________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
समायातः पुमान् गेह-मभ्युत्थानेन वा गिरा । यदि संतोष्यते तहि, स्वेस्यैव गौरवं भवेत् ॥ २३ ॥ इति स्तुतिमयैर्वाक्यैः, स्नेहलैविनयान्वितैः। नारदं प्रीणयामास, वासुदेवो मुदा तदा ॥२४॥
સજજન પુરૂષે પિતાને ત્યાં આવેલા શત્રુને પણ આદર આપે છે તે આ ઋષિમુનિનું વધારે બહુમાન કરવું જોઈએ.” એમ વિચારીને રામ-કૃણે ઊભા થઈને, હાથ જોડી વિનયપૂર્વક નારદને પિતાના સિંહાસન ઉપર બેસાડયા. તેમની સામે બેસી કુશલ-ક્ષેમ પૂછી વિનયપૂર્વક ઊંચે સ્વરે સ્તુતિ કરતા કૃણે કહ્યું -સ્વામિન, આજે હું કૃતાર્થ થયે. આજે મારો ભાગ્યોદય થયે. મારે અવતાર સફળ થયે. આજે મને સર્વ અર્થની પ્રાપ્તિ થઈ. અને આજે મારૂં કલ્યાણ થયું. આજે મને ઘણે હર્ષ થયા. મારી બુદ્ધિ સફળ થઈ. મારે મેહધકાર નષ્ટ થ. સ્વામિન, આપના દર્શનથી મારા રોમેરેામ વિકસિત બન્યા છે. જે લેકે ઘેર આવેલા અતિથિને આદર સત્કાર અને મીઠા વચનથી સંતોષ આપે છે. તેમાં પિતાનું જ ગૌરવ વધે છે. આ પ્રમાણે નેહ અને વિનયયુક્ત કૃષ્ણની સ્તુતિથી નારદજી ખૂબ જ ખુશ થયાં. नारदोऽपि जगादोच्चै-ानितः सत्कृतोऽपि च । चेन्नागमिष्यमत्राहं, द्वेधापि पुरुषोत्तम !॥२५॥ तदाह्लादप्रदानानां, सज्जनानां भवादृशां।रामादिपार्थिवानांचा-भविष्यदर्शनं कुतः॥२६॥युग्म।। उभयोरपि संतोषे, संजाते वाग्विलासतः । द्वितीये विष्टरे कृष्णः, स्थितोऽवग्नारदाज्ञया ॥२७॥
કૃષ્ણની સ્તુતિથી પ્રસન્ન થયેલા નારદ બોલ્યા- “હે પુરૂષોત્તમ ! જે હું અહીં ના આવ્યો હત તે બન્ને લાભથી વંચિત રહેત ! તમારા જેવા સજજન અને સદાનંદી પ્રતાપપુરૂષના અને રામ આદિ સહદયી રાજાઓનાં દર્શન કયાંથી થાત ? ' આ પ્રમાણે અરસપરસની સ્તુતિ ગર્ભિત વાણીથી સંતુષ્ટ થયેલા નારદની આજ્ઞાથી કૃષ્ણ બીજા સિંહાસન ઉપર બેઠા. कांताकाननसंमोहं, विनार्जिततपोनिधिः । अद्भुतं कामचारीह, शीलरत्नधरोऽप्यसि ॥२८॥ भूयो भूपसभामध्ये, परदेशेषु गच्छसि । चारु चित्तचमत्कार-करं किंचिद्विलोकितं ॥२९॥
કૃણે કહ્યું વામિન, આપ સ્ત્રીઓ પ્રત્યેના અનુરાગથી રહિત છે. મહાતપસ્વી અને અભૂત શીલરત્નના ધારક છે. છતાં બધે જ સ્વેચ્છાપૂર્વક ફરનારા છે! તે પરદેશમાં ઘણા રાજાઓની રાજસભામાં પણ જાય છે તે ત્યાં બધે ઘણું ઘણું આશ્ચર્યકારી ઘટનાઓ જોઈ હશે? सोऽप्यूचे कृष्ण भूरिष्व-परदेशपदेषु च । महतामपि भूपानां, पर्षत्सु जग्मिवानहं ।। ३० ॥ किंतु ते नगरीतल्या, न दृष्टा नगरी मया । तव नीतिसमा नीति-न क्वापि ददृशे पुनः॥३१॥ धर्मस्य स्थापको याह-ग्वतसे त्वं जनार्दनाधर्मसंस्थापकोऽन्यत्र, न दृष्टः क्वापि तादृशः ॥ ३२ ॥ यावदेवमुभौ वार्ता, प्रकृर्वातो मिथो मुदा । तावत्तत्र त्रिलोकेशः, क्रीडन् श्रीनेमिरागतः॥३३॥