________________
સગ-૫
૧૬૯
ચરણની કમલોથી પૂજા કરવી અને તેને વારંવાર નમસ્કાર કરવા. હવે તારે મનમાં અભિમાન કરવું નહીં.” આ પ્રમાણે એકાએક કૃષ્ણને અવાજ સાંભળીને અને આ બધી ચેષ્ટા કૃષ્ણની જાણીને વિદૂષી એવી સત્યભામાં આશ્ચર્ય ચકિત બની ગઈ અને લજજા પામી, “અરે, આ દુરાત્મા ગેવાળીયા કૃષ્ણ કુલીન એવી મને શોક્યના પગમાં પડાવીને મને ઠગી !” આ પ્રમાણે વિષાદને ધારણ કરતી ઘણે ગુસ્સો આવવા છતાં, ગુસ્સાને દબાવી પ્રસન્નમુખે કહ્યું -અરે, જડ ગોવાળીયા ! યશોદાનું દૂધ પીને તું બરાબરને ગોવાળીયે બન્યો છે. ગોવાળીયા જેવું જ તારૂં વર્તન છે. ગોવાળીયા સિવાય કોઈ પણ ઉત્તમ પુરૂષ આવી કુચેષ્ટા તેમજ આવી હાંસી કરે નહી. આજે મને સત્ય પ્રતીતિ થઈ ગઈ કે તું સાચે જ ગોવાળીયે છે. કે સ્ત્રીઓની સાથે આવી કુચેષ્ટા કરી રહ્યો છે. અરે, પેલા દુષ્ટ બ્રહ્માને શું ઠપકો આપે કે તારા જેવા આ મૂખને ત્રણ ખંડન અધિપતિ બનાવ્યું. મૂર્ખ સિવાય બીજે કઈ આવું કામ કરે નહી. માટે સાચે જ તું મૂખ છે. પહેલાં મેં તને નહેતું કહ્યું: રૂકિમણી મારી નાની બેન અને તમારી માનીતી છે, તેથી મારે પણ તેને માનવી જોઈએ. તમારી માનીતી અને નાની બેન હેવાથી તેને પ્રણામ તેમજ તેની પૂજા કરવી તે વિનીત એવી મારે માટે યોગ્ય છે. એમાં શું મારે કઈ દોષ છે કે તું ઉભે ઉભે હસે છે? તેની પૂજા પ્રાર્થના વિગેરે દરેક સ્ત્રીઓ કરે છે, એમાં કંઈ તેને વિવેક જ નથી.” આ પ્રમાણે ગુસ્સામાં વ્યંગ વચન બોલતી ભેટી પડેલી સત્યભામાને જાણીને (પંડિત પુરૂષોએ સ્ત્રીઓને શત્રુ નહી બનાવવી જોઈએ') શ્રીકૃષ્ણ ત્યાંથી ચાલ્યા ગયા અને પિતાના સ્થાને આવી ગયા. पूर्व मत्तोऽप्यसौ मान्या, वृद्धा, वाभूतवृषाकपेः।प्रपूज्या विनयेनेयं, सत्यभामा ममापि च ॥२२॥ विज्ञायेति समुत्थाय, रुक्मिणी विनयान्विता।ननाम सत्यभामांघी, विनीता हि कुलोद्भवा ॥२३॥ इयं मम सपत्नीति, विजानत्यपि चेतसि।रुक्मिणी सत्यभामाप्या-लिलिंग व्यवहारतः ॥२४॥ सावीवदच्च कल्याणि, कुशलं तव वर्मणि।रुक्मण्यव्यवदत्क्षेम-मेवास्ति त्वत्प्रसादतः ॥२५॥ परस्परं मिलित्वा च, निरीक्ष्य रूपसंपदं । बाह्यप्रेमरसान्विते, गते ते निजमंदिरं ॥ २६ ॥ रुक्मिण्या बहुमानात्स्व-भर्तुश्चात्मन्यमानतः।सत्यभामा तु वृद्धापि, दुःखिनी संस्थिता गृहं ॥२७॥ मुदिता विष्णुमानेन, रुक्मिणी भवेन स्थिता । स्वभतुर्वहुमानेन, कस्या न स्यादमंदमुत् ॥ २८ ॥ प्रभूतदुःखसौख्याभ्यां, पत्यपमानमानतः । प्रायो गमयतः कालं, ते अपि मृगीदृशौ ।। २९॥
આ મારાથી મોટી છે અને શ્રીકૃષ્ણની અગમહિલી (પટ્ટરાણી) છે. તે મારે તેને વિનય કર જોઈએ. મારા માટે તે પૂજ્ય છે. એમ માની રુકિમણી ત્યાંથી ઉઠીને વિનયપૂર્વક સત્યભામાના પગમાં પડી. ‘કુલીને માં સ્વાભાવિક વિનયગુણ હોય છે.” “આ મારી શકય છે મનમાં વિચારીને કોધથી ધુંઆપૂંઆ થયેલી હોવા છતાં સત્યભામાએ વ્યવહારથી ૨૨