________________
સગ -૪
૧૪
છે. ” આ પ્રમાણે વિચારી કૃષ્ણ અને બલભદ્ર બંને ભાઈઓ શસ્ત્ર-સરંજામ સહિત વાયુવેગી રથમાં બેસીને મધ્યરાત્રિએ દ્વારિકામાંથી રવાના થઈ ગયા. रहोयाने बलानीव, शस्त्राण्येव बलाच्युतौ । जानंतौ भूरिशः शीघ्र, सार्थे तान्येव बभ्रतुः ॥३२॥ प्रद्योतनरथौपम्यं, धरतं वेगतो रथं । समारुढौ बलोपेन्द्रा-वेयतुः कुंडिनांतिकं ॥३३॥ दृश्यते रिपुविस्तारो, महानावां तु रंहसा । द्वावेवात्र समायातौ, पद्धतिः का करिष्यते ॥३४॥ बिचारे क्रियमाणे च, समाचख्यौ हली हरिं । यत्रैकाकी भवेत्सिंह–स्तत्र किं श्वापदैः परैः ।३५॥ राममुवाच कृष्णोऽपि, भ्रातस्तवानुभावतःा मनागप्यावयोीति–नास्ति कुतोऽपि वैरितः।।३६॥ द्वौ तौ च सत्वकलितौ बलधैर्यवर्या-वात्मीयशक्तिविजिताखिलदुष्टदस्यू । श्रीकुंडिनाभिधपुरस्य समीपवयु-द्यानं समेयतुरनोकहराजमानं ॥३७॥
इति पंडितचक्रचक्रवर्तिपंडितश्रीराजसागरगणिशिष्यपंडितश्रीरविसागरगणिविरचिते श्रीसांबप्रद्युम्नचरित्रे रुक्मिणीपाणिग्रहणाय श्रीकृष्णराजस्य कुंडिनपुरोपांतकाननागमनकथनो नाम चतुर्थः सर्गः समाप्तः ॥ श्रीरस्तु ॥
શસ્ત્ર એ જ એમનું વિશાલ સૈન્ય છે, એમ જાણતાં બંને ભાઈઓ રસ્તામાં પિતપોતાના શસ્ત્રાને સંભાળી રહ્યા. સૂર્યના રથની જેમ તીવ્રગતિએ દોડતા રથ ઉપર આરૂઢ થયેલ ઈન્દ્ર અને બલીન્દ્રની જેમ કૃષ્ણ અને બલભદ્ર કુંડિનપુરની નજીકમાં આવી ગયા. દૂરથી જોયું તે ત્યાં કુંઠિનપુરની ચારે બાજુ શત્રુસેના પથરાયેલી જોઈ વિચારવા લાગ્યા.
અરે, આમાંથી આપણે રસ્તે કેવી રીતે કાઢીશું?' વિચારી રહેલા કૃષ્ણને બલભદ્રે કહ્યું ભાઈ, મુંઝવણમાં કેમ પડી ગયા ? જ્યાં એક સિંહ હોય ત્યાં હજારે હરણિયાઓનું શું ગજું?’ કૃષ્ણ બલભદ્રને કહ્યું –“ભાઈ, તમારા પ્રભાવથી મને કોઈ પણ શત્રુને જરાપણ ભય નથી. આપણે બે છીએ પછી ભયને કોઈ સ્થાન નથી. બલવાન, વૈર્યવાન, સત્વશાલી, તેમજ પોતાના પરાક્રમથી સમસ્ત શત્રુઓને જેમણે જીતી લીધા છે એવા બને ભાઈઓ-શ્રીકૃષ્ણ અને બલભદ્ર કુડિનપુરની સમીપના અનેક વૃક્ષોથી સુશોભિત ઉદ્યાનની નજીકમાં આવ્યા.
આ પ્રમાણે પંડિતેમાં ચક્રવતી સમા શ્રી રાજસાગરગણીના વિદ્વાન શિષ્ય પંડિત રવિસાગરગણીએ રચેલા શ્રી શાબ પ્રદ્યુમ્ન ચરિત્રમાં રુકિમણી સાથે પાણિગ્રહણ માટે શ્રી કુંડિનપુર નજીકના ઉદ્યાનમાં શ્રીકૃષ્ણના આગમન સુધીનું વર્ણન કરતે ૪૩૭ લોક પ્રમાણ ચતુર્થ સર્ગ સમાપ્ત.