________________
સગ-૫
यशोदास्तनपानेन, गोपालो गीयसेतमां । यादृश एव गोपाल-स्तादृश एव वर्तसे ॥१३॥ गोपालेन विना दुष्टां, चेष्टामीदृशमुत्तमः । न नरः कुरुते कश्चित्तथा हास्यमपीदृशं ॥ १४ ॥ सत्यं मयाद्य विज्ञातं, गोपालो वर्तते भवान् । कुचेष्टा योषिता साकं, गोपालेनैव जन्यते ।। १५ ॥ दीयते किमुपालंभो, दुष्टस्य तस्य वेधसः । त्रिखंडाधिपतिर्येन, कृतो मूर्खस्त्वमीदृशः ॥१६॥ मूर्खत्वं यदि ते स्यान्नो, तदपि ज्ञायते न ततासमस्ति समयः कोऽयं, मम हास्यविनिर्मितौ ॥१७॥ पूर्व मया पुरस्तात्ते, वर्तते प्रतिपादितं । इयं तु मयका मान्या, रुक्मिण्यस्ति ममानुजा ।। १८ ॥ अनुजायाश्च मान्यायाः, प्रणामेनार्चनेन चाको दोषो मे विनीतायाः, किं हास्यते मुधा हरे ! ॥१९॥ देवतापूजया यत्र, द्राग्याचितोपयाचिते । मृगीदृशः प्रकुर्वते, तत्र नैति विवेकवान् ॥२०॥ वैरिणी तरुणी नैव, प्रकर्तव्या विचक्षणैः।इति सत्यां विलक्षां च, ज्ञात्वाऽगात्स्वास्पदं हरिः॥२१॥
આ વનમાં દેવની કીડાવાવની જેવી કમલે અને જલથી પરિપૂર્ણ એવી એક સુંદર વાવ છે. તે વાવમાં સુવર્ણની વેદિકા, શ્રેષ્ઠરત્નનું પતલીયું તેમજ ચારે બાજુ સુવર્ણના પગથીયા હતા,
તે વાવ ભય અને લજજાથી રહિત છાપૂર્વક ક્રીડા કરી રહેલા હંસ અને ચક્રવાક આદિ પક્ષીઓના યુગલ વૃદોથી સુશોભિત હતી, તે વાવડીની નજીકમાં જેની છાયામાં આશ્રય કરી રહેલા મુસાફરોના શકને નાશ કરનાર અશક નામનું સુંદર વૃક્ષ હતું. તે વૃક્ષની નીચે સ્ફટિક રત્નની એક ઉજવલ શિલા હતી. તે શિલા ઉપર રૂકિમણીને બેસાડીને કૃષ્ણ તેના બંને હાથમાં પુષ્પના પંખા આપ્યા. તે જાણે ભ્રમરને ઉડાડવા માટે ના હોય ! ત્યારે રુકિમણી રૂપે પૃથ્વી ઉપર ઉતરી આવેલી સાક્ષાત્ લક્ષમીદેવી ના હોય આ પ્રમાણે હાથમાં વિજણે આપી શ્રીદેવીનું રૂપ કરાવીને વિષ્ણુ સત્યભામાના મહેલે ગયા. ત્યાં જઈને સત્યભામાને કહ્યું – “પ્રિયે, જે તારે રુકિમણીને મળવાની ઈચ્છા હોય તો તને લઈ જાઉં.” ત્યારે સત્યભામાએ કહ્યું- “તે મારી એક નાની બેન અને તમારી માનીતી છે. જે તેનું મિલન કરી આપે તે તમારી મોટી કૃપા.” કૃણે કહ્યું – મૃગાક્ષિ, પહેલા પ્રમહવનમાં તું જલદીથી મારી સાથે આવ. પછી હું તેણીના ઘેર જઈને તને મલવા માટે જલ્દીથી બોલાવી લાવીશ” વિષ્ણુનું વચન સાંભળીને સત્યભામાએ કહ્યું – “આપની કૃપાની સાથે આપનું વચન પણ મારે પ્રમાણ રૂપ છે.” સત્યભામાનું કથન સાંભળીને શ્રીકૃણ બહાર નીકળ્યા, સત્યભામાં પણ રુકિમણને જેવા માટે કૃષ્ણની સાથે બહાર નીકળી. પ્રદવનની સમીપે આવ્યા ત્યારે કૃષ્ણ કહ્યું કવિ, તું વનમાં જા, હું રુકિમણને બોલાવવા માટે જઉં છું.” આ પ્રમાણે કહી કૃષ્ણ આગળ નીકળીને વૃક્ષોની કુંજમાં સંતાઈ ગયા. બંને શોક ભેગી થઈને શું શું ચેષ્ટા કરે છે, એ જેવા ત્યાંજ એકાંતમાં છૂપાઈ રહ્યા.