________________
४८६
श्री मल्लिनाथ चरित्र ततो वैराग्यकल्लोलपरिप्लावितमानसः । आहारस्य परीहारमात्मना कृतवानहम् ॥२६२॥ सोऽहं विपद्याऽऽद्यकल्पे, देवोऽस्मि कुसुमप्रभः । नाम्ना विमाने कुसुमसमृद्धे त्वत्प्रसादतः ॥२६३।। अभविष्यद् न ते धर्मवचनं चेच्छ्वोऽतिथिः । कुत्राऽगमिष्यं पापात्मा, तदाऽहं दुर्गतौ गतौ ॥२६४।। अवधिज्ञानतो देवि !, ज्ञात्वा त्वामुपकारिणीम् । समागमं धर्मशीले !, धर्मपुत्रोऽस्म्यहं तव ॥२६५।। इत्युक्त्वा तापसानूचे, स तापसवरः सुरः ।
मदीयकोपाऽऽचरणं, क्षमध्वं परमार्हताः ! ॥२६६।। અને જાતિસ્મરણ જ્ઞાન થયું. ગઈકાલના કાર્યની જેમ મને પૂર્વભવ યાદ આવ્યો. (૨૬૧).
એટલે વૈરાગ્યના કલ્લોલથી મન ભીંજાતા મેં આત્મસાક્ષીએ ચારે આહારનો ત્યાગ કર્યો. અનશન સ્વીકાર્યું. (૨૬૨)
ત્યાંથી મરણ પામી હે દેવી ! તમારા પ્રસાદથી હું પ્રથમદેવલોકમાં કુસુમસમૃદ્ધ નામના વિમાનમાં કુસુમપ્રભ નામે દેવ થયો છું. (૨૬૩)
જો તે સમયે તમારૂં ધર્મવચન મેં સાંભળ્યું ન હોત તો હું મહાપાપી ક્યાંક દુર્ગતિમાં જઈને પડત. (૨૬૪)
હે દેવી ! અવધિજ્ઞાનથી તમને મારા ખરેખરા ઉપકારી જાણી હું અહીં આવ્યો છું. હે ધર્મશીલે ! તમારો ધર્મપુત્ર છું ” (૨૬૫)
આ પ્રમાણે કહી તે તાપસવર્ય દેવ તે તાપસીને કહેવા લાગ્યો