SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ બવંતિનું આધિપત્ય એ ચકોર પછી ત્રીજા નંબરે હોઈ ભિન્ન વ્યક્તિ છે. શ્રી. જાયસ્વાલજીની સંશોધિત આધવંશાવલીના રાજાઓને ક્રમ અને સાલવારી તદ્દન વિભિન્ન હોઈ તેની સાંગોપાંગ ચર્ચા કરવી અહિં અશકય છે. રાજમાતા બાલશ્રી પિતાના લેખમાં પિતાના પુત્ર ગૌતમીપુત્ર (યજ્ઞ) શ્રીશાતકર્ણિના તાબાના પ્રદેશોની નોંધ લે છે તે સર્વ પ્રદેશો ચત્રપણને વારસામાં મળ્યા હતા, પરંતુ બાલશ્રીને એ લેખ ચત્રપણુ (વાશિષ્ઠ પુત્ર પુલમાયિ)ના રાજ્યના ૧૯મા વર્ષે એટલે મ. નિ. ૬૧૩, ઈ. સ. ૧૪૬ માં લખાયે, ત્યારે તેના હાથમાં તેને વારસામાં મળેલા સુરઠ કુકુર અપરાંત અનૂપ આકર અવંતિ વિગેરે દેશો ન રહ્યા હતા. કારણ કે, બાલશ્રીના લેખ પછી ૪ વર્ષે એટલે મ. નિ. ૬૧૭, ઈ. સ. ૧૫૦ (સં. ૭૨) માં લખાયેલા રુદ્રદા. માના લેખમાં એ દેશોનું સ્વામિત્વ તેનું-રુદ્રદામાનું જ લખાયું છે. એ લેખ પરથી સ્પષ્ટ સમજાય છે કે, રુદ્રદામાએ એ લેખ લખાયો તેથી કેટલાંક વર્ષ પૂર્વે–ઈ. સ. ૧૪૬ થી પણ પૂર્વે ક્યારેક, શાતકણિને-વાશિષિપુત્ર ચત્રપણુ પુલમાયિને ખુલ્લા યુદ્ધમાં બે વાર હરાવ્યું હતું અને તેની પાસેથી ઉપરોક્ત સૌરાષ્ટ્ર આદિ દેશો પડાવી લીધા હતા. ગૌતમી બાલશ્રી, તેને લેખ લખાયે તે સમયથી ૧૯ વર્ષ પૂર્વે થઈ ગયેલા. પિતાના પુત્ર શાતકર્ણને, દક્ષિણાપથને જેમાં સમાવેશ થાય છે એવા દક્ષિણ ભારતના અને તેની ઉત્તરના સંખ્યાબંધ પ્રદેશોને પતિ અને રાજા લખે છે; જ્યારે તે લેખ લખાઈ રહ્યો છે તે સમયમાં જ રાજ્ય કરી કરેલા પિતાના પુત્રના પુત્ર કે પૌત્રના માટે ફક્ત .(દક્ષિણા) પથેશ્વર એટલું જ લખી રહી છે. પુત્રના માટે અનહદ બિરુદાવલી લખાવનારી તે પિત્રના માટે બીલકુલ ચુપકીદી જ સેવે છે. બાલશ્રીના આવા પ્રકારના વલણથી પણ એ સ્પષ્ટ થાય છે કે, ચત્રપણે ઉપરોક્ત લેખ લખાયાની પૂર્વે સપરાજય સૌરાષ્ટ્ર આદિ અને અવંતિ આદિ દેશોને ગુમાવી દીધા હતા અને તે તેના પિતાએ મેળવેલી પ્રતિષ્ઠાને પુરેપૂરી સાચવી શકવામાં નિષ્ફળ નીવડ્યો હતો. લેખ લખાયાના સમયમાં તે દક્ષિણાપથને પતિ અને તે સિવાયના દક્ષિણ ભારતના ઘણાખરા પ્રદેશોને અધિપતિ હેઈ, બાલશ્રી લખે છે તેમ, “દક્ષિણાપથેશ્વર” હતો. તે સમયે તેના હાથમાં અવન્તિનું આધિપત્ય ન હતું અને તે સુરઠ વિગેરેને રાજા પણ ન હતો. ઉપર જણાવ્યા પ્રમાણે, ચત્રપણે મ. નિ. ૬૧૩, ઈ. સ. ૧૪૬ થી પૂર્વે કયારેક સૌરાષ્ટ્ર આદિ દેશો ગુમાવ્યા હતા એ નકી છે, પરંતુ એ દેશે ગુમાવ્યાને ચોક્કસ સમય આપવાનું સાધન નથી. બાકી, એ વાત નક્કી છે કે, તેના હાથમાંથી અવન્તિનું આધિપત્ય મ. નિ. ૬૦૫, ઈ. સ. ૧૩૮ (વિ. સં. ૧૯૫) વર્ષે સરી ગયું હતું. આ સમયે જ અવન્તિમાં શક રાજા ઉત્પન્ન થયો હતો કે જેણે ગર્દશિલ્લો પાસેથી નહિ, પણ આન્ધો પાસેથી અવન્તિનું આધિપત્ય મેળવ્યું હતું, એમ હું પહેલાં સમર્થન કરી ગયો છું. રુદ્રદામાને જૂનાગઢવાળો લેખ જોતાં, એ કહેવાની જરૂરીયાત ભાગ્યે જ હોય છે, જેના શ્રેથેમાં જણાવાયેલે એ શક રાજા રુદ્રદામા હતે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy