________________
સર્ગ-૪
૧
श्रीकुंडिनपुरे कुंडा-नुकारे संपदंबुभिः।राजते निजतेजोभि-भीष्मराजो जिताहितः ।। ८३ ॥ तस्य प्रिया प्रियालाप-कलापाठविचक्षणा । वलक्षलेक्षणैर्देवी-वाऽस्ति किंनु पतिव्रता ।। ८४ ॥ तया पतिव्रताधर्म-भाक्त्वेन सुषुवे ऽङ्गजः । समग्रोदग्रसंग्राम-राजद्विजयराजितः ॥८५ ॥ शंकरस्य यथा सूनुः, समभृच्छिखिवाहनः । यथेंद्रस्य जयंतश्च, तस्य रुक्मिसुतस्तथा ॥८६॥ अन्या च तनया न्याय-भूयो विनयसंयुता । योगिनामपि चेतांसि, कंपयती कलावतां ।। ८७ ॥ पुरंदराद्यथोत्पन्ना, जयंती नामतोंगजा। पारावाराद्यथा लक्ष्मी-हिमाचलाद्यथा शिवा ।। ८८॥ यथा सरस्वती धातु-चंद्रतश्चंद्रिका यथा। तथा भीष्मनृपाजाता, रुक्मिणी विश्रुता सुता॥ ८९॥
સંપત્તિરૂપી જલથી પરિપૂર્ણ કુંડના આકારે રહેલા શ્રીકુ નિપુર નગરમાં શત્રુઓને માટે ભયંકર એ પરાક્રમી ભીષ્મ રાજા રાજ્ય કરે છે. તેની પ્રિયભાષિણી, લક્ષણવંતી, વિદૂષી અને પતિવ્રતા એવી શ્રીમતી નામની રાણી છે. તે દંપતી, શંકરનો જેમ કાર્તિક સ્વામી અને ઈન્દ્રને જેમ જયંત નામે પુત્ર છે તેમ યુદ્ધ કલામાં વિશારદ રૂકિમકુમાર નામનો પુત્ર છે. અને ઇન્દ્રની જેમ જયંતી, સમુદ્રની જેમ લક્ષમી, હિમાલયની જેમ પાર્વતી, બ્રહ્માની જેમ સરસ્વતી, ચન્દ્રની જેમ ચન્દ્રિકા તેમ કલાકાર અને ગીપુરૂષના પણ ચિત્તને ચંચળ બનાવી દે તેવી સુંદર રૂપવતી “કિમણી” નામની પુત્રી છે.
शिशुपालाय सा दत्ता, सहोदरेण रुक्मिणा । गतेन भवनं तस्य, मानितेन मुहुर्मुहुः ।। ९० ॥ मणीवात्यद्भूताभाभी, रुक्मिणी रमणीषु सा। अपृष्ट्वैव स्वपित्रादीन्, ददे संग्राममानतः ॥ ९१ ॥ तांदत्वा यावदागत्य, स्वजनानां पुरोजगौ । समस्तै रपि तत्ताव-त्स्वीकृतं योग्यतावशात्।। ९२ ॥ मिथस्तयोविवाहाय, लग्नं पित्रादिभिः शुभ।पृष्टं नैमित्तिकस्यासा-वपि तद्वीक्ष्य दत्तवान् ।। ९३ ॥ माधश्वेताष्टमीघस्र, नक्षत्रेच शुभे विधौ । समस्ति लग्नमादत्तं, रुक्मिणीशिशुपालयोः ॥ ९४ ॥
એક વખત શિશુપાલની મદદે ગયેલા રૂકિમકુમારે તેના શત્રુને વશ કરી આપવાથી શિશુપાલ રૂકિમકુમારને આદરપૂર્વક પિતાને ત્યાં લઈ ગયા. ત્યાં શિશુપાલે રૂક્નિકુમારને ઘણું સન્માન આપ્યું. ઉત્સાહિત બનેલા રૂકિમકુમારે માતા પિતાને પૂછયા વિના જગતની સ્ત્રીઓના રૂપ સૌન્દર્યમાં એક રેખા સમાન મણ જેવી તેજસ્વી પિતાની બેન રૂકિમણીને શિશુપાલને આપી. કંડિનપુર આવીને માતા પિતા સ્વજન વિગેરેને વાત કરી. રૂમિકુમારની વાતને બધાયે વધાવી લીધી. માતા પિતાએ શિશુપાલ અને રુકિમણીના લગ્ન તિષીને પૂછીને નકકી કર્યા. તે મહાસુદ અષ્ટમીના શુભ મુહૂર્ત લગ્ન નિશ્ચિત થયાં છે. ૧૭