________________
અવંતિનું આધિપત્ય
૨૧૧
મિત્રનું નામ જોડી તેને બલમિત્ર-ભાનુમિત્ર તરીકે લખ્યો છે, જ્યારે બીજા પાછળના બલમિત્રને બલમિત્ર તરીકે જ લખે છે, કે જેથી તેઓને એક બીજાથી અલગ તરીકે ઓળખી શકાય. બીજા બલમિત્રને “વિક્રમાદિત્ય એવું અનર્થાન્તર નામ ધારણ કરવામાં પણ આ જ પ્રયોજન છે. હિમવંત રાવલી બલમિત્ર-ભાનુમિત્રને અશોકના પુત્ર તિષ્યગુપ્તના પુત્ર જણાવે છે. એ સિવાય કઈ પણ ગ્રન્થમાં આ બન્ને બલમિત્રેના વંશ કે પિતાનું નામ લખાયું હોય એમ લાગતું નથી. “પ્રભાવકચરિત'કારે બીજા બલમિત્રના નામને ત્રણ વાર ઉલ્લેખ કરતાં તેને શ્રીમાન, ધીમાન, યશસ્વી, કાલકાચાર્યને ભાણેજ, ધનંજયને પિતા, ભરૂચને રાજા, આવી જ રીતે વર્ણવ્યું છે.
થોડા થોડા અંતરે થયેલા ઉપરોક્ત બે બલમિત્રોને અલગ અલગ સમજવા માટે, જૈનગ્રન્થકારોને જ્યાં જયાં તેમના નામનો ઉલ્લેખ કરવાને પ્રસંગ આવ્યો ત્યાં ત્યાં તેમણે પ્રથમ બલમિત્રની સાથે તેના ભ્રાતા ભાનુમિત્રનું નામ જોડાયેલું જ રાખ્યું અને જયારે તેમને બીજા બલમિત્રના નામને ઉલ્લેખ કરવાની જરૂર પડી ત્યારે તેમણે તેના નામને ફક્ત “બલમિત્ર એવી જ રીતે આલેખવાની પરિપાટી રાખી, આમ છતાં ઠેઠ ચૂર્ણિકારોના સમયથી જ આ બે બલમિત્રોની ઓળખ સંબંધમાં બ્રાન્તિ જાગતાં મતભેદ પડેલો જોવામાં આવે છે, બીજે બલમિત્ર શરૂઆતમાં ભરૂચને શાસક રાજા હેઈ કાલકાચાર્યને ભાણેજ હતે તેના બદલે, શરૂઆતથી જ ઉજજયિનીના અધિપતિ બલમિત્ર-ભાનુમિત્ર એ બે ભાઈઓ કાલકાચાર્યના ભાણેજ હતા એવી માન્યતા નિશીથચૂર્ણિકારના સમયમાં પણ હતી, કે જેને ઉલ્લેખ એ ચૂર્ણિકારે પોતે જ કર્યો છે. ચૂર્ણિકારે એ માન્યતા કેટલાક આચાર્યોના નામે ચઢાવી તે તરફ પિતાની ઉપેક્ષાવૃત્તિ કે તટસ્થતા જ દાખવી છે. પિતાની માન્યતામાં તે તેમણે બલમિત્ર-ભાનુમિત્રને કાલકાચાર્યના ભાણેજ તરીકે નથી જ આલેખ્યા. ચૂર્ણિકારથી નિર્દેશ કરાયેલા એ કેટલાક આચાર્યોએ બલમિત્ર-ભાનુમિત્રને ગર્દભિલોદક કાલકાચાર્યના ભાણેજ માનતાં, તેઓએ તેમને ભરૂચના રાજા ધનંજયના પિતા બલમિત્રના સ્થાને ગોઠવી દીધા, પરિણામે, બલમિત્ર-ભાનુમિત્રથી નિર્વાસિત કરાયેલા શ્યામાચાર્યની નિર્વાસનની ઘટના ગર્દશિલ્લોછેદક કાલકાચાર્યના નામે ચઢી ગઈ. શ્યામાચાર્યનું નિર્વાસન ઉજજયિનીથી થયાના બદલે ભરૂચથી થયાની માન્યતા પણ કાલકાચાર્યને ભાણેજ બલમિત્ર હતું તેના બદલે તેમના ભાણેજ બલમિત્ર–ભાનુમિત્ર હતા, એ માન્યતામાંથી જ ઊભી થયેલી છે. બલમિત્ર–ભાનુમિત્ર અને બલમિત્ર એમની હયાતીને સમય, જૈન સાહિત્યમાં એમના સંબંધમાં સૂચિત ઘટનાઓના સમયે તેમનું સ્થળ અને ભિન્ન ભિન્ન સમયે આચાર્ય તરીકે વિદ્યમાન બને કાલકાચાર્યોની કેટલીક મહત્વભરી વિશિષ્ટતા, આ સર્વ હોવા છતાં પણ કેણ જાણે શા કારણથી બલમિત્ર-ભાનુમિત્ર અને બલમિત્ર એ બન્નેમાં એકતાની માન્યતા ઊભી થઈ, કે જેથી એ સમયના ઈતિહાસમાં ભારે ગોટાળો થઈ ગયો છે.
જેને કાલગણનાની ૪ રજિ- ઈત્યાદિ ગાથાઓ પ્રમાણે બલમિત્ર-ભાનુમિત્ર અને બલમિત્ર, એમની એકતા કઈ પણ રીતે બંધ બેસતી થતી નથી. કેઈ પણ જાતના પાઠા