SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૧૨૧ જેટલો જૈનત્વની સાથે છે તેટલો બૌદ્ધત્વની સાથે નથી. ભાબ્રા” ના શિલાલેખમાં અને બીજા બે સ્તંભલેખોમાં પ્રિયદર્શીની બૌદ્ધધર્મપ્રતિ આદર સત્કાર, આનંદપૂજા અને કંઈક પ્રવૃત્તિ કરવાની બાબતે કોરાઈ છે, પણ કોઈ એક સમ્રાટ એવી રીતે પ્રજાના ધમોને સંભાળે તેથી એમ ન માની શકાય કે તે અમુક ધર્મને હતે. ઉપરોકત ત્રણ લેખે સિવાય પ્રાયઃ બાકીના બધા ય લેખમાં જ્યાં ત્યાં જૈનત્વ જ કરાયું છે. પ્રિયદર્શીની ‘ સંબંધપ્રાપ્તિ” અને “સંઘને મતભેદ” શિલાલેખોમાં આલેખાયેલી આ બે બાબતેને મેળ સંપ્રતિના જીવનની સાથે, અને આ મહાગિરિ તથા આર્ય સુહસ્તિના આચારની વિચારણાના અંગે મળી શકે છે. શિલાલેખમાં પ્રિયદર્શીના ધર્મપ્રચારની સાથે જંબુદ્વીપના લોકોને દેવેની સાથે મિશ્ર કરાયાનું ત્યાં લખાયું છે. સંપ્રતિના ધર્મપ્રચાર અને ચૈત્યનિર્માણની સાથે આ મળતી હકીકત છે. કલિંગની છત પણ અશકે નહિ, પરંતુ સંપતિએ રાજ્યાભિષેકનાં આઠ વર્ષ વીતતાં કરી હતી.” ખરે જ, ઉપરોક્ત કઈ કઈલેખકના પ્રશ્નો અને ડે. શાહે કરેલું પિતાની માન્યતાને સમર્થન, એ બહુ જ વિચારણીય છે. બહે ના અભ્યાસ ને સંશોધન બળે ભવિષ્યમાં કદાચ ‘fuથતિ' એ ભલેને સંપ્રતિ કરે, પણ હાલ તે અશોકના નામે ઓળખાતા એ લેખેને અભ્યાસ કરતાં તેમને પ્રિયદર્શી એ સંપ્રતિ હોવા વિષે શંકા જ રહે છે. કારણ કે જૈનસાહિત્યમાં સંપ્રતિનું જે રીતે જીવન આલેખાયું છે, તેમની કેટલીક મહત્વની બાબતેને ઈશારો સુદ્ધાં આ શિલાલેખમાં મળતો નથી, તેમ શિલાલેખમાંની કેટલી ય મહત્વની બાબતે જૈનસાહિત્યમાં બિલકુલ ઈશારે સુદ્ધાં નથી. વળી એ શિલાલેખોમાં જે યવનરાજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમને સમય, મહાવીર અને વિક્રમાદિત્ય વચ્ચે ૪૧૦ વર્ષનું અંતર માનનાર આ લેખની ગણતરીએ, સંપ્રતિના રાજત્વાકાલથી વહેલે પડે છે, ૧૬૪ એ પરથી પણ શિલાલેખમને “થિરિ' એ સંપ્રતિ ન હોય એવા સંભવને પુષ્ટિ મળે છે. આ અને એવાં બીજાં પણ કેટલાંક યાનેથી “ચારીચરણ ન્યાયે ઉપ પણ સંપ્રતિને એ સર્વ શિલાલેખેને કેતરાવનાર માનવાનું (૧૬૪) સંપ્રતિનો રાજવંકાલ મ. નિ ૨૪૪–૨૯૭ એટલે ઈ સ પૂ. ૨૨૩-૧૭૪ છે, જયારે સંશોધકોના કથન મુજબ અશોકે ઉલેખેલા અનિયોક તુરમ, અનિકેન, મગ, અલિકસર એ રાજાઓ અનુક્રમે સીરિયાને રાજ બીજે ઍન્ટિકસ થીઍસ (. સ. પૂ. ૨૬૧-૨૪૬) મીસરને રાજા બીજે લેમી ફિલાડસ (ઈ. સ. . ૨૮૫-૨૪૭), ઍસિડેનિયાના રાજા ઐત્રિગાનસ ગેનેટસ (ઈ. સ. પૂ. ૨૭૬-૨૩૯), ઉત્તર આફ્રિકાના સીરીન પ્રદેશના રાજ મંગાસ (ઈ. સપૂ. ૩૦૦-૨૫૦), એપિરસનો અથવા કેરિથને રાજા અલેક્ઝાન્ડર ( ઈ. સ. પૂ. ૨૭૨-૨૫૫ અથવા ૨૫૨-૨૪૪ ),એ નામના ફેઈ, તેમને સમય છે. સ. પૂ. ૨૨થી ધણો જ વહેલો પડે છે. સંશોધકોએ નાધેલો એ બધા રાજાને સમય સર્વથા નિશ્ચિત નહિ પરંતુ કાઈ કેઈને આશરે પણ છે છતાં અશોકના સમયની સાથે તે બંધબેસત કરી શકાય તેમ છે. (૧૬૫) યાધારણ ઉપદેશની સાથે વિશિષ્ટ ઉપદેશ સ્વીકાર કરાવવાની એક જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ રીત.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy