________________
૧૪૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
બંને ભાઈઓને નાશ થશે. સમુદ્રના ઉછળતા તરંગે જેવું શિશુપાલનું સૈન્ય ક્યાં અને એકાકી સુકુમાળ એવા આ બે ભાઈઓ ક્યાં? મારા નિમિત્તે યુદ્ધ થશે અને મારા નિમિત્તે આ બંનેનું મરણ થશે. તેથી મારાથી વધીને દુર્ભાગિણી બીજી કેણ સ્ત્રી હોઈ શકે ?” આ પ્રમાણે મનમાં ચિંતા અને વિષાદ કરતી રડતી રુકિમણીને જોઈને બલભદ્ર કૃષ્ણને કહ્યું, “તારા જે બલવાન પુરુષ હેવા છતાં પણ, આવડું મોટું સૈન્ય જોઈને વિષાદ કરતી અને અશપાત કરતી રૂક્રિમણી ભયભીત બની રહી છે? તે તારા શૌર્યનું શું કરવાનું ? તુ તેના સામું તે જે, એ કેવું રૂદન કરી રહી છે? પહેલા તો તેને આશ્વાસન આ૫ અને તારા અતુલબલ અને તારી વિદ્યાની તેને ખાતરી કરાવ.”
આ પ્રમાણે બલભદ્રના કહેવાથી વિષ્ણુએ રૂકિમણીને આશ્વાસન આપવા માટે કહ્યું – “હે સુન્ન, તું જરાયે ખેદ કરીશ નહી. દેવી, અંધકાર સમાન મોટા સૈન્યને જોઈને સૂર્ય શું ભય પામે ખરો? મારી પાસે રહેલી એવી તું શા માટે કરે છે? ગગનમાં સૂર્યને ઉદય થવાથી અંધકાર જેમ ભાગી જાય તેમ અંધકાર જેવું આ પ્રબલ સૈન્ય મારાથી ચારે દિશામાં ભાગી જશે. વળી જે તારી ઇચ્છા હોય તે તારા દેખતા જ આ બધા સૈન્યને અને તેને સ્વામિઓને એક ક્ષણમાત્રમાં યમસદનમાં પહોંચાડી દઉં !”
પિતાના સ્વાર્થની સિદ્ધિ માટે કોને ચિંતા ના હોય ! માટે તું જરાયે ગભરાઈશ નહી.” આ પ્રમાણે કૃષ્ણ કહેવા છતાં પણ રુકિમણ ખેદને મૂકતી નહિ હોવાથી પોતાના બળની ખાતરી કરાવવા માટે વિષ્ણુએ તેણીના હાથમાં રહેલી વસ્ત્ર રત્નની મુદ્રિકા લઈને બે હાથની હથેલીમાં ક્ષણમાત્રમાં રોળી નાખી તેનું સૂમ ચૂર્ણ કરીને રૂકિમણીના હાથમાં સ્વસ્તિક (સાથીયા)નું આલેખન કર્યું. તેમજ એક શ્રેણીમાં દૂર રહેલા સાત તાલવૃક્ષને અર્ધચન્દ્ર બાવડે શેરડીના ટુકડાની જેમ લીલામાત્રમાં છેદી નાખ્યાં ! પિતાના પતિનું આવું લેકાતીત બલ જોઈને આશ્ચર્ય પામી તેની અદ્દભુત શક્તિને મનમાં વિચારવા લાગી :- “મારા પ્રાણપ્રિયનું આવું અદ્ભુત પરાક્રમ છે તે તે ક્રોધમાં આવીને મારા પિતા અને બંધુને વધ કરી નાખશે. પાછી મનમાં આ ચિંતા થવાથી વધારે દુઃખી થઈ. પ્રાયઃ કરીને સ્ત્રીઓને માતા-પિતા બંધુ આદિ પિયરીયા વધારે વહાલા હોય છે.”
મારા બલ અને શક્તિની આટલી પ્રતીતિ કરાવવા છતાં હજુ આ કેમ ઉદાસીન રહી છે? તેની ઉદાસીનતાનું કારણ શું હશે? પૂછું તો ખરો. “પંડિતોએ નવવધૂના ચિત્તને સ્થિર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ.” એમ માનીને વિષ્ણુએ કહ્યું: ‘પ્રિયે, મેં તને મારા પરાક્રમની આટલી પ્રતીતિ કરાવવા છતાં તારા મનમાં બીજી કઈ ચિંતા છે? તું કેમ બોલતી નથી? તારા દિલમાં જે હોય તે તું કહી શકે છે. આ પ્રમાણે વિષ્ણુએ વારંવાર કહેવાથી અશુપાત કરતાં લજજાથી રુકિમણીએ કહ્યું -“સ્વામિન, જગતમાં ચમત્કારી એવું આપનું