________________
સગ-૪
૧૧૭
एको दत्ते द्वितीयोऽपि, प्रतिगृह्णाति हर्षतः । एको-भुक्ते एको भोज-यत्यादरविशेषतः॥५१॥ एको गुह्यं वदेदन्यः, प्रपृच्छति छलोज्झितं । इति षड्लक्षणैः प्रीति-स्तयोः समभवद् दृढा॥५२॥
“હર્ષ પૂર્વક એક બીજાને આપવું–લેવું, આદરથી એક બીજાને પ્રીતિ ભેજન કરવું કરાવવું, તેમજ અરસ પરસ એક બીજાથી કંઈ પણ ગુપ્ત રાખવું નહીં, આ પ્રમાણે પ્રીતિના છ લક્ષણે
જ્યાં હોય ત્યાં ગાઢ મૈત્રી થાય છે.” રૂઝિમકુમાર અને શિશુપાલની આ રીતની ગાઢ મૈત્રી થઈ जित्वा पल्लीपतिं दुष्टं, शिशुपालेश आगतः । इति ज्ञात्वा पुरे लोकैः, प्रवेशस्योत्सवः कृतः॥५३॥ कुमारेण समं भूपः, समागत्य पुरे निजे । परस्परविनोदैश्च, प्रीत्या कालमवाहयत् ॥५४॥ प्रारभ्याद्यदिनादंत्य-दिनसादृश्यमेव हि । जानन् प्रीतौ कियंत स, कालं तत्र स्थितो मुदा ॥५५॥ गेहं जिगमिष रुक्मी, मिलितुं पितरौ निजौ। संमदादन्यदादत्त, त्वां सुरूपवती कनीं ॥५६॥ विशेषेण ततोऽपीष्ट-गजाश्वादिप्रदेशनैः । संतोषितस्ततोऽचालीत् , कन्यादानं हि तुष्टये ॥५७॥
દુષ્ટ પલ્લીપતિ ઉપર વિજય મેળવીને આવેલા પિતાના રાજાને જાણીને નગરવાસી લોકોએ શિશુપાલન ઘણુ ઠાઠથી નગર મહોત્સવ કરાવ્યું. રૂકિમકુમાર સાથે પોતાના નગરમાં આવીને પરપરના વાર્તા વિનોદમાં ઘણે સમય પસાર થઈ ગયા. પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી એક સરખી પ્રીતિને ધારણ કરતા રૂકિમકુમારે માતા પિતાને મળવા માટેની ઉત્કંઠાથી શિશુપાલને કહ્યું – હવે મારે અહીંથી ત્વરાએ જવું જોઈએ. માટે આપ મને આજ્ઞા આપો” એમ કહીને સંબંધને દઢ બનાવવા માટે પોતાની રૂપવતી બેન રૂકમણીને આપવા માટેનું વચન આપ્યું. અને શિશુપાલે પણ રૂમના દાનથી ખૂશ થઈને હાથી, ઘોડા, રથ, પાયદલ વિગેરે આપીને રૂકિમકુમારને ખૂબ સ તેષ આપે. सन्मानितो महीशेन, यदा रुक्मी निकेतने । युद्धे जयं समादाय, दत्वा त्वां समुपागतः॥५८॥ तदा नत्वा पितुः पादान् , तस्थिवानुचितास्पदे । वृत्तांत शिशुपालेश-मिलनाद्यमचीकथत ॥५९॥ प्रवृत्तौ क्रियमाणायां, कुशलप्रश्नपूर्वकं । रुक्मिणी शिशुपालाय, मया दत्तेति सोऽवदत् ॥६०॥ साधु साधु त्वया रुक्मिन , कृतमेतन्मनीषिणा । सर्वेऽपि बांधवास्ते चा-वीवदन्निति हर्षतः ॥६१॥
શિશુપાલથી સન્માનિત થયેલા રૂઝિમકુમાર પિતાના નગરમાં આવ્યા. વિજય પ્રાપ્ત કરીને આવેલા પુત્રને ભીમ રાજાએ ઘણા સત્કાર અને સન્માનથી વધાવ્યો. રૂકિકુમાર પણ પિતાને નમસ્કાર કરીને ઉચિત સ્થાને બેઠા. ત્યાર બાદ રસ્તામાં શિશુપાલ સાથેનાં મીલનથી માંડીને પલ્લી પતિને કેવી રીતે છત્ય, વિગેરે વૃત્તાંત વિસ્તારથી કહીને. પોતે પિતાની મેને રૂક્ષમણીને શિશુપાલને આપી તે પણ વાત કરી. આ વાતથી ખૂશ થઈને પિતાએ રુકિમણુમારને કહ્યું -“સારું સારૂં, આ તે બહુ સારું કર્યું. આ રીતે રાજા પ્રધાન-તેમજ બંધુવર્ગે પણ આ વાતને આનંદથી વધાવી લીધી.