________________
૧૬૮
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
નિર્ભયપણે આમતેમ જોતી વિલાસિની એવી સત્યભામા વનમાં આવી, ત્યાં અકસ્માત તેની નજર અશોકવૃક્ષ નીચે દર્શનીય અને પ્રસન્ન મુદ્રામાં રહેલી રૂકિમણું રૂપે શ્રીદેવી ઉપર પડી. જેઈને વિચારે છે કે “અરે, આ કેણ ? આ કેઈ નાગકન્યા છે? વ્યંતરી છે? જોતિષી દેવી છે કે વૈમાનિક દેવી છે ? જ્યારે માનવીનું મહાન પુણ્ય હોય ત્યારે જ સાક્ષાત્ દેવનું દર્શન થાય છે તેમાંયે વળી આવી પ્રસન્નમુદ્રાવાળી દેવીનું દર્શન એ તે મહાન પુણ્ય કરનારૂં હોય છે. મેં અત્યાર સુધીમાં ઘણા દેવદેવીઓને પૂજ્યા અને ઘણાની આરાધના કરી છે, પરંતુ આવી પ્રસન્નમુદ્રા કયારે પણ જોઈ નથી.” આવી સકુતિવાળી મૂર્તિને જોઈને ચતુર એવી પણ સત્યભામા હૃદયમાં વિચારે છે - દેવદેવીઓ અને ગુરૂઓનું પૂજન, સન્માન, સમરણ કરવાથી મનુષ્યનાં સમસ્ત ઈચ્છિત અર્થની પ્રાપ્તિ થાય છે. તે હું પણ સુખને માટે આ દેવીનું પૂજન કરૂં.” આ પ્રમાણે વિચારી સત્યભામાં પવિત્ર થવા માટે વાવડી પાસે ગઈ. વાવના પવિત્ર જલથી હાથ પગ અને મુખ ધોઈને ત્વરાથી દેશસ્નાન કર્યું. દેશસ્નાન કરીને જલ્દી જલદી પૂજા માટે હાથમાં કમલ પુ લઈને મૂતિ પાસે આવી. “આથી માણસે શું શું નથી કરતા?” રુકિમણીના આગમનના ભયથી જલદી શતપત્ર અને સહસ્ત્રપત્રના કમલેથી મૂર્તિની પૂજા કરીને આંખમાં આંસુ લાવીને બોલીઃ “આ જગતમાં પુણ્યહીન મનુષ્યને દેવનું દર્શન દુર્લભ હોય છે. પ્રાયઃ મહાન ભાગ્ય હોય તે જ દેવદર્શન મળે છે. તે ખરેખર, આજે મારૂં મહાન્ ભાગ્યે જાગૃત થયું કે દેવિ, આજે મને આપનું દર્શન મળ્યું. આજે મારા નેત્રો સફલ થયાં. આજ મારૂં જીવન ધન્ય બની ગયું.” આ પ્રમાણે બોલી, વિકસ્વર પુષ્પો વડે દેવીની પૂજા કરી. તેણીને પગમાં પ્રણામ કરી બે હાથ જોડીને સત્યભામા પ્રાર્થના કરવા લાગી - દેવદેવીનું દર્શન કયારે પણ ફેગટ જતું નથી, તો હે દેવિ, તમે મારા પર પ્રસન્ન થાઓ. મને વરદાન આપો. મારા સ્વામિ કૃષ્ણ મને વશ થાઓ ! ચાકરની જેમ મારા સ્વામિ મારું વચન માનનારા બને. હે દેવી, તમે તેવા પ્રકારનું કરે કે મારે નાથ હું કહું તે પ્રમાણે કરે. રુકિમણી ઉપરના સ્નેહથી મારૂં કહ્યું તે કરતા નથી તે મારા ઉપર નેહાસક્ત કરો, જેથી મારું બધું કહ્યું માને. રુકિમણું ઉપર વિરફત બની જાય અને મારા ઉપર આસક્ત બની મારે ત્યાંજ મારા સ્વામિ ભક્તપાન, શયન વિગેરે કરે. મંત્રથી મંત્રિત બને તેમ મારાથી એટલા બધા બંધાઈ જાય કે બીજે ક્યાંય ન જતાં કૃષ્ણ મારા પ્રેમરસમંત્રથી મંત્રિત થઈ જાઓ. હે માત, હે દેવી, તું જલદીથી મારા દુઃખને દૂર કર અને જલદી જલ્દી મને વરદાન આપ. કેમ કે મારી શક્ય રૂક્િમણ હમણાં આવશે. માટે જલ્દી કર ” કૃષ્ણને વશ કરવાની ઇચ્છાવાળી સત્યભામાં આ પ્રમાણે પ્રાર્થના કરીને રૂકિમણી કરતાં અધિક સૌભાગ્ય મેળવવા માટે વિના ચરણમાં આળેટી પડી. વારંવાર અત્યંત ચાટુ વચને બેલતી સત્યભામાં રુકિમણીના ચરણ કમલમાં જ્યારે આળેટી ત્યારે નિકુંજની બહાર નીકળીને કૌતુકી એવા કૃષ્ણ તાલી પાડતા અને ખુબ હસતા હસતા બોલ્યા-“સત્યભામા, તે બહુ સારૂ કર્યું, રુકિમણીના ચરણની પૂજા કરવાથી તેને સૌભાગ્યની પ્રાપ્તિ થશે અને કૃષ્ણ તને વશ થશે. તેથી તારે હંમેશા રુકિમણીના