________________
४८५
પB: 1: ज्वलत्कोपेन मृत्वाऽहमिहारण्येऽभवं फणी । त्वां दंष्टुं धावितोऽपाठि, नमस्कारस्त्वयाऽनघे ! ॥२५७॥ कर्णाऽऽगतेन तेनाऽहं, जाङ्गल्येवान्यतोऽगमम् । भेकादिजीवाहारेण, जीवामि च बिले स्थितः ॥२५८|| अन्यदेत्थं कथ्यमानं, त्वयाऽश्रौषमहं शुभे ! । जीवहिंसाकराः पापा, जायन्ते दुःखभाजनम् ॥२५९॥ तदाकाऽहमध्यायं, सर्वदा जीवघातकः । पापाऽऽत्माहं द्विजिह्वोऽस्मि, का गतिर्भविता मम ? ॥२६०॥ एवं च ध्यायतो मेऽभूत्क्षान्तिरुद्वीक्ष्य तापसान् ।
जातिस्मरणतोऽस्मार्ष, भवं ह्यःकृतकार्यवत् ॥२६१॥ થયો અને તેમને ડંખ દેવા દોડ્યો એવામાં તે સતી ! તમે નવકારમંત્ર બોલ્યા (૨૫૭)
અને જાંગુલીમંત્રની જેમ તે શબ્દો મારા કાનમાં પડ્યા અને હું અન્યત્ર ચાલ્યો ગયો. ત્યાં દેડકા વિગેર જીવોનું ભક્ષણ કરતાં બિલમાં રહી હું જીવતો હતો. (૨૫૮)
તાપસ આગળ ભાંખતી જીવાજીવનાં થાન. જીવહિંસાથી દુઃખ લહે, ઈમ સુણીને તુજ વાણ.
એકદા હે શુભે ! મેં તમારું આ પ્રમાણેનું કથન સાંભળ્યું કઃ“જે જીવહિંસા કરે તે પાપીજીવો દુઃખના ભાજન થાય છે.” (૨૫૯)
તે સાંભળી મેં વિચાર કર્યો કે, “સર્વદા જીવોનો ઘાતક હું તો ખરેખર મહાપાપી છું તો મારી શી ગતિ થશે ?” (૨૬૦)
આ પ્રમાણે વિચારતાં મને તાપસીને જોઈ ક્ષમા ઉત્પન્ન થઈ