________________
४९४
श्री मल्लिनाथ चरित्र भैमी तत्र स्थिता सुप्ता, निशि शुश्राव केनचित् । पठ्यमानं नमस्कारं, सार्थवाहमुवाच तु ॥२९९।। नमस्कारं पठन् कश्चिच्छ्राद्धः साधर्मिको मम । पार्वेऽस्य सोदरस्येव, गच्छामि भवदाज्ञया ॥३००॥ सार्थेशेन स्वपित्रेव, सह भैमी तदाश्रयम् । ययौ श्राद्धमपश्यच्च, कुर्वाणं चैत्यवन्दनम् ॥३०१।। आचैत्यवन्दनं तत्र, तस्थुषी नलवल्लभा । ददर्श च ववन्दे च, विनीलं बिम्बमर्हतः ॥३०२॥ अपृच्छद् भीमजा भ्रातबिम्बं कस्यैतदर्हतः ? । स आख्यद् जामे ! श्रीमल्लेस्तीर्थपस्य भविष्यतः ॥३०३।।
ધ્વનિ સાંભળ્યો. એટલે તેણે સાર્થવાહને કહ્યું કે, “આ નમસ્કાર બોલનાર કોઈ મારો સાધર્મિક જણાય છે. માટે તમારી આજ્ઞાથી બાંધવની જેમ હું એની પાસે જવા ઇચ્છું છું.” (૨૯૯-૩૦૦)
પછી પોતાના પિતા સમાન તે સાર્થવાહની સાથે દમયંતી તે બોલનારના સ્થાન પર આવી. ત્યાં ચૈત્યવંદન કરતાં તે શ્રાવકને તેણે જોયો. (૩૦૧)
પછી ચૈત્યવંદનની સમાપ્તિ સુધી દમયંતી ત્યાં બેઠી અને ગુપ્ત શ્રીજિનેશ્વર ભગવાનના બિંબને જોઈ તેણે દર્શન અને વંદન કર્યું. (૩૦૨)
પછી દમયંતીએ તેણે પૂછ્યું કે, “હે ભાઈ ! આ બિંબ કયા તીર્થંકરભગવંતનું છે ?” તે બોલ્યો કે, “હે બેન ! ભાવી તીર્થકર શ્રી મલ્લિનાથનું આ બિબ છે, (૩૦૩)
એ બિંબની હું પૂજા કરું છું. તેનું કારણ કર્યું તે સાંભળ.”