SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ અવંતિનું આધિપત્ય. એક ઇતિહાસસંગ્રહમાં અશોકના દાદા ચંદ્રગુપ્તને “' ના બિરુદથી ઓળખાવ્યો છે. ત્યાં કઈવાર અશોકને પણ પ્રિય દર્શન-વિવરણન' લખે છે, એટલે સમજાય છે કે, તે શબ્દ ખરી રીતે વિરલી-પ્રિયદર્શિન છે, અને આવી રીતે ચંદ્રગમ અને અશોક એ અનેને એક જ બિરુદ સાધારણ રીતે વપરાય છે. તે પછી તે અશોકનું વિશેષ નામ છે એમ શા આધારે કહેવાય ? “દેવાનાં પ્રિય પ્રિયદર્શી રાજ’ એ શબ્દો ચંદ્રગુપ્તાદિની સાથે સાધારણ ઉપાધિ આદિ રૂપ છે, નહિ કે એકલા અશોકની વિશેષ ઉપાધિ આદિ રૂ૫, તે પછી એ ઉપાધિ આદિથી પિતાને ઉલેખ કરી શિલા. ખેને કેતરાવતે એ કેણ રાજા હતે એની શોધ કરવાની રહે કે નહિ ? અશોકના ચરિત્રને આલેખતા એક લેખકને પણ આ પ્રશ્ન ઉઠે હોય તે ના નહિ; કેમકે તેમને એ પ્રશ્નનું સમાધાન કરવા મસ્કીના ગાલેખમાં વંચાયેલા “અશોકાણને શરણે જવું પડયું છે. જો કે એ લેખમાં કરાયેલો વિશેષ નામને ઉલેખ જોઈને તેમને વિચિત્રતા લાગી છે, અને એને “અમોઘવર્ષ ના દાન્તથી લલે બચાવ કરી મન મનાવવું પડયું છે. ૧૬૩ “પ્રાચીન ભારતવર્ષના લેઅક 3. ત્રિભોવનદાસ શાહને આ બચાવ ખુંચતે હે ઈ તેઓ અશેકના પૌત્ર સંપ્રતિને જ શિલાલેખને “દિવલી ના ' માને છે. પિતાની એ માન્યતાના સમર્થનમાં તેમણે ઘણું જ લખ્યું છે, તેને દિગદર્શનરૂપ સારાંશ આવી રીતે છે “કેટલાક જાણીતા સંશોધકોએ એલેકઝાન્ડર–સેલ્યુકસ નિકેટરના સમયમાં વિદ્ય માન સેકટસને ચંડાશક-અશોકના બદલે ચંદ્રગુપ્ત માની લીધા. પરિણામે અશોકના અંગેની કેટલીક હકીકતે ચંદ્રગુપ્તના નામે ચડાવી દીધી. અને એ રીતે અશોક ચંદ્ર ગુપ્તથી પાછલા સમયમાં જે સમયે રહેવું જોઈએ તેના કરતાં વધારે પાછલા સમયમાં મનાયે અને તેથી અશોકના પછી થયેલા રાજકર્તા પ્રિયદર્શી સંપતિના સમયની હકીકત અશોકના સમયની માની લેવાઈ. પરિણામે પ્રિયદર્શી અને તેના લેખ સંપ્રતિના નામે ચડવા જોઈએ તે અશોકના નામ પર ચડાવી દેવાયા. આ થયેલી મહાન ભૂલને લઈ હાલ અશોકના નામે ઓળખાતા શિલાલેખોને અર્થ બેસારવામાં ભારે તાણી તૂસીને કામ લેવાની ફરજ પડી છે, એટલું જ નહિ, પરંતુ સંપતિનું જૈન સાહિત્યમાં બહુજ સુપ્રસિદ્ધ એવું અસ્તિત્ત્વ પણ નહિવત્ કરી દેવાયું છે. પ્રિયદશીના લેખમાં તેને કતરાવનાર બૌદ્ધધર્મ અશોક હેય તે તેમાં બૌદ્ધત્વની જ અસર હેવી જોઈએ, પરંતુ તેમ નથી. તેમાં સામાન્ય રીતે બૌદ્ધત્વની અસર છે, પણ વિશેષત: જેનરવની જ ખાસ અસર છે. અહિંસા, તેને પાળવાના દિવસે વિગેરે શિલાલેખમાંની વિગતેને સંબંધ (૧૨) જેનું નામ “દીપવંશ’ છે. (૧૬) અશોકચરિત (ગુ. વ. સ.) રા. રા.દે. ૨. ભાંડારકરના અંગ્રેજી ગ્રંથના આધારે અતુ વાદક શ્રીયુત ભ, ભા. મહેતા. પૃ. ૪ થી ૬.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy