________________
સર્ગ-૫
૧૭
અતુલ બલ છે તે મારા પર કરૂણા કરીને યુદ્ધમાં મારા પિતા અને બંધુને વધ કરશે નહી. તેઓને મુક્ત કરી દેશે. સ્વામિન, હું આપની પાસે મારા પિતા અને બંધુની ભિક્ષા યાચુ છું. મને આપ વચન આપો કે તે બન્નેને અભયદાન આપશો.”
પ્રસિદ્ધિમાન અને પરાક્રમી એવા શિશુપાલને છોડીને અપરિચિત અને અણજાણ એવા મારે જેણે સ્વીકાર કર્યો છે, મારા પ્રત્યે એકાંત અનુરાગિણી બની છે, એવી રુકિમણીને મારે આ અવસરે વચન આપવું જ જોઈએ.” એમ વિચારી વિષ્ણુએ તેને વચન આપ્યું. તેથી હર્ષિત બનેલી રૂકિમણીએ કહ્યું - “નાથ, શત્રુઓની સાથેના સંગ્રામમાં આપને સંપૂર્ણ વિજય થાઓ !” આ પ્રમાણે કેમલ અને મધુરવાણીથી કૃષ્ણને નવાજ્યા. रिपुं सबलमालोक्य, जानतापि हरेर्बलं । जगदे बलदेवेन, ज्येष्टो हि लघुचितकः ।। ५८ ॥ वरीवर्ति बृहत्सैन्यं, शिशुपालोऽपि दुर्धरः । प्रातस्ततस्त्वया तूर्ण, कार्या काचिद्वयवस्थितिः ५९॥ शिशुपालो दुरात्मास्ति, भ्रातस्त्वां च वदामि तत् । अहं तमेव जेष्यामि, समस्तामपि तच्च ॥६०॥ रामप्रोक्तं समाकर्ण्य, कृष्णोऽवादीदमर्षतः । वराकोऽयं कियन्मात्रः, शिशुपालः पुरस्तव ॥६१॥ परमेनं दुरात्मानं, मुधाभिमानमालिनं । अहमेव च जेष्याम्या रोप्य स्पंदन एव तां ॥६२॥ संस्थाप्य रुक्मिणी कांतां, शतांग एव वेगतः। योध्धुं वीराधिवीरौ तौ, सत्त्वमालंब्य निर्गतौ॥६३॥
વડિલે હરપળે નાનાઓની ચિંતા કરતા હોય છે.” તેમ બલભદ્ર કૃષ્ણનું બળ જાણતા છતાં પણ કહ્યું –“ભાઈ આપણી સામે સૈન્ય છે. અને શિશુપાલ પણ દુર્ધર યોદ્ધો છે, તે તારે જલદીથી કેઈ વ્યવસ્થા કરવી જોઈએ. શિશુપાલ દુરાત્મા છે, તે તું કહે તો હું શિશુપાલન અને તેની સમસ્ત સેનાને જીતી લઉં.” રામના વચન સાંભળીને ક્રોધથી કૃષ્ણ બોલ્યાઃ “આ રાંકડો શિશુપાલ તમારી આગળ કોણ માત્ર છે? એ મિથ્યાભિમાની દુરાત્માને તે હું જ જીતી લઈશ.” એમ કહી રૂકિમણને રથમાં બેસાડીને સત્વનું આલંબન લઈ બંને મહાબલી હૈદ્ધાઓ યુદ્ધ કરવા માટે વેગથી બહાર નીકળ્યા.
प्रचचाल बली विष्णुः, शिशुपालेशसन्मुखं । संकर्षणोऽप्यमर्षेणो-दिश्यापि निखिलां चमू॥६४॥ एकाकिनं समायांतं, समालोक्य त्रिविक्रमं । दर्शनादुल्लसद्वैरः, शिशुपालः समुत्थितः॥६५॥ युद्धं दृष्ट्वा तदा घोरं, मुकुंदशिशुपालयोः । सैनिका अपरे क्षुब्धा, नष्ट्वा दूरं स्थितास्तदा ॥६६॥ कंठीरवस्य गोविंदे, द्विपस्य शिशुपालके । समालोक्योभयोयुद्ध, कल्पनां चक्रिरे जनाः ॥६७॥ अपरां श्वापदाकारां, बाहिनी बलिनीमपि । चिंतयन्नात्मनः सिंह–साम्यं च युयुधे बलः ॥६८॥ क्ष्वेडयैव च हुंकार-वाचयैव तदीयया । प्रणष्टाः सर्वतः केचि-सुभटाः कातरा इव ॥६९॥