________________
૧૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કે :
;
*
પ્રાય: કામાસક્ત સ્ત્રીઓ પરિવારને પણ ત્યજી દે છે, અને પિતાનું મને ઈચ્છિત પૂર્ણ કરે છે. તે પ્રમાણે રૂકિમણી પણ પિતાના સંઘળા પરિવારને ત્યાગ કરીને હાથમાં પૂજા લઈ મંદ મંદ પણે ચાલી નીકળી, સાર્થ શબ્દ હરિણીની જેમ આમ તેમ જોતી હૃદયમાં વિષ્ણુનું ધ્યાન કરતી અશોક વૃક્ષની નીચે કામદેવની મૂર્તિ પાસે જ્યારે આવી ત્યારે નિકુંજની પાછળ રહેલા વિષ્ણુ રુકિમણુને જોઈને વિચારે છે -શું આ કોઈ દેવી છે? કિન્નરી છે કે વિદ્યાધરી છે? આ કુમારીનું મુખ શ્યામ અબડાના ચિહથી ખરેખર પૂર્ણિમાના ચન્દ્રની સમાનતાને ધારણ કરે છે. તેના કાજળયુકત ને ખંજન પક્ષીની જેમ શોભે છે. તેને કંઠ શંખ સમાન છે. અને તેના બને સ્તને તે ખરેખર કુંભના આકારે શોભી રહ્યા છે. તેના સુકુમાળ હાથ-પગનાં તળીયાં તે કોકનદ સમાન લાલ છે. તેની ભુજાઓ માલતીની માલા જેવી સુંદર છે. રાજહંસ સમાન ગતિને કરનારી એવી આ કુદરીના બને નિતંબે એક સરખા શોભી રહ્યા છે. તેની બન્ને જંઘા કેળના સ્તંભ જેવી સુકેમળ અને તેના પગ કાચબાની પીઠ જેવા ઉભડક તેમજ તેણીના નખે કોમળ અને રક્ત રત્નની જેમ શોભે છે. આ પ્રમાણે વિષ્ણુએ દૂરથી રુકિમણીને જોઈ ત્યારે મનમાં કોઈ દેવીની કલ્પના આવી ગઈ. જ્યારે નજીકમાં આવીને જોઈ ત્યારે જ કૃષ્ણને નિશ્ચય થયું કે “નહી નહી આ કોઈ દેવી નથી પરંતુ માનવીય શ્રી જ છે. ખરેખર બ્રાએ જગતની સ્ત્રીઓના રૂપ લાવણ્ય એકઠા કરીને જ આવું શ્રી રત્ન ઘડયું છે. ધન્યવાદ છે. બ્રહ્માના અપૂર્વ કૌશલ્યને! આ પ્રમાણે મનમાં વિચારતા કૃષણ સર્વલક્ષણયુક્ત રૂકમણિને જોઈને કુંજમાંથી બહાર નીકળ્યા. यदि मत्सुकृतेनात्रा-गतः स्याद् द्वारिकेश्वरः । दीयतां च वनांतान्मे, सांतर्हितश्च दर्शन ॥ ८२ ॥ पत्यौ स्नेहसूचा ई-मेव यावज्जगाविति । विविक्ते मिलिता कांता, स्वमनो हि प्रकाशयेत् ॥ ८३॥ मामेवामिलपत्येषा, नान्यमिति त्रिविक्रमः। निर्गत्य पुरतो भूत्वा, तस्थिवान् बलदेवयुक् ।। ८४ ॥
1
ti
મારા મહાન પુણ્યથી પ્રેરાઈને દ્વારિકાધિપતિ શ્રીકૃષ્ણ જે અહીં આવ્યા હોય તે મને તાત્કાલિક દર્શન આપ.” આ પ્રમાણે પતિનાં સ્નેહને સૂચિત કરવા માટે ના હોય તેમ રુકિમણીએ પ્રાર્થના કરી. ખરે ખર એકાંતમાં સ્ત્રીઓ પિતાના મનને પ્રકાશિત કરે છે.
પિતાના પ્રત્યે અનુરાગિણી એવી રૂકિમણીનું વચન સાંભળીને બલભદ્રની સાથે શ્રીકૃષ્ણ તેની સમક્ષ આવીને ઊભા રહ્યા.
सापि तं सुन्दराका रं, रूपेण स्मरसन्निभं । अनुमानेन वैकुंठ, रमणं तमकल्पयत् ॥ ८५ ॥ प्रकल्प्य रमणत्वेन, तमेव गुणसेवधि । मत्वा स्वं तत्कलत्रत्वं, हिया सास्थादधोमुखि ॥ ८६ ॥ मा लग्यात्तुष्टिदृष्टि में, तस्याभीक्ष्णं निभालनात् । इतिवाधोमुखी भूमि-मंगुष्टेन लिखत्यभूत् ।।८७॥