________________
४९६
श्री मल्लिनाथ चरित्र श्रावकोऽपि हि तदुःखदुःख्यूचे मा कृथाः शुचम् । सार्थेशस्ते पिता भ्राता, चाहं तिष्ठ सुखेन तत् ॥३०९।। सार्थनाथोऽपि हि तत्प्रातः, प्राप्तोऽचलपुरे पुरे । मुक्त्वा भीमसुतां तत्र, जगाम स्वयमन्यतः ॥३१०।। तृषातुरा पुरद्वारवापीमध्यं विवेश च । लक्ष्यमाणाऽम्बुहर्जीभिः, सा साक्षादिव देवता ॥३११॥ वामं तस्याः क्रमं गोधा, जग्राह जलमध्यगम् । त्रिनमस्कारपठनप्रभावेण मुमोच च ॥३१२।। प्रक्षाल्याऽऽस्यक्रमकरं, वारि हारि निपीय च । निर्गत्य वाप्यास्तत्प्रान्तवलभ्यां सा न्यविक्षत ॥३१३॥
તે સાંભળી તેના દુઃખથી દુઃખી થતાં તે શ્રાવકે કહ્યું કે, “હે ભદ્રે ! કાંઈપણ શોક કરીશ નહિ આ સાર્થવાહ તારા પિતા છે અને હું તારો ભાઈ છું માટે સુખપૂર્વક અમારી સાથે રહે.” (૩૦૯)
પછી સાર્થવાહ પ્રભાતે અચલપુર પહોંચ્યો અને ત્યાં દમયંતીને મૂકી પોતે અન્યત્ર ગયો. (૩૧૦)
અચલપુરમાં પનિહારીઓથી સાક્ષાત્ દેવીની જેમ જોવાતી તે દમયંતી તૃષાતુર થતાં નગરના દ્વાર સમીપે એક વાવમાં ઉતરી. (૩૧૧)
તેવામાં ત્યાં જળની અંદર રહેલા તેના ડાબા પગને જળગોધાએ પકડી લીધો. પરંતુ ત્રણનવકાર સ્મરણના પ્રભાવ વડે તેનો પગ તુરત મૂકી દીધો. (૩૧૨)
પછી મુખ, હાથ, પગનું પ્રક્ષાલન કરી તથા નિર્મળજળનું