________________
૧૬૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ચેલી દુગ્ધપાનવડે તેણીનું લાલનપાલન કરાયેલું, તેમજ સ્ત્રીઓની સઠકલાને શિખવાડવા વડે હોંશીયાર કરીને મેટી કરેલી, એવી છોકરીને જો તમે મોટું સ્થાન આપ્યું છે, તે માટે પણ તેનું ગૌરવ કરવું રહ્યું. સ્વામિનતે રુકિમણી પ્રત્યેની ગાઢ આસક્તિથી તમે પોતે જ તેણીના બીજા પણ શારીરિક મળને પવિત્ર માનીને લાવે તેનું હું વિલેપન કરૂં તેમાં શું ખોટી વાત છે? મને તેમાં પણ સુખ જ છે. આ તે ફક્ત તેનું ચાલુ તાંબૂલ જ છે. બીજા પણ મલમૂત્રને લાવે ને ! વિલેપન કરવાથી મારા શરીરે સુખ થશે. તેમાં આટલું બધુ હસવાની શું જરૂર? પુરૂષોને કારણ વિના હસવુ ગ્ય નથી.” પોતે શરમાઈ ગઈ હોવા છતાં પણ મનને કઠોર કરીને સત્યભામાએ ઉપરોક્ત પ્રમાણે કૃષ્ણને ઠપકો આપે. સત્યભામાના વ્યંગ વચને સાંભળી કૃણે હસીને કહ્યું: “અહેહે તે સારું કહ્યું સારું કહ્યું: દેવિ, મેં આટલા દિવસ સુધી જાયું નહોતું કે તારી બેનનું ચાલુ તાંબૂલ તને આટલું પ્રિય છે ! જો તને આટલું બધું પ્રિય હોય તે સત્યભામા, હું તને હંમેશાં તેનું ચાવેલું તાંબૂલ લાવી આપીશ. હોં ! ચિંતા ના કરીશ !” સત્યભામાએ કહ્યું – “નાથ રુકિમણીનું ચાલુ તાંબૂલ તમારા કપડાના છેડે બાંધીને તમે લાવ્યા છો તો તે મને કેમ પ્રિય ના લાગે ? આ પ્રમાણે બંને દંપતીએ પરસ્પર થેડી ક્ષણે વાતો કર્યા બાદ સત્યભામાએ વિષ્ણુને કહ્યું- “તમારી નવી વહુને તે મને બતાવો.” કૃષ્ણ કહ્યું – “તારી બેનને જોવાની જે તારી ઈચ્છા હશે તો જરૂર તારી ઈચ્છા પૂર્ણ કરીશ.” આ પ્રમાણે કહી શેડો સમય ત્યાં રહીને ત્યાંથી ઉઠી ઘણા સ્નેહને ધારણ કરતા રુકિમણીના આવાસમાં ગયા. विष्णुमायांतमालोक्य, जंगमं सुरशाखिनं । विनयात्सहसोत्थाय, रुक्मिण्या दत्तमासनं ॥५९॥ तत्र स्थित्वा क्षणं कृष्णो, बभाण रुक्मिणी प्रति । परिधेहि प्रिये रम्य-वासांसि च सुकंचुकं॥६॥ भूषणान्यपि निःशेषा–ण्याशिरश्चरणावधि । उचितानि विभूषार्थ, परिधेहितमा तनौ ॥६१॥ न ज्ञायते यथा भेदो, लक्ष्म्याश्च तव मूर्तितः । परिधत्तां तथा देहे, श्रृंगारान् सुश्रु षोडश ॥६२॥ परिधायां वाद नि, शोभनानि मया सह । ज्येष्टायाः सत्यभामाया, एहि प्रमदकाननं ॥६३॥ प्रमाणं स्वामिनो वाक्य-मित्यभिधाय रुक्मिणी । देहं श्रृंगारयित्वोच्चै–निर्ययो हरिणा समं।६४।
સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન કૃષ્ણને આવતા જોઈને રુકિમણીએ તરત જ ઉઠીને વિનયપૂર્વક આસન આપ્યું. ત્યાં થોડી ક્ષણે રહીને કૃષ્ણ રુકિમણીને કહ્યું: ‘પ્રિયે, તું સુંદર કંચુકી અને વચ્ચે ધારણ કર. અને માથાથી પગ સુધીના સંપૂર્ણ અલંકારો પહેર. શરીરે એવા યોગ્ય વસ્ત્રાલંકારો ધારણ કર કે તારામાં અને લક્ષ્મીદેવીની મૂર્તિમાં જરાપણ તફાવત ન લાગે. તે રીતના મેળે શણગારો ધારણ કર. આ પ્રમાણે વિભૂષા કરીને મારી સાથે પટ્ટરાણી એવી સત્યભામાના અમદવનમાં ચાલ. સ્વામિનાં વચનને પ્રમાણ કરી રૂકિમણી સોળે શણગાર સજી કૃષ્ણની સાથે અમદવનમાં જવા નીકળી.