SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. પુષ્યમિત્રોએ ફરજ પાડી હેય. કાલકાચાર્યને કસમયે નિર્વાસિત કરાવવામાં એ લીલા વૈદિક મન્ત્રીએ જ મુખ્ય ભાગ ભજવ્યું હતું એમ જૈનસાહિત્ય કહે છે. યુગપ્રધાન, દશપૂર્વધર, પ્રજ્ઞાપના સૂત્રના કર્તા, કાલકાચાર્ય કર્યું શ્યામાચાર્યનું જ ઉજજયિનીથી નિવસન થયું હતું અને કણવમન્કીની ખટપટને લઈ તેમને નિવસિત કરનાર આ જ બલમિત્ર-ભાનુમિત્ર હતા તથા ઉજજયિનીથી ચોમાસાની શરૂઆતના દિવસોમાં જ આ% સાતકર્ણીની રાજધાની પ્રતિષ્ઠાનપુર તરફ વિહાર કરી ત્યાં પહોંચ્યા બાદ પયુંષણાદિન પંચમીને ચતુથીમાં પરિવર્તન કરનારા આ સમયના જ કાલકાચાર્ય (શ્યામાચાર્ય) હતા, વિગેરે હકીકત મેં માશ “પર્યુષણ પર્વદિન પરિવર્તક આર્ય કાલક” એ મથાળાવાળા લેખમાં ૨૬ ચચી છે. છે. અહિં તો તેને બલમિત્ર-ભાનુમિત્રના સમયમાં તેમના હાથે ઘડાયેલી એક ઘટના તરીકે જ ઈમારે કરવામાં આવ્યું છે. સંભવ છે કે, ઉપરોક્ત નિર્વસનની ઘટના સમયે બલમિત્ર હયાત ન હોઈ, ઉજજયિનીનું આધિપત્ય ભેગવતે તેનો ભ્રાતા ભાનુમિત્ર કાચા કાનનો ને અવિચારી હોવાને લઈ તે કવમન્દીની લીલી દોરવણનો ભંગ થઈ પડયો હોય. પરંતુ આ વસ્તુ સિદ્ધ કરવાને કઈ પુરા ન હોવાના કારણે તે એક ક૯૫ના જ છે. આ બલમિત્ર-ભાનુમિત્ર પછી ઉજજયિનીનું આધિપત્ય બલમિત્રના પુત્ર નવાહનના હાથમાં આવ્યું એ નવાહનો-તેની ઓળખ વિગેરેને બહુ જ મતાંતર ભર્યો ખ્યાલ આપીએ તે પહેલાં, બલમિત્ર-ભાનુમિત્રના ૬૦ વર્ષના રાજત્વકાલમાં જૈનત્વની શી સ્થિતિ હતી તેને કઈ ઇસારે કરી લઈએ. યુગપ્રધાન આર્ય મહાગિરિજી સ્વર્ગસ્થ થયા તે પછી તેમનો ગણ–શિષ્ય સમુદાય આર્ય સુહસ્તિના ગણુ સાથે સાંગિકતાએક મંડલીમાં કરાતે આહારદિવ્યવહાર–રાખતે હતો કે નહિ તે વિષેને ઉલેખ પ્રાયઃ જોવામાં આવતું નથી, પરંતુ એ વાત તે નકી છે કે, શ્રી સુહસ્તિના નેતૃત્વ નીચે શ્રી શ્રમણ સંઘ એકરૂપ હતું. આ મહાગિરિજીના શિષ્યોમાંથી શ્રી બલિરસહ વિગેરે, પિતાના ગુરુએ આચરેલી જિનક૫તુલનાની પરંપરા ઓછાવત્તા રૂપે સાચવી રહ્યા હશે, એમ હિમવંત શૂરાવલી પરથી માલુમ પડે છે, પરંતુ સમય વીતતાં એ પરંપરા ચાલુ ન રાખવાનું તેમને અને તેમના શિષ્યને છેવટે ઉચિત લાગ્યું હોય એમ જણાય છે. શ્રીસ્વાતિ અને શ્રીશ્યા કાર્યને હિમવંત થેરાવલીમાં સ્થવિરકલ્પી તરીકે ગણાવ્યા છે ૨૭ તે પરથી લાગે છે કે, આર્ય બલિરૂપે જ પાછળથી (૨૨૬) જુ, જેન' પત્રને વિ સં. ૨૦૦૧ ને પર્યુષણાંક. પુ. ૪૪, અં. ૩૪, પૃ. ૪૩૩. (૨૭) ખારવેલે સાધુ સાધ્વીઓની પરિષદ બોલાવી હતી. તેમાં આવેલા સાધુઓને બે વિભાગથી જણાવ્યા છે. જેમકે -બલિસ્સલ, બેહિલિંગ, દેવાયરિય, ધમ્મસેણુ, નખત્તાયરિય આદિ ૨૦૦ સાધુઓને જિનાલ્પની તુલના કરનારા અને અજમસુદય-સુરવિદ્ધ, મિસાઈ, સામજજ આદિ ૩૦૦ સાધુઓને સ્થવિરક૯પી તરીકે વ્યવહાર કરનારા. અહિં થેરાવલીને એ મૂલપાઠ આવી રીતે છે–પુહિક तित्थयर-गणहर-परुधियं पवयणं वि बहुसो विणट्ठपायं णाऊण तेणं भिक्खुराय
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy