________________
४९०
श्री मल्लिनाथ चरित्र
धर्मध्यानपरा वस्त्रगात्रमालिन्यधारिणी । गुहागृहान्तरे नित्ये, सप्ताब्दीं भीमनन्दिनी ॥ २८०॥
कश्चित् पान्थोऽन्यदा तस्यै, कथयामास ते पतिः । मया दृष्टस्तदाऽऽकर्ण्य, साऽभूद् रोमाञ्चदन्तुरा ||२८१॥ कर्णयोरमृतं कोऽयं निषिञ्चति वदन्त्यदः ? | भैमी तमन्वधाविष्ट, स तु क्वापि तिरोदधे ॥ २८२॥
पान्थस्य च गुहायाश्च, सा भ्रष्टा कष्टपूरिता । खिन्ना स्विन्ना महारण्ये, निपपात नलप्रिया ॥ २८३||
वने निपतिता तस्थौ, ययौ भूयो रुरोद च । किं करोमि क्व यामीति, विमृश्य चलिता गुहाम् ||२८४||
પછી ધર્મધ્યાનમાં તત્પર મલીન શરીરવસ્ત્રધારી દમયંતીએ ત્યાં ગુફારૂપ ઘરમાં સાત વરસ વીતાવ્યા. (૨૮૦)
એકવાર કોઈ મુસાફરે આવીને દમયંતીને કહ્યું કે, “તારા પતિને મેં અહીંયા આગળ જોયો.” તે સાંભળી દમયંતી રોમાંચિત થઈ ગઈ (૨૮૧)
અને “મારા કર્ણમાં આ અમૃત કોણ રેડે છે.” એમ બોલતી તે પેલા મુસાફરની પાછળ દોડી. એટલામાં મુસાફર તે ક્યાંક અદૃશ્ય થઈ ગયો. (૨૮૨)
અને મુસાફર તથા ગુફા બંનેથી ભ્રષ્ટ થયેલી, ખિન્ન અને સ્વેદ(પરસેવા)યુક્ત તથા સંકટમાં સપડાયેલી નળપત્ની એક મોટા જંગલમાં આવી પડી. (૨૮૩)
ત્યાં તે ક્ષણભર ઊભી રહેતી હતી. વળી આગળ ચાલતી રૂદન કરતી હતી. પછી અરે ! હવે હું શું કરૂં ? અને ક્યાં