________________
સર્ગ-૫
૧૪૯.
સૈનિકે કાન વિનાના, કેટલાક આંખ વિનાના, કેટલાક હાથ પગની આંગળીઓ વિનાના તો કેટલાક સૈનિકે મસ્તક વિનાના થઈ ગયા. તેમાંના કાયર સૈનિકે પોતાના ઈષ્ટ દેવને અથવા પિતાની માતાને કે પિતાના પિતાને યાદ કરતા કરૂણ સ્વરે આક્રંદ કરી રહ્યા હતા. દુષ્ટ એવા આ એકલાએ આપણને મારી નાખ્યા, છતાં મરતા મરતા પણ એની સાથે યુદ્ધ કરે.” આ પ્રમાણે બોલતા શૂરવીર યોદ્ધાઓ ગળીના પૂંછડાની જેમ કપાઈ ગયેલા અંગેવાલા અથવા નિજીવ બની ગયેલા હોવા છતાં પણ પોતાના હાથમાં રહેલા શાને કંપાવતા હતા. આ પ્રમાણે પિતાની સેનાની બેહાલી જોઈને કોધિત બનેલ ફિમકુમાર પિતાના સેવકને ઉત્તેજિત કરતે આગળ આવ્યો. આવીને જોશથી ધનુષ્યને કાન સુધી ખેંચીને બલભદ્રને મારવા માટે તીણ બાણ ફેકયું. પરંતુ જેનું પુણ્યબલ હોય છે તેને પરાભવ કઈ કરી શકતું નથી. તેમ રુકિમકુમારના બાણથી રામના શરીર પર કેઈ નુકશાન થયું નહી.
ગાંઠાવાળા વાંસનું પરસ્પર ઘર્ષણ થવાથી જેમ અગ્નિ પ્રગટ થાય છે તેમ બલભદ્ર રૂકિમકુમારના યુદ્ધમાં પ્રચંડ ક્રોધ ઉત્પન્ન થયે. તે બનેના વધતા ક્રોધરૂપી અગ્નિની પ્રચંડ જ્વાલાઓથી દૂર રહેલું સૌન્યરૂપી વન પણ બળવા લાગ્યું. જ્યાં સુધી સૈન્યરૂપી વનમાં ભયંકર અગ્નિ પેદા થાય ત્યાં સુધીમાં તો બલભદ્ર નાગપાશ નામનું બાણ ફેકયું. તે નાગપાશ બાણમાંથી છૂટેલા વિકરાલ નાગો બલવાન એવા રૂકિમકુમારને વીંટળાઈ ગયા. તેને પક્ષપાત કરવા આવેલા તેના પિતા ભીષ્મરાજાને પણ રૂકિમકુમારની જેમ નાગે વીંટળાઈ ગયા. આ પ્રમાણે દઢ નાગપાશથી બંધાઈ ગયેલા પિતા પુત્રને લઈને રૂકિમણીની પાસે રથમાં મૂક્યા અને રુકિમણીને બલભદ્રે કહ્યું – “ભ, આ તારા પિતા અને બંધુના મુખ ઉપરથી માખીઓ ઉડાડવાનું કામ કર.” કૃષ્ણ પણ બલવાન એવા શિશુપાલની સાથે વિવિધ પ્રકારના શથી ભયંકર યુદ્ધ કરતા લોકોને લોભ પમાડતા હતા. શિશુપાલ અને કૃષ્ણને ક્રોધથી ભયંકર યુદ્ધ કરતા જોઈને આકાશમાં રહેલ નારદ ખૂશ થઈ નાચવા લાગ્યા.
શિશુપાલે યુદ્ધમાં જરાપણ મચક નહી આપવાથી કૃષ્ણ ભુરખ (અઆ જેવું) નામનું બાણ મૂક્યું. તે સુરક શએ શિશુપાલના દાઢી-મુછ ભ્રકુટી અને માથાના સમસ્ત વાળ (કેશ) લઈ લીધા. તેથી કૃષ્ણને બમણો જયજયકાર થ.
દાઢી-મૂછ અને માથાના વાળ એકલા શિશુપાલના ગયા, પરંતુ તેથી શત્રુનું શૌર્ય, ચૈતન્ય અને સઘળું તેજ હરાઈ ગયું. “ રાજાના શરીરમાંથી જે શૌર્ય, બલ, વીર્ય અને તેજ ચાલ્યું જાય તો બાકી શું રહે ? તે આવા નિવીર્ય અને ચૈતન્યહીન એવા શત્રુને મારવાથી શું ?' આમ વિચારી કૃષ્ણ દિવસે આકાશમાં નિસ્તેજ રહેતા ચન્દ્ર જેવા તેજહીન શિશુપાલને દયાવડે જીવતે છેડીને ત્યાંથી ચાલ્યા ગયા.