SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. અહિં વિશેષ વ્યાન આપવું અપ્રસ્તુત છે. અહિં કહેવાને પ્રસ્તુત ફક્ત એટલું જ છે કે, યજ્ઞશ્રીના રાજ્યનાં છેટલાં વર્ષોમાં ભારતના ઘણાખરા પ્રદેશો કનિષ્ક અને યજ્ઞશ્રી એ બન્નેના તાબામાં હતા અને તેમાં યજ્ઞશ્રીના તાબામાં ભારતનો વિશાળ ભાગ હતે. બાલશ્રીએ પિતાના લેખમાં યજ્ઞશ્રીને જે રીતે વર્ણવે છે તેમાં કદાચ, થેડી ઘણી અતિશયોક્તિ હશે, પરંતુ તે વર્ણન મોટા ભાગે સત્યને અવલંબી કરાયેલું હોય એમ લાગે છે અને તેથી આપણે કહી શકીએ કે, યજ્ઞશ્રી એક સમર્થ રાજકર્તા ઉપરાંત અનેક સદગુણથી સંપન્ન પણ હતા. શરૂઆતમાં તે શક આદિ વિદેશી જાતિઓ પ્રતિ, કદાચ, અનિવાર્ય જણાયાથી ઉગ્ર બન્યું હોય, પણ પાછળથી તેની સજજનતાએ સર્વત્ર શાન્તિ સજાવી હશે, એમ જે આપણે માનીએ તે તે વધારે પડતું નથી. આ આધ્રરાજાના મૃત્યુ બાદ આ% સામ્રાજ્ય પર તેને પુત્ર (વાશિષ્ઠીપુત્ર) ચત્રપણ (પુમાવી સાતકણ) આવ્યું હતું, અને તેથી હવે આપણે એ આદ્મરાજાને આલેખીએ. ચત્રપણું ૧૧ વર્ષ, મ. નિ. ૧૯૪–૬ ૦૫ (વિ. સં. ૧૮૪–૧૯૫, ઈ. સ. ૧૨૭–૧૩૮) (ગૌ૦૫૦) યજ્ઞશ્રી (સાક)ની પછી અવન્તિનું આધિપત્ય, જે આદ્મ સમ્રાટના હાથમાં આવ્યું, તેનું વિશેષ નામ સંપૂર્ણ ખાત્રીથી આપવું મુશ્કેલ છે. તે મત્સ્યપુરમાં પુલમા” નામે અને બ્રહ્માંડપુમાં “શાતકર્ણિ” નામે નેંધાયેલ છે. તેની દાદી (પ્રપિતામહી કે પિતામહીં?) બાલશ્રી પિતાના લેખમાં તેને વાશિષીપુત્ર “પુલોમાયિ” તરીકે ઉલ્લેખે છે, જ્યારે મહાક્ષત્રપ રુદ્રદામા પિતાના ડંખમાં તેનું નામ “શાતકર્ણિ” આપે છે. મી. ટોલેમી પિતાના ગ્રન્થમાં તેને “પુમાવી' નામથી ઓળખાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે મળી આવતાં સાધનમાં તેની જે ઓળખ અપાઈ છે તે કુલ અને બિરુદને જ લગતી હેઈ, તેમાંથી આપણને વિશેષ નામ જાણવા મળતું નથી. આવી સ્થિતિમાં આ આ~રાજાનું નામ મેં “ચત્રપણ” નેંધ્યું છે અને તે વિશેષ નામ તરીકે, તે ફક્ત નાના ઘાટને એક લેખ, કે જે વાશિષ્ઠીપુત્ર ચતરપન શાતકર્ણિના ૧૩ મા વર્ષને છે, તે પરથી ઉપજાવેલા અનુમાનનું પરિણામ છે. રુદ્રદામાએ જેને બે વાર હરાવ્યું હતું તે શાતકર્ણિ, નાનાઘાટના લેખમાં જણાવેલા વાશિષ્ઠીપુત્ર ચતર૫(ફ)ન શાતકર્ણિથી જુદે નથી એમ મારું અનુમાન છે. શ્રી જયસ્વાલજી એ અંશમાં મારા અનુમાનની સાથે સહમત છે. મી. પાઈટર પણ પોતાની સૂચિમાં નં. ૨૨ તરીકે (વાસિ.) ચતરવટ શાતકણિને નેધે છે તેથી તેઓ પણ મારા અનુમાનને અનુકૂલ છે. આમ છતાં મારી નેધમાંના નં. ૧૭ ના આ આદ્મરાજાનું વિશેષ નામ કેઈ અન્ય સાધનથી અન્ય જ નિશ્ચિત થતું હોય તે તેની સામે વાંધો હોઈ શકે નહિ; પરંતુ એ નિર્ણય ન થાય ત્યાં સુધી મારે મારા અનુમાનને વળગી રહી આ રાજાને ચત્રપટ્ટ તરીકે જ આલેખવાને રહ્યો. શ્રી. જાયસ્વાલજી આ ચત્રપણને ચકરથી ભિન્ન માનતા નથી, પરંતુ મારી ધમાં
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy