SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ અવંતિનું આધિપત્ય. સ્થવિકલ્પ પર જ ભાર મુકી જિનક૫ની તુલના કરવાનું અમુકશે અટકાવી દીધુ હેય. કોઈ વિશિષ્ટ પુરુષ જિનક૯૫ની તલના કરે તેની પરંપરા ચાલુ રાખવાથી ભવિષ્યમાં णिवेणं जिणपवयणसंगहई च संपइणिवुव लमणाणं णिगंठाणं णिग्गंठोणं य एगा परिसा तत्थ कुमारीपव्यय-तिथिम्मि मेलिया। तत्थण थेराणं अज्जमहागिरीणमणुपत्ताणं बलिस्सह-बोहिलिंग-देवायरिय-धम्मसेण-नक्खत्तायरियाह जिणकषितुलणतं कुणमाणाणं दुन्निसया णिग्गंठाणं समागया। अज्जसुट्ठिय-सुवडिबुड्ढ (पडिबुद्ध )-उमसाइ सामज्जा इणं थेरकप्पियाणं वि तिन्नि सया जिग्गंठाणं समागया + + + । (આ પછી આ પાણી આદિ ૩૦૦ સાધીઓ, ભિખુરાય-સીચંદ-ચુરણ–બ્રગ આદિ ૭૦૦ શ્રાવો અને ભિક્ષુરય રાજાની સ્ત્રી પુરસુમિત્તા આદિ ૭૦૦ શ્રાવિકાઓની એ પરિષદમાં હારી હેવાની વાત લખી છે ) હિમ૦ થેરા ૬ (મુદ્રિત) નંદીસત્રપટ્ટાવલી, કે જે માથરી-વચનાનુગત છે, તેમાં “વિગુત્ત રાઈ 'એ ગાથાથી હારિત ગેત્રવાળા સ્વાતિનું નામ બલિસ્સહ પછી આપેલું છે. મુતિ હિમવંત થેરાવલોના ૫ ૮ પર પણ એ જ ગાથા નેધેલી છે, પરંતુ અહિં સ્વાતના બદલે ઉમસ્વાતિ લખાય છે તેનું કારણ સમજાતું નથી. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી તપાગચ્છ પટ્ટાવલીમાં આ સ્વાતિને બલિરૂહના શિષ્ય અને સામાના ગુરુ તરીકે લખી રહ્યા છે અને તેમનું ગોત્ર હારિત હતું એ નિઃશંક છે, જ્યારે સંસ્કૃત સંક્ષિપ્ત સૂત્રાત્મક “તવાથ” અને તેના ભાષ્યના કર્તા ઉમાસ્વાતિ પોતે પિતાના ભાષ્યની પ્રશસ્તિમાં દીક્ષાગુરુ. તરીકે શેષનદ્ધિક્ષમણ અને વિદ્યાગુરુ તરીકે “મૂલ’ નામના વાયનાચાર્ય તથા ગોત્ર તરીકે કભીષણિ હેવાનું જણાવે છે. આથી સ્વાતિ અને ઉમાસ્વાતિ એ બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિ છે, એમ સાબીત થાય છે. વાલજી પટ્ટાવલી માં આર્યસહસ્તિ અને સ્પામાર્યની વચ્ચે ગુણસુંદરને યુગપ્રધાન ગણાવ્યા છે. માથુરી પાવલીમાં ઉપરોક્ત યુગપ્રધાન ગુણસુંદરના સ્થાને બલિસ્સહ અને સ્વાતિને ગણાવ્યા છે, તેથી સ્પષ્ટ છે કે, બલિસ્સહ અને સ્વાતિનો યુગપ્રધાનત્વાકાલ, ગુણસંદરનો યુગપ્રધાનત્વાકાલ જે મ. નિ ૨૦થી ૩૭૫ સુધી હતો તે જ છે. ખારવેલે પોતાના રાજ્યના ૧૩મા વર્ષે એટલે મ. નિ. ૩૧માં શ્રમય પરિષદ ભરી હતી તેમાં બલિહની હાજરી હતી તેથી સમજાય છે કે, તે પછી કયારેક સ્વાતિ યુગપ્રધાનપદે માવ્યા હશે અને મ. ન. ૩૭૫ સુધી-સ્થામાર્ય યુગપ્રધાનપદ પર આવ્યા ત્યાં સુધી રહ્યા હશે. આમ સ્વાતને સમય મહાવીરની ચોથી સદીના પૂર્વાધમાં નિશ્ચિત છે, જયારે ઉમાસ્વાતિનો સમય ચેકસ રીતે કથન કરવો એ બહુ જ મુશ્કેલ છે. સિરિ દુસમાકાલ સમણુસંધથયું (ધમધપરિ), તપાગચ્છદ્દાવલી (ઉ. ધર્મસાગરજીગણી), લોકપ્રકાશ (ઉ. વિનયવિજયગણી,) પદાવલીયારાહાર (ઉ. રવિ. વધનમણી ), વિગેરે પ્રથમ યુગપ્રધાન ઉમાસ્વાતિને જિનભદ્રગલ ક્ષમાશ્રમણ પછી નેખા છે. ત્યાં શ્રીજિનભદ્રને મહાવીરની બારમી સદીના પૂર્વાર્ધમાં એટલે મ. નિ. ૧૧૧૫ વર્ષો અને ઉમાસ્વાતિને બારમી સદીના લગભગ અંતે એટલે મ. નિ. ૧૧૯૦ વર્ષે સ્વર્ગસ્થ થયાનું લખાયું છે. આ લેખકે ઉમાસ્વાતિને યુગપ્રધાન તરીકે લખે છે. તેમની સાથે વાયા શખ જેઠતા નથી. તેથી સમજાય છે કે, વાચક ઉમાસ્વાતિથી આ યુગપ્રધાન ઉમાસ્વાતિ ભિન્ન છે. દિગંબર આચાર્ય પૂજ્યપાદે તત્વાર્થસત્ર પર સર્વાસિદ્ધિ નામની ટીકા લખી છે. તેમને સમય વિક્રમની પાંચમી છઠ્ઠી સદી મ. નિ. ની ૧૦ મી ૧૧મી પડી માનવામાં આવે છે, એ માન્યતા બરાબર હોય તો
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy