________________
સર્ગ-૫
૧૬૩
તાંબૂલની સુવાસ લેવા માટે ચારે બાજુથી ગંધના વેપી મરો આવવા લાગ્યા. પુપના બગીચામાં પુષ્પોની ઉત્કટ સુગંધ લેવા માટે ભ્રમરની પંક્તિ જેમ ગુંજારવ કરે તેમ ગુંજારવ કરતી ભ્રમરોની શ્રેણી જોઈને સત્યભામાં ક્રોધિત બની. અને બેલવા લાગી :-“અરે, જુઓ તો ખરા, કામિનીઓ પ્રત્યે પુરૂષનું કેવું મેહાંધપણું હોય છે ? હું મોટી છતાં મારી ઉપેક્ષા કરીને પેલી રૂકિમણું નાની હોવા છતાં તેને કેટલું માન આપે છે. મારે ઘેર આવીને સૂતેલા કૃષ્ણને એટલે પણ નેહ મારા ઉપર નથી કે આવું સુગંધી દ્રવ્ય મને નહી આપતાં રુકિમણના રૂપ લાવણ્ય અને સૌંદર્યની અભિવૃદ્ધિને માટે રૂકિમણીને ત્યાં જઈને એને આપશે.” આ પ્રમાણે બેલતી અને ક્રોધથી મનમાં અનેક જાતની કલ્પનાઓ કરતી. કૃષ્ણને ઉંઘી ગયેલા માનીને ધીમે ધીમે ખેસના છેડે રહેલી ગાંઠ છોડીને કુંકુમચંદનથી યુક્ત સુગંધી દ્રવ્યને બે હાથે મસળવા લાગી. મસળીને રૂકિમણીથી અધિક રૂપ ધારણ કરવાની ઈચ્છાથી તે દ્રવ્યનું પોતાના મસ્તક અને બે પગે વિલેપન કરતી બોલવા લાગી કે રુકિમણ કરતાં મારૂં રૂપ અને મારું સૌભાગ્ય અધિક થાઓ. ! જેથી કૃષ્ણ મારે વશ થાય.” આ પ્રમાણે પતિના માનની અભિલાષા કરતી સત્યભામાને બોલતી સાંભળીને કૃષ્ણ તરત જ મોઢું ઉઘાડીને હસતાં હસતાં બોલ્યાઃઅરે પ્રિયે, અરે મુગ્ધા, તે આ શું કર્યું ? આ તો તારી શક્યના મુખનું ચાવેલું તાંબૂલ છે. તું આટલી કલાવાન, હુંશીયાર અને ચતુર હોવા છતાં કેમ ઠગાઈ ગઈ ? તે વિના વિચારે મોઢાનું ચાવેલું તાંબૂલ શરીરે ઘસ્યું ? ખરેખર, તારી પંડિતાઈ વખાણવા લાયક છે હ!” આ પ્રમાણે બલીને કૃષ્ણ બે હાથે તાલીઓ પાડતા, આંખ અને કપિલથી અભિનય કરતા સત્યભામાને ખૂબ જ હસવા લાગ્યા. તેની ઘણું ઘણું મશ્કરી કરતા બોલ્યા - સેપારી, લવિંગ આદિ સુગંધી દ્રવ્યથી યુક્ત તાંબૂલ રુકિમણીએ ચાવીને પીચકારીમાં નાખતાં વચમાંથી મેં લઈ લીધેલું. એવા નિઘ દ્રવ્યથી જગતમાં પ્રસિદ્ધ લાવણ્યશાલિની એવી તે શરીરે કેમ વિલેપન કર્યું ? જે મારે પવિણ, ચિત્રિણી, હસ્તિની અને શંખિની એમ ચાર પ્રકારની પત્નીઓ છે, તે બધામાં તું મહા હોંશીયાર છે. સહુથી મોટી છે. તું સૌભાગ્યશાલિની છે. અને તું મારી પ્રાણવલ્લભા છે. મને તું પરમઈષ્ટ છે. તું મારી મુખ્ય પટ્ટરાણી છે, આવી ચતુર હોવા છતાં પણ એંઠા તાંબૂલનું વિલેપન કરવાથી ખરેખરી ઠગાઈ ગઈ” આ પ્રમાણે વારંવાર કહેતા અને હસતા કૃષ્ણ ઉપર ગુસ્સે થઈને સત્યભામા બોલીઃ- અરે, મૂહ, એમાં હસે છે શું ? વર્ષો સુધી ભગવેલી અને ઘણે સ્નેહ આપનારી પ્રિયાની ગ્યાચની વિચારણા એકાંતમાં કરાય છે. એમાં કંઈ બોલવાનું હોતું નથી ! શિશુપાલને આપેલી ભીષ્મરાજાની પુત્રી રુકિમણીને બલાત્કારે તમે લાવ્યા છો તે મારે પણ તેને નાની બહેન તરીકે માનવી જ જોઈએ. જગતમાં જે ઉત્તમપુરૂષ હોય છે તે બીજાને આપેલી કન્યા ભલે રૂપવતી હેવા છતાં પણ તેનો સ્વીકાર કરતા નથી. અને તમે તે પેલા બિચારા શિશુપાલ પાસેથી આંચકીને લાવ્યા છે, એમાં શું તમારૂં ગૌરવ છે ? ખેર, મારી, સરખામણીમાં તે તે એક નાની બાલિકા છે. તેના મલમૂત્રને સાફ કરી પવિત્ર કરા