________________
४८४
श्री मल्लिनाथ चरित्र तदा च कश्चिदागत्य, ततः केवलिनं नतः । भैमीमुवाच भद्रेऽस्मिन्, वनेऽहं तापसोऽभवम् ॥२५२।। कर्परो नामतः सोऽहं, पञ्चाग्नितपसोत्कटः । वचसाऽपि न सानन्दं, तापसाः किं नु मां व्यधुः ? ॥२५३।। निर्गतोऽहमहंकारात्, तत्संत्यज्य तपोवनम् । गच्छन् समुत्सुको रात्रौ, पतितोऽस्म्यद्रिकन्दरे ॥२५४।। गिरिदन्तास्फालितस्य, दन्ताः सर्वेऽपि मेऽपतन् । सप्तरात्रं स्थितो वार्तामपि चक्रुर्न तापसाः ॥२५५।। गते मय्यभवत् तेषां, सुखं प्रत्युत मे ततः । तेषामुपरि कोपोऽभूद्, गिरिदाहसहोदरः ॥२५६।।
એવામાં કોઈ દેવ આવી કેવળી ભગવંતને નમ્યો અને દમયંતીને કહેવા લાગ્યો કે, “હે ભદ્ર ! આ વનમાં પંચાગ્નિતપથી ઉત્કટ કર્પર નામે હું પૂર્વે તાપસ હતો. અહો ! તાપસો મને વચનમાત્રથી પણ કેમ પ્રસન્ન કરતા નથી ? (૨૫-૨૫૩)
એવા અહંકારથી તે તપોવનનો ત્યાગ કરી હું ચાલી નીકળ્યો અને સમુસુકપણે રાત્રે ચાલતા હું એક પર્વતની ખીણમાં પડી ગયો. (૨૫૪)
ત્યાં પડતાં પડતાં પર્વતના નિતંબભાગ સાથે અથડાયો. મારા દાંતબધા પડી ગયા. તેવી સ્થિતિમાં હું સાતરાત્રિ સુધી રહ્યો. છતાં કોઈ તાપસોએ મારી ખબર પણ લીધી નહિ. (૨૫૫)
મારા જવાથી જાણે તેમને શાંતિ થઈ હોય એમ લાગ્યું તેથી મારો તેમની ઉપર ગિરિદાહ સમાન ગુસ્સો વધી ગયો. (૨૫૬)
તે ઉભરાતા ક્રોધ સાથે મરણ પામી હું આ અરણ્યમાં સર્પ