________________
ાવ'તિનું આાધિપત્ય
પહેલાં કહેવાયું છે કે, જ્યારે ચન પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્ર આદિ પ્રદેશ આન્ત્રો પાસેથી પડાવી રહ્યો હતા, ત્યારે કુશાન રાજા ‘વિમ’ ભારતના ઉત્તર પ્રદેશાને જીતતા પશ્ચિમી મધ્યદેશ તરફ આગળ વધી રહ્યો હતા. કહે છે કે, તેણે આખા પંજાબ અને પશ્ચિમી મધ્યદેશ જીતી લઈ પેાતાના વિશાળ સામ્રાજ્યમાં જોડી દીધેા હતા અને તે તેનો વહીવટ પાતે નીમેલા પ્રતિનિધિ (સત્રપેા) મારફતે ચલાવતા હતા. આન્ય સામ્રાજ્યે શિવશ્રીશાતકીના રાજ્ય દરમિયાન ગુમાવેલા અને વિમના વિજયથી કુશાન સામ્રાજ્યે મેળવેલા ઉપરીક્ત ઉત્તર ભારતના ઢશે વિમના મૃત્યુ સમયે કે ત્યાર બાદ કુશાન સામ્રાજ્યમાં રહ્યા હોય એમ લાગતુ' નથી, કારણુ કે, વિમના મૃત્યુ ખાદ કેટલાંક વર્ષ (આશરે ૧૨ વર્ષ) સુધી તેની ગાદી ખાલી રહ્યા પછી, જે દેવપુત્ર કનિષ્ક કુશાન રાજ્ય પર આવ્યેા હતા તેને એકવાર ફરીથી ઉત્તર ભારત જીતવા પથો હતા, એમ કહેવામાં આવે છે. કુશાન સામ્રાજ્યના કબજામાંથી પંજાખ અને પશ્ચિમી મધ્ય દેશને પડાવી લેનાર. કયી શક્તિ હશે એ સંબંધમાં કઈ કઈ સંશોધકે એવું અનુમાન કરે છે કે, આ સમયે ભારતની એવી સમર્થ શક્તિ સાતવાહના સિવાય અન્ય કોઈ ન હોવાથી તેમણે જ વિને-શ્રીકસના પુત્ર ઋષિકને મારી નાખી ઉપરાત પ્રદેશા પાછા મેળવ્યા હતા. તે એ અનાવ ઈ. સ. ૭૮ થી પૂર્વે અનેલે માનતા હોઇ, એ સમયના સાતવાહન રાજાનું નામ વિષમશીલ–વિક્રમાદિત્ય ક૨ે છે. શ્રીયુત જાચસ્વાલજી તેને કુન્તલ સાતકણિ તરીકે એળખાવી રહ્યા છે. હું કુશાન રાજા વિના મૃત્યુ સમય ઈ. સ. ૧૧૦ પછી લઈ જતા હાઈ મારી નોંધેલી આન્ધ્રવ ંશીય સાલવારી પ્રમાણે તે સમયે ગેા॰ પુ॰ યજ્ઞશ્રી સાતકર્ષિનું અસ્તિત્વ હતું, નહિ કે વિષમશીલ-વિક્રમાદિત્ય (શાલિવાહન ) મું; અને તેથી ઉપરોકત અનુમાન કે કલ્પનાની સાથે સહમત થવું એ મારા માટે અશકય છે. વિરૂદ્ધ; મારું અનુમાન એવું છે કે, શિવશ્રીસાતકના સમયે આન્ધ્ર સામ્રાજ્યના હાથમાંથી કુશાન વિમના હાથમાં જતા રહેલા ઉત્તર ભારતના પંજામ આદિ પ્રદેશ સદાયને માટે જતા રહ્યા હતા. કારણ કે, વિમના રાજ્યનાં છેલ્લાં અને તે પછીનાં વર્ષોમાં હયાત–દક્ષિણ અને મધ્યભારતના ઘણાખરા પ્રદેશના રાજા-યજ્ઞશ્રીશાતકીના તામામાં ઉત્તરભારતના પ્રદેશેા હોય એમ, તેના તાબાના પ્રદેશાની નોંધ લેતા ખાલશ્રીના સારરૂપે ઉપર લખાયલા લેખ પરથી જાણવા મળતું નથી. કનિષ્કને ઉત્તર ભારતના પંજામ આદિ પ્રદેશ જીતવા પડયા છે તેનુ કારણ એમ પણ હાઈ શકે કે, કુશાન વિમ પછીની અરાજકતાના સમયે ત્યાંના પૂર્વ નીમાયલા સત્રપે સ્વતન્ત્ર બનીને રાજ્ય કરતા હોય, અને તેઓ ગમે તે કારણે કનિષ્કના તામામાં રહેવાને તૈયાર ન હોય, મને લાગે છે કે, કનિષ્ક વિના કોઇ રીતે સંબંધી હશે, પણ તે તેના રીતસર વારસ ન હેાવા જોઇએ, અને તેથી તેના રાજ્યની શરૂઆતમાં તેની સત્તાને સ્વીકારવા સૌ કાઈ તૈયાર નહિ હોય. પરિણામે, તેને ઉપરલા હિંદના રાજાની મદદ મેળવી ઉત્તર ભારતને જીતવા પડ્યો હેાય તે ના નહિ. આ પછી કનિષ્ઠે સાકેત અને મથુરાથી આગળ વધી મગધ વિગેરેને પણ જીતી લીધા હતા, પરંતુ એ હકીકતનું