________________
४८९
પષ્ટઃ સા:
प्रव्रज्याऽस्मादिहाऽऽयातः, पर्वतेऽस्य निदेशतः । घातिकर्मक्षयादेव, केवलज्ञानमासदम् ॥२७५॥ एवं वदन्नयोगिस्थः, केवली सिंहकेसरी । हत्वा चत्वारि कर्माणि, जगाम परमं पदम् ॥२७६।। चक्रे शरीरसंस्कारः, सुरैस्तस्य शुभाशयैः । यशोभद्रान्तिके दीक्षामग्रहीत् तापसाधिपः ॥२७७।। दवदन्त्यप्युवाचैवं, स्वामिन् ! दीक्षां प्रदेहि मे । अवदच्छ्रीयशोभद्रो, भोग्यं कर्माऽस्ति भैमि ! ते ॥२७८॥ उत्तीर्य पर्वतात् तत्र, नगरे पुरवासिनाम् । सम्यक्त्वाऽऽरोपणं चक्रे, गुरुः श्रीशान्तिमन्दिरे ॥२७९।।
કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.” (૨૭૫)
આ પ્રમાણે કહેતા છતાં અયોગી ગુણસ્થાનક ઉપર આરૂઢ થયેલા સિંહકેશરી કેવળી બાકીના ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી તે જ સમયે પરમપદને પામ્યા. (૨૭૬) હવે કુલપતિ લીએ દીક્ષા, દમયંતીને દીએ ગુરુ શિક્ષા.
એટલે સમ્યગ્દષ્ટિદેવોએ તેમના શરીરનો સંસ્કાર કર્યો. પછી તાપસ કુલપતિએ યશોભદ્રગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી. (૨૭૭)
એ વખતે દમયંતી બોલી કે, “હે સ્વામિન્ ! મને પણ દીક્ષા આપો. ગુરુ બોલ્યા કે, હે ભૈમી! હજી તારે ભોગાવલી કર્મ બાકી છે.” (૨૭૮).
પછી પર્વત પરથી નીચે ઉતરીને યશોભદ્રસૂરિએ તાપસનગરમાં જઈ શ્રી શાંતિનાથના ચૈત્યમાં અનેક નગરવાસીઓને સમ્યકત્વ ધારણ કરાવ્યું. (૨૭૯).