________________
સંગ-૪
अंतःपुरेषु भूपानां, गत्वा स्त्रीरूपदर्शनं । कथाहास्यविनोदानां, करणं तासु निर्भय ॥११॥ प्रवर्तनं यदृच्छामिः, स्मरसंहारतः क्षणं । कुतूहलेन भूपाला-दिषु संग्रामकारणं ॥१२॥ तथापि मानसब्राह्मी-वपुःशुद्धया स्वजन्मतः।अद्भुतं नारदस्यैत-त्तस्य शीलस्य पालनं ॥१३॥
કઈ સ્ત્રીના તિરસ્કારથી, કઈ દરિદ્રતાથી, કોઈ વ્યાધિ કે કોઈ વૃદ્ધાવસ્થાથી સ્ત્રીને સંગ કરી શકતા નથી. કેઈ જંગલમાં જઈને, કોઈ પર્વતની ટોચે, કઈ એકલા રહીને, કોઈ ઘરબાર છેડીને, તો કેઇને સામગ્રી નહી મળવાથી તે કઈ રાજદબાણથી અથવા કેઈને સુંદર સ્ત્રી નહી મલવાથી બ્રહ્મચર્યને પાળે છે.
જ્યારે નારદ તે રાજાઓના અંતપુરમાં જઈને રાણીઓના રૂપને જોવા, તે લોકેની સાથે હાસ્ય-વિનેદ-વાર્તાલાપ વિગેરે નિર્ભય થઈને કરે છે. ઈચ્છા મુજબના ખાનપાન અને પિતાની કુતૂહલવૃત્તિથી રાજાઓને પરસ્પર ઝઘડા કરાવવા, આટલું હોવા છતાં મન વચન કાયાથી આજન્મ નિર્મલ અને અદ્દભુત બ્રહ્મચર્યનું પાલન કરે છે. ખરેખર બ્રહ્મચર્ય પાલનથી મનુષ્યને સિંહાદિ શિકારી જાનવરોને ભય હોતો નથી, વિદ્યાઓની પ્રાપ્તિ, ભાગ્ય-સૌભાગ્ય અને સર્વ પ્રકારની સિદ્ધિઓ મળે છે. मत्वेति रामकृष्णाभ्या-मभ्युत्थानादिकं कृतं।तत्र तस्य समेतस्य, विहायोगतिविधया ॥१४॥ कमंडलुजटाधारी, कलिकारी परस्परं । निजचेतस्यहंकारी सर्वचारी नभश्चरः ॥१५॥ एवंविधोऽपि पूज्यः स, ग्राह्यः सर्वनृपादिभिः। सिद्धिं यात्यल्पसंसारी, ब्रह्मचारी यतोऽनिशं॥१६॥ रक्तः श्रीजिनधर्मे च, विरक्तः कामिनीरते । आसक्तः स्वप्रतिज्ञाया-मनासक्तश्छलाशये ॥१७॥
આકાશગામિની વિદ્યાથી આવેલા નારદ ઋષિને રામ-કૃષ્ણ ભિા થઈને આદરસત્કાર કર્યો. કમંડલ અને જટાધારી, કલિપ્રિય, અહંકારી અને સ્વર્ગ મૃત્યુ અને પાતાલ આ ત્રણે લોકમાં સર્વત્ર ફરનારા નારદને સવે રાજાએ પૂજ્ય માનતા હતા. જિનધર્મમાં રક્ત, સ્ત્રી ઓથી વિરક્ત, સ્વ પ્રતિજ્ઞા પાલનમાં આસક્ત, છલ કપટમાં નિરાસક્ત અને દઢ બ્રહ્મચારી નારદ અલપ સંસારી થઈને મેક્ષ ગતિને પામે છે.
स्त्रनिकेतनप्राप्तस्य, बहुमानं रिपोरपि । यदि प्रदीयते तहि, किं मुनेर्गुणिनां नृणां ॥ १८ ॥ विमृश्येति सरामेण, मुकुंदेन विवेकिना । अभ्युत्थाय निजे सिंहा-सने स उपवेशितः ॥ १९ ॥ निवेश्य तत्र तं कृष्णः, स्वागतप्रश्नपूर्वकं । उवाच विनयेनोच्चैः, स्वामिन्नद्य कृतार्थितः ॥२०॥ अद्यभाग्योदयो जातो-ऽवतारः सफलो मम । अद्य सर्वार्थसंसिद्धि-रद्य भद्राण्यनेकशः ॥ २१ ॥ अद्य मे परमा प्रीति-रघ वा महती मतिः ।अद्य मे परमा ख्याति-दद्यानीतितमोहतिः ॥ २२ ॥ ૧૩