________________
४८३
પB: સા:
दुष्प्रापं प्राप्य मानुष्यं, कार्यं सफलमादरात् । देवपूजादयादानधर्मकर्मविधानतः ॥२४८॥ धर्ममाख्याय स ज्ञानी, प्रोचे कुलपतिं ततः । भैम्या य: कथितो धर्मः, स विधेयः सदा हृदि ॥२४९॥ अनया हि तदा रेखाकुण्डे वारिधरो धृतः ।। अस्याः सतीत्वात् सांनिध्यं, कुर्वते देवता अपि ॥२५०॥ सार्थेशस्याऽस्य सार्थश्च, स्तेनेभ्यो रक्षितोऽनया । तदियं नान्यथा ब्रूते, दवदन्ती महासती ॥२५१।।
પાય પ્રણમી કેવલીના, બેઠા નિજનિજ ઠામ. દેશના દીધી તિણસમે, ભવિ ઉપકારને કામ.
“અહો ભવ્યજીવો ! દુષ્માપ્ય માનવભવને પામી દેવપૂજા, દયા, દાન અને ધર્મકર્મ કરતાં આદરપૂર્વક તેને સફળ કરો.” (૨૪૮)
એ રીતે ધર્મ કહીને તે જ્ઞાની મહાત્મા કુલપતિને (તાપસીના ગુરુને) કહેવા લાગ્યા કે દમયંતીએ જે ધર્મ કહ્યો છે તે સદા તમારે અંતરમાં ધારણ કરવો. (૨૪૯)
એણે તે સમયે રેખાકુંડ કરી મેઘને અટકાવ્યો. તેનું કારણ એ છે કે એના સતીપણાને કારણે દેવો પણ એને સહાય કરે છે. (૨૫)
વળી આ સાર્થવાહના સાર્થને પણ ચોરોથી તેણે બચાવ્યો છે. મહાસતી દવદંતીનું બોલવું સર્વ સત્ય છે તે અન્યથા બોલતી જ નથી. (૨૫૧)