SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ૨૦૯ પરથી આપણે શુદ્રકને જરૂર શકારિ કહી શકીએ. વળી આ શુદ્ધક વિકેમ કે વિક્રમાદિત્ય તરીકે કહેવાતું હોય એમ સાહિત્યગત ઉલ્લેખેથી સીધું કે આડકતરી રીતે જાણવા મળે છે. શૂદ્ર એટલે વિક્રમ એમ અમરકેશમાં કહેવાયું છે. શ્રી શત્રુંજયતીર્થ ઉપરના ધાર્મિક કાર્યમાં શાલિવાહનની સાથે વિક્રમાદિત્યનું અસ્તિત્વ હોવા વિષે જૈન સાહિત્યમાં ઉલ્લેખ થયેલ છે. આ ઉલ્લેખાયલે વિક્રમાદિત્ય, કૃષ્ણચરિત્રના કથનાનુસાર, “શકેને જીતી સંવત્સર ચલાવનાર, ઈન્દ્રના સરખો બલી, શાસશસ્ત્રવિદ્ વિપ્ર શૂદ્રક” જ હોવા સંભવ છે. આમ શુદ્રકના માટે કારિ, વિક્રમાદિત્ય અને સંવત્સરપ્રવર્તક, એ સર્વ ઘટી શકે છે, પરંતુ તે શ્રીકાલકાચાર્યે લાવેલા શકસાહિઓની સાથે લડનાર તરીકે કારિ નથી, તેમ શાલિવાહનની સાથે રહી ઉજજયિનીના વિક્રમાદિત્ય (બલમિત્ર)ની સામે લડનાર તે નામથી વિક્રમાદિત્ય નહિ; પરંતુ વિક્રમશક્તિ હોઈ પાછળના લેખકે ખરી રીતે કે ખોટી રીતે માને છે તેમ, કદાચ ઉપાધિથી વિક્રમાદિત્ય હશે. ધ્યાનમાં લેવા જેવી વાત છે કે, બૃહત્કથાના અનુવાદકે એ વિષમશીલ ( હાલ-ચાલવાહન)ને વિક્રમાદિત્ય લખે છે જ્યારે તેના આ સેનાનીને તે વિકમશક્તિના નામે જ લખ્યો છે. આ શકે સંવત્સર પ્રવર્તાવ્યું હોય એ સંભવિત નથી, છતાં તેણે સંવત્સર પ્રવર્તાવ્યો હોય તે, તે સંવત્સરનું નામ “વિક્રમ” રખાયું હોય, એ સંભવતું નથી. એણે અનુકરણ રૂપે વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરેલી હોવાથી કૃષ્ણચરિત્રના લેખકે તેના સંવત્સરને કલ્પનામાત્રથી જ “વૈશામ' લખી દીધે હશે, એમ લાગે છે. બાકી, ખરી રીતે એ સંવત્સરનું નામ “વિક્રમ” સિવાય કેઈ અન્ય જ રખાયેલું હશે, આ સર્વ ચર્ચા પરથી એ સિદ્ધ થાય છે કે, આન્દ્રભૂત્ય શૂદ્રક રાજા પણ કેઈ રીતે ચાલુ વિક્રમસંવતને પ્રવર્તક અને પૃથ્વીને અનુણ કરનાર વિક્રમાદિત્ય નથી. ઉપર જણાવેલા કેટલાક મહાન રાજાઓ જેમ વિક્રમાદિત્ય નામના નથી તેમ ઈ. સ. પ૨૪ થી ૫૩૦ ની વચગાળે હૂણો (મિહિરગુલ)ને હરાવનાર યશોધર્માને પણ ચાલુ વિક્રમ સંવતને ચલાવનાર વિક્રમાદિત્ય કહીએ તો તે પણ ઘટી શકે તેમ નથી. સંશોધકને માલવાન એ રાજાની પુરતી ઓળખ જ થઈ નથી. ૨૬ તેણે વિક્રમાદિત્યની ઉપાધિ (૨૨) જુ, ક0 સ૦ સારું અને બ૦ ક મં૦ ને અનામે ૧૮ મો અને ૧૦ મે વિષમશીલ નામે લંબક. (૨૬૩) આ યધર્મો વિક્રમની છઠ્ઠી સદીને રાજા છે. અબેરૂનીના લેખ પરથી જેઓ આ યશધર્માને કારૂર મુકામે હણના જતનાર તરીકે લખી તેને વિક્રમ સંવતને પ્રવર્તક માને છે તેઓને જવાબ આપતાં રા. બ. વૈદ્ય કહે છે કે, અલબેફનીના લેખનું પર્યાલયન કરતાં સમજાય છે કે, કારૂરનું યુદ્ધ, પ્રણો સાથેનું યુદ્ધ, કે જે ઈ. સ. ૫૪૪ માં થયું હતું, તેનાથી બહુ જ પહેલાં થયું હતું. વળી આ રાજા દૂણેની સાથે વિજય મેળવનાર હોવાથી દૂણરિ કહેવાય, નહિ કે કારિ. પ્રાચીન ભારતવર્ષના લેખક આ રાજાને પરમારવંશને લખી તેને સમય ઇ. સ. પ૩૪-૫૭૫ મુકે છે અને તેની ઉપાધિઓ વિક્રમાદિત્ય અને શિલાદિત્ય લખે છે. તેઓ કહે છે કે, એ પરમાર વંશને પહેલો પુરુષ છે. ૨૭
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy