________________
४९५
પ: સT:
एतद्विम्बं पूजयामि, यतस्तत्कारणं शृणु । काञ्चीपुर्यां वणिगस्मि, ज्ञानी तत्रैकदाऽऽगमत् ॥३०४॥ धर्मगुप्ताभिधस्तत्रोद्याने स समवासरत् । नत्वाऽप्रच्छि मया कस्मिंस्तीर्थे मे निर्वृतिविभो !? ॥३०५।। सोचे च त्वं दिवश्च्युत्वा, मिथिलानगरीश्वरः । प्रसन्नचन्द्रो भूत्वा श्रीमल्लितीर्थे हि सेत्स्यसि ॥३०६।। ततः प्रभृत्यहं मल्लिनाथे भक्तिभरोद्धरः । पटस्थं पूजयाम्येतद्विम्बं धार्मिकसत्तमे ! ॥३०७।। इत्याऽऽख्यायाऽवदद् भैमी, स्वसः ! का त्वं कुतोऽसि वा ? । तस्मै श्राद्धाय वृत्तान्तमस्याः सार्थाधिपोऽवदत् ॥३०८।।
હું કાંચીપુરીમાં રહેનારો વણિક છું. ત્યાં એકવાર ધર્મગુપ્ત નામના જ્ઞાની આવીને ઉદ્યાનમાં સમવસર્યા. તેમને નમસ્કાર કરી મેં પૂછ્યું કે, “હે ભગવન્ક્યા પ્રભુનાં તીર્થમાં હું મુક્તિ પામીશ ? (૩૦૪-૩૦૫)
તે બોલ્યા કે, તું અહીંથી સ્વર્ગમાં જઈ ત્યાંથી ચ્યવીને મિથિલાનગરીનો પ્રસન્નચંદ્ર રાજા થઈશ અને શ્રીમલ્લિનાથ ભગવંતના તીર્થમાં મોક્ષે જઈશ.” (૩૦૬)
ત્યારથી શ્રીમલ્લિનાથ સ્વામી પર મારા હૃદયમાં અતિશય ભક્તિ જાગી છે. અને તેથી સાધર્મિક-શિરોમણિ (સત્તમ) ! હું એ બિંબને વસ્ત્રમાં રાખી નિરંતર પૂજા કરું .” (૩૦)
આ પ્રમાણે કહીને તે દમયંતીને પૂછવા લાગ્યો કે, હે બેન ! તું કોણ છો ? અને ક્યાંથી આવો છો ? એટલે સાથે આવેલા સાર્થવાહે દમયંતીની સઘળી હકીકત કહી સંભળાવી. (૩૦૮)