________________
४८८
श्री मल्लिनाथ चरित्र तस्याऽस्म्यहं सुतः, सङ्गानगरीशश्च केशरी । अदाद् मह्यं निजां पुत्री, बन्धुमत्यभिधानिकाम् ।।२७१।। पित्राऽऽदेशादहं तत्र, गतस्तां परिणीय च । अध्वन्यागच्छता सूरिदृष्टोऽयं मूर्तमान् शमः ॥२७२।। देशनान्ते मया पृष्टः, प्रमाणं निजकाऽऽयुषः । पञ्चैव दिवसा इत्याचख्यौ च गुरुरेष मे ॥२७३।। श्रुत्वेति मां विषण्णाऽऽस्य, प्रेक्ष्य प्राह गुरुः पुनः । नाऽभैर्गृहाण दीक्षां त्वं, सैकाहमपि मुक्तिदा ॥२७४।।
સંગાનગરીના સ્વામી કેશરી રાજાએ પોતાની બંધુમતી નામે પુત્રી મને આપી. (૨૧)
એટલે પિતાના આદેશથી હું ત્યાં ગયો અને તેને પરણી પાછા આવતા રસ્તામાં જાણે સાક્ષાત્ શમ હોય એવા આ સૂરિવર્ય મારા જોવામાં આવ્યા. (૨૭૨)
એટલે તેમને વાંદીને હું તેમની પાસે બેઠો. તેમણે દેશના આપી, દેશનાને પ્રાંતે મેં મારા આયુષ્યનું પ્રમાણ પૂછ્યું. એટલે ગુરુમહારાજે મને કહ્યું કે, “હે ભદ્ર ! હવે માત્ર પાંચ દિવસનું તારું આઉખુ છે.” (૨૭૩)
તે સાંભળી મારૂં મુખ શ્યામ બની ગયું. એટલે ફરી ગુરુ બોલ્યા કે, “હે ભદ્ર ! ભય ન પામ, દીક્ષા અંગીકાર કર. કારણ કે માત્ર એક દિવસ ચારિત્ર પાળવામાં આવે તો પણ તે મુક્તિસુખને આપે છે.” (૨૭૪)
પછી તેમની પાસે દીક્ષા લઈ એમના આદેશથી હું આ પર્વત ઉપર આવ્યો. શુભધ્યાનના યોગે ઘાતિકર્મનો ક્ષય થતાં મને