयनत्रयीव जगति ज्योतिः प्रपंचावहा । सद्विद्यात्रितयीव सर्वमनुजे माहात्म्यसंश्लेषिणी॥७३॥
જગતનાં પ્રપંચનો નાશ કરનારી શંકરની નેત્રત્રયી, સર્વેય મનુષ્યના મહિમાને વધારનારી વિદ્યાત્રયીની જેમ, ઉગ્રસેન–સમુદ્રવિજય અને પાંડુ–આ ત્રણે રાજાની ત્રિપુટી પિતપિતાના દેશમાં ન્યાયપૂર્વક રાજ્ય કરીને સમસ્ત પ્રજાને આનંદ આપી રહી છે. [૭૩] इति पंडितचक्रचक्रवर्तिश्रीराजसागरशिष्यपंडितश्रीरविसागरगणिविरचिते श्रीप्रद्युम्नचरित्र
श्रीजंबूस्वामिप्रश्नवर्णनो नामा प्रथमः सर्गः समाप्तः ॥ श्रीरस्तु ॥ પંડિતેમાં ચક્રવર્તી સમાન શ્રી રાજસાગરસૂરિના શિષ્ય પંડિત શ્રી રવિસાગરગણિએ રચેલ પ્રદ્યુમ્ન ચરિત્રમાં, શ્રી જ બૂસ્વામિએ પૂછેલા પ્રશ્નના યથાયોગ્ય જવાબ આપતે, ૭૩
ક પ્રમાણ આ પ્રથમ સર્ગ પૂર્ણ થયે. . સૌ કોઈનું શુભ થાઓ
Ei