________________
સર્ગ-૫
૧૫૯
यत्त्वया कथ्यते नाथ. तत्सर्वमपि संदरं । अहं जानामि नाथत्वात, प्रमाणं हि प्रभोर्वचः ।। ९७ ॥ त्रुटिः श्रवणयोर्येन, जातरूपेण जायते । केनापि यद्यपि श्रुत्यो-स्तन्नैव परिधीयते ॥ ९८ ॥ तथापि हस्तयोलग्नं, पूर्वकर्मानुभावतः । सर्वथा मुच्यते तन्न, सुवर्ण हि मनीषिणा ॥ ९९ ॥ अदो वचनमाकर्ण्य, रुक्मिण्या वदनोद्भवं । अमंदानंदसंदोह-स्तं जगाद जनार्दनः ।। ३००॥ यदि ब्रवीषि देवीत्थं, स्नेहिनी तदिदृक्षया । त्वदीयवचसा तुष्ट-स्तस्या यास्यामि मंदिरं ॥१॥
ઉગ્રસેનરાજાની પુત્રી પટ્ટરાણી સત્યભામાને મારા સ્વામિ કૃણે ક્યા અવગુણથી ત્યાગ કર્યો હશે? મારે એ અવગુણ જાણવું જરૂરી છે. કેમકે મારામાં એ અવગુણ પ્રવેશે નહી. એ અવગુણથી શ્રીકૃષ્ણ મારો પણ ત્યાગ ના કરો આ પ્રમાણે જીવનપર્યત કૃષ્ણના પ્રેમને ચાહનારી રુકિમણી વિચારે છે. એવામાં એક વખત રતિક્રીડાથી વિશેષ આનંદિત બનેલા કૃષ્ણને રુકિમણીએ મધુર અને પ્રેમાળ વચનથી પૂછયું: “સ્વામિન, રૂપલાવણ્ય અને સૌન્દર્ય શાલિની એવી મારાથી મેટી સત્યભામા નામની અગ્રમહિષી (પટ્ટરાણું) સાંભળી છે. તે આપની પ્રિયાને મેં કયારે પણ જોઈ નથી. હજીસુધી આપ તેના ઘેર ગયા નથી? “આ પણ સ્ત્રી છે મારા માનપાન નેહથી અભિમાની ન બની જાય,’ એમ વિચારી કૃષ્ણ તેની આગળ સાચે સાચું બોલ્યા: પ્રિયે, તે સત્યભામા રૂપવતી હોવા છતાં ખૂબ અભિમાની છે. અભિમાની પત્ની પિતાના પતિને ગમતી નથી. લેકમાં પણ કહેવાય છે કે શરીરની શોભા વધારનારૂ, સુખ દેનારૂ આભૂષણ હોવા છતાં કાનને તોડી નાખનારું હોય તેવું આભૂષણ કેણ પહેરે ? ” કૃષ્ણના વચન સાંભળીને રૂકિમણું ભયભીત બની ગઈ (ખરેખર પતિથી કેને ડર ના હોય ?) “મારામાં અભિમાન આવી જાય તે મારી પણ એ દશા થાય. ખરેખર, અહંકાર મહાબલવાન હોય છે. અહંકાર કરવા જેવું નથી.” આ પ્રમાણે ભય પામેલી રૂકિમણીએ કહ્યું – “નાથ, આપે જે કહ્યું તે બરાબર છે આપ મારા સ્વામિ છે. આપનું વચન પ્રમાણ છે છતાં અવિનય માફ કરજો, હું એક વાત પૂછું છું:- કાનને તોડી નાખનારું આભૂષણ કેઈનથી પણ પહેરી શકાય નહી, પરંતુ તે કાનનું આભૂષણ છે તે સુવર્ણ (સોનુ) ને? તે પૂર્વપુણ્યના પ્રભાવથી મળેલા સુવર્ણને કોઈપણ બુદ્ધિશાળી પુરુષ ત્યાગ કરી દેતો નથી” આ પ્રમાણે રૂકિમણીના મુખમાંથી નીકળેલાં કોમલ વચન સાંભળીને શ્રીકૃષ્ણ અત્યંત ખૂશ થઈને બોલ્યા - દેવી, જે તારી ઈચ્છા હોય અને તારે તેને જોવાની ઈચ્છા હોય તે તારા વચનથી સંતુષ્ટ થયેલે હું ક્યારેક સત્યભામાને ઘેર જઈશ,
अन्यदा शुक्लशर्वर्या, स्थितमस्ति शिरोगृहे । मिथः प्रेमप्रपूर्णाभ्यां, दंपतीभ्यां यदृच्छया ॥२॥ परिपक्वान्यशुष्काणि, कीटकाभक्षितानि च । नागवल्लीदलानीह, तदा दासी वराणि च ॥३॥ एलालवंगकपुर-पूगीखदिरसारयुक् । वर्ण्यजातिफलाद्याढयं, द्रव्यमप्यानयद्वरं ॥ ४ ॥ युग्मं ॥